Home /News /banaskantha /Gujarat Election 2022: પાલનપુરમાં પીએમ મોદીનો હુંકાર: 'તમારા મત એટલે ગુજરાતનાં ઉજ્જવળ ભવિષ્યની ગેરંટી'

Gujarat Election 2022: પાલનપુરમાં પીએમ મોદીનો હુંકાર: 'તમારા મત એટલે ગુજરાતનાં ઉજ્જવળ ભવિષ્યની ગેરંટી'

પાલનપુરમાં વડાપ્રધાન મોદી

ઉત્તર ગુજરાતમાં કોંગ્રેસની પકડ મજબૂત છે ત્યારે પીએમ મોદીની સભા મતદારોનો મિજાજ બદલે છે કે નહીં તે તો આગામી ચૂંટણી પરિણામમાં જ દેખાશે.

  • News18 Gujarati
  • Last Updated :
  • Banas Kantha, India
બનાસકાંઠા: ગુજરાતી ચૂંટણી પહેલા વડાપ્રધાન મોદીનાં ગુજરાત પ્રવાસનો આજે બીજો દિવસ છે. પીએમ મોદી આજે દિવસભર ઉત્તર ગુજરાતમાં ચાર સભા સંબોધશે. ઉત્તર ગુજરાતમાં કોંગ્રેસની પકડ મજબૂત છે ત્યારે પીએમ મોદીની સભા મતદારોનો મિજાજ બદલે છે કે નહીં તે તો આગામી ચૂંટણી પરિણામમાં જ દેખાશે. ત્યારે વડાપ્રધાન મોદીએ આજે પાલનપુરમાં કોંગ્રેસ પર એકપણ પ્રહાર કર્યા ન હતા. તેમણે માત્ર પાંચ 'પ' પર જ ધ્યાન કેન્દ્રિત કર્યું હતુ.

'રોજગારનાં નવા અવસરો ઉભા થઇ રહી છે'


પીએમ મોદીએ પોતાના સંબોધનમાં જણાવ્યુ કે, ઉત્તર ગુજરાત એટલે પાણી માટે વલખાં મારતાં, આજે નર્મદા મા ઘેરઘેર પહોંચવા માંડી છે. આ સાથે તેમણે જણાવ્યુ કે, મા અંબાનું ધામ આખું બદલાઈ રહ્યું છે, અને હવે જે યાત્રીઓની સંખ્યા વધી રહી છે, એ રોજગારના નવા અવસરો ઉભી કરી રહી છે. આપણે પ્રયાસ એ કર્યો કે, ગરીબના ઘરની અંદર ચૂલો પણ ન ઓલવાવો જોઈએ. ગરીબનું બાળક રાત્રે ભૂખ્યું ન સૂવું જોઈએ.

'તમને એ યાદ હશે કેટલા કમળ નહતા ખીલ્યા?'


પાલનપુરમાં હાલ કોંગ્રેસનો કબજો છે. ત્યારે પીએમ મોદીએ પાલનપુરમાં સંબોધનમાં અનેક વિકાસની વાતો કરી હતી. તેમણે જણાવ્યું કે, 2017ની ચૂંટણી તમને બધાને યાદ હશે. તમને એ યાદ હશે કેટલા કમળ નહતા ખીલ્યા. આ સાથે તેમણે કહ્યું કે, વીજળી અને પાણીમાં વિકાસ કરીને આપણે વિકાસમાં હરળફાળ ભરી છે. આ સાથે પ્રધાનમંત્રી મોદીએ પાલનપુરમાંથી 'પ' પર પાંચ વાતો કરતાં જણાવ્યું કે, પર્યટન, પર્યાવરણ, પાણી, પશુ, પોષણની વિકાસ કરી હતી.

આ પણ વાંચો: 75 લાખ સાથે યુથ કોંગ્રેસનો છે સંબંધ? આ તસવીરો ખાઇ છે ચાડી

પીએમ મોદીની અંગત અપીલ


વડાપ્રધાન મોદીએ સભામાં જણાવ્યુ કે, 'આ વખતે પહેલા કરતા વધારે મત આવવા જોઇએ. હવે આપણી પાસે અઠવાડિયું રહ્યું છે. તો ઘરે ઘરે જશો? મતદાતાઓને મળવાનું અને તેમના આશીર્વાદ લેવાના. અને મારું અંગત કામ તમારે કરવાનું. એક કામ જરૂર કરજો, તમે મતદાતાને મળવાનું થાય ત્યારે ઘરે ઘરે જઇને કહેજો કે, આપણા નરેન્દ્રભાઇ આવ્યા હતા અને અમને કહ્યું હતુ કે, તમને બધાને પ્રણામ પાઠવ્યા હતા. આ વડીલોનાં આશીર્વાદ મળે તો મારામાં શક્તિ વધી જાય અને દેશ માટે કામ કરી શકું.'


આ બેઠક પર છે કોંગ્રેસનો કબજો


આ બેઠકમાં વર્ષ 2007માં યોજાયેલી ચુંટણીમાં ભાજપના ગોવિંદભાઈ પ્રજાપતિ ચુંટણી જીત્યા હતા. જયારે નવા સીમાંકન બાદ વર્ષ 2012માં યોજાયેલી વિધાનસભા ચુંટણીમાં કોંગ્રેસના મહેશકુમાર પટેલે ભાજપના ગોવિંદભાઈ પ્રજાપતિને ૩ ટકા મતથી હરાવ્યા હતા. આમ નવા સીમાંકન બાદ ભાજપ માટે મજબુત ગણાતી આ બેઠક કોંગ્રેસે મેળવી હતી. ત્યાર બાદ વર્ષ 2017માં યોજાયેલી ચૂંટણીમાં પણ કોંગ્રેસે ભાજપ માટે આ બેઠકને આકરું ચઢાણ બનાવી ફરી એક વખત જીત મેળવી હતી. 2017માં ફરી મહેશકુમાર પટેલે ભાજપના ઉમેદવાર લાલજીભાઇ પ્રજાપતિને હારનો સ્વાદ ચખાડ્યો હતો.

સાંભળો સંપૂર્ણ સંબોધન


Live: માનનીય પ્રધાનમંત્રી શ્રી @narendramodi જીનું પાલનપુર વિધાનસભા ખાતે વિજય સંકલ્પ સંમેલન #આવશે_તો_ભાજપ_જ https://t.co/HObT5fd0IL


— BJP Gujarat (@BJP4Gujarat) November 24, 2022


પીએમ મોદીનો આજનો સંપૂર્ણ કાર્યક્રમ


પ્રધાનમંત્ર નરેન્દ્ર મોદીનાં ગુજરાત પ્રવાસનો આજે બીજો દિવસ, પીએમ મોદી આજે ચાર સભાને સંબોધશે. સવારે 9.55 વાગે રાજભવનથી પાલનપુર જવા રવાના થશે. સવારે 11.00 વાગે પાલનપુરમાં સભા સંબોધશે.



બપોરે 1.00 વાગે મોડાસામાં સભા સંબોધશે, બપોરે 1.55 વાગે મોડાસાથી દહેગામ જવા રવાના થશે, બપોરે 2.30 વાગે દહેગામમાં જાહેર સભાને સંબોધશે. સાંજે 4.00 વાગે બાવળામાં સભાને સંબોધશે. સાંજે 5.20 વાગે અમદાવાદ એરપોર્ટ પહોચેશ, 5.25 વાગે દિલ્હી જવા રવાના થશે.
First published:

Tags: Banaskantha, Gujarat Assembly Election 2022, Gujarat Elections, ગુજરાત, ગુજરાત ચૂંટણી, બનાસકાંઠા, વડાપ્રધાન મોદી