Home /News /banaskantha /પીએમ મોદીનો કોંગ્રેસ પર પ્રહાર: 'કોંગ્રેસની ટેવ - લટકાના, અટકાના ઔર ભટકાના'

પીએમ મોદીનો કોંગ્રેસ પર પ્રહાર: 'કોંગ્રેસની ટેવ - લટકાના, અટકાના ઔર ભટકાના'

બનાસકાંઠામાં વડાપ્રધાન મોદી

PM Modi Gujarat Election Campaign : વડાપ્રધાન મોદી હાલ ગુજરાતમાં બીજા તબક્કાની બેઠકો પર ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે. ત્યારે આજે તેઓ કાંકરેજમાં જનસભા સંબોધી હતી.

  • News18 Gujarati
  • Last Updated :
  • Banas Kantha, India
    બનાસકાંઠા: વડાપ્રધાન મોદી હાલ ગુજરાતમાં બીજા તબક્કાની બેઠકો પર ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે. ત્યારે આજે તેઓ કાંકરેજમાં જનસભા સંબોધી હતી. જેમાં તેમણે બનાસકાંઠાની ખેતી, ગાયો, પાક અંગે અનેક ચર્ચા કરવા ઉપરાંત કોંગ્રેસ પર પણ અનેક પ્રહાક કર્યા છે. આ સાથે તેમણે એમ પણ કહ્યું કે, બનાસકાંઠાને તરસ્યું રાખવા પાછળ કોંગ્રેસ જવાબદાર છે.

    પીએમ મોદીના ભાષણની મહત્ત્વની વાતો





      • આ કોંગ્રેસને જેમાં પોતાનો સ્વાર્થ ના દેખાય એ કામ જ નહિ કરવાનું એ કોંગ્રેસના સ્વભાવમાં છે.

      • ભારત પાસે ગૌવંશની જે વિરાસત છે તે આપણી ખુબ મોટી શક્તિ છે.

      • વિપરીત પરિસ્થિતિમાં અભાવની વચ્ચે પણ અમારી કાંકરેજની ગાય સ્વભાવ ના બદલે.

      • કોંગ્રેસની ટેવ કેવી હતી, लटकाना, अटकना और भटकाना

      • તમે આશીર્વાદ આપો એટલે વધારે તાકાતથી કામ કરીએ.






    નોંધનીય છે કે, પીએમ મોદી પાટણ, સિદ્ધપુર, ચાણસ્મા અને રાધનપુરના ભાજપ ઉમેદવારના પ્રચાર અર્થે પીએમ સભા ગજવશે. આ ઉપરાંત ઉત્તર ગુજરાત યુનિવર્સિટી ગ્રાઉન્ડ ખાતે સભા ગજવશે. સભાને લઈને ભાજપના ઉમેદવારો સહિત સામાન્ય નાગરિકોમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
    Published by:Kaushal Pancholi
    First published:

    Tags: Gujarat Assembly Elections 2022, Gujarat Elections, ગાંધીનગર, ગુજરાત ચૂંટણી, વડાપ્રધાન મોદી

    विज्ञापन
    विज्ञापन