Nilesh Rana, Banaskantha: રાજસ્થાનમાં સદીઓથી મારવાડી સમાજમ હોળીના પર્વને દિવાળી કરતાં પણ વિશેષ મહત્વ આપે છે. હોળીની ઉજવણી પ્રસંગે પુરુષો હાથમાં ડંડો લઈ ઘેર નૃત્ય રમતા હોય છે. જ્યારે મહિલા પ્રાચીન રાજસ્થાની મારવાડી લોકગીતો સાથે લુર નૃત્યમાં ભાગ લેતી હોય છે.
પરંતુ બદલાતા સમયની સાથે રાજસ્થાનમાં વસતા મારવાડી સમાજના લોકો રોજગાર માટે ગુજરાત તરફ વળ્યા અને તેમની આ પ્રાચીન પરંપરા ધીરે ધીરે લુપ્ત થવા લાગી.પરંતુ બનાસકાંઠાના ડીસામાં આવી સ્થાઈ થયેલા રાજસ્થાની મારવાડી સમાજ છેલ્લા 26 વર્ષથી પ્રાચીન પરંપરાને જીવંત રાખી રહ્યા છે. દર વર્ષે ધૂળેટીની સમી સાંજે ડીસામાં વસવાટ કરતા તમામ માળી સમાજના લોકો ભેગા મળી ઘેર અને લુર નૃત્ય ની રમઝટ બોલાવે છે.
ડીસામાં 50 હજારની માળી સમાજની વસ્તી
ડીસામાં અંદાજે મારવાડી માળી સમાજના 50 થી 60 હજાર જેટલા લોકો વસવાટ કરે છે.
આ બનાસકાંઠાના ડીસામાં વસતા મારવાડી માળી સમાજના લોકો પોતાની લોકગીત અને લોક નૃત્યની પરંપરાને જાળવી રાખવા છેલ્લા 26 વર્ષ થી પ્રકારે દર ધૂળેટીના દિવસે ઘેર અને લુર નૃત્યનો કાર્યક્રમરાખતા હોય છે.
લુર નૃત્ય એટલે શું ?
ડીસામાં વસવાટ કરતા માળી સમાજની મહિલાઓ પણ રાજસ્થાની લોકગીતો ગાઈ બે ભાગમાં વહેંચાઈ જાય છે અને એક બીજા તરફ આગળ વધતી જાય છે. સાથે ગીતો ગાતી જાય છે. જે લુર નૃત્ય તરીકે ઓળખાય છે. વર્ષો જૂની પરંપરા આજે પણ મારવાડી સમાજના લોકો જાળવી રહ્યા છે.
વર્ષો જૂની પરંપરા જાળવી રાખશે
બદલાતા સમયમાં લોકો આધુનિકતા તરફ વળ્યા છે. ત્યારે રાજસ્થાનથી ડીસામાં આવેલા મારવાડી માળી સમાજ પોતાની ધુળેટીના દિવસે રમાતી પ્રાચીન અને પરંપરાગત ઘેર અને લુર નૃત્ય રમી સંસ્કૃતિને બચાવવા પ્રયાસ કરી રહ્યો છે.વર્ષો જૂની પરંપરા આજે પણ મારવાડી માળી સમાજના લોકોએ જાળવી રાખી છે. આગામી સમયમાં આવનારી નવી પેઢી પણ વર્ષો જૂની પરંપરા જાળવી રાખશે. તેમ માળી સમાજના આગેવાનોએ જણાવ્યું હતું.