Home /News /banaskantha /Petrol-Desal Price: રાજસ્થાનથી લોકો પેટ્રોલ-ડીઝલ ભરાવવા અંબાજી આવી રહ્યા છે, જાણો શું છે મામલો

Petrol-Desal Price: રાજસ્થાનથી લોકો પેટ્રોલ-ડીઝલ ભરાવવા અંબાજી આવી રહ્યા છે, જાણો શું છે મામલો

પેટ્રોલ-ડીઝલનો આજનો ભાવ

petrol diesel prices in Gujarat: ગુજરાત (Gujarat Petrol Price)માં હાલ ભડકે બળેલા પેટ્રોલ-ડીઝલના ભાવોને લઈ પ્રજા પરેશાન છે પણ અંબાજી (Ambaji) નજીક માત્ર 12 થી15 કિલોમીટર દૂર પાડોશી રાજ્ય રાજસ્થાનમાં આ મામલે વિપરીત પરિસ્થિતિ જોવા મળી રહી છે. અહી ગુજરાતમાં રાજસ્થાન કરતા પેટ્રોલ સસ્તુ છે અને એક બે રુપીયા નહીં પણ પ્રતિ લીટરે 15 રૂપિયા ઉપરાંતનો તફાવત જોવા મળી રહ્યો છે.

વધુ જુઓ ...
    મહેન્દ્રઅગ્રવાલ, અંબાજી-બનાસકાંઠા: હાલમાં ભડકે બળેલા પેટ્રોલ-ડીઝલ (Petrol Diesel prices)ના ભાવોને લઈ રાજ્યભરમાં વાહન ચાલકો પરેશાન છે ત્યારે આપણા પાડોશી રાજ્ય રાજસ્થાન (Rajasthan)માં પેટ્રોલ-ડીઝલના ભાવમાં મોટો તફાવત જોવા મળી રહ્યો છે. જેમા રાજસ્થાનમાં પેટ્રોલ 15 રુપિયા જેટલુ પ્રતિ લિટર મોંઘુ છે.

    ગુજરાત (Gujarat Petrol Price)માં હાલ ભડકે બળેલા પેટ્રોલ-ડીઝલના ભાવોને લઈ પ્રજા પરેશાન છે પણ અંબાજી (Ambaji) નજીક માત્ર 12 થી15 કિલોમીટર દૂર પાડોશી રાજ્ય રાજસ્થાનમાં આ મામલે વિપરીત પરિસ્થિતિ જોવા મળી રહી છે. અહી ગુજરાતમાં રાજસ્થાન કરતા પેટ્રોલ સસ્તુ છે અને એક બે રુપીયા નહીં પણ પ્રતિ લીટરે 15 રૂપિયા ઉપરાંતનો તફાવત જોવા મળી રહ્યો છે. રાજસ્થાનમાં પેટ્રોલ રુ. 119. 27 પ્રતિ લીટર છે જ્યારે ગુજરાતમાં પેટ્રોલ રુ. 105.06. 27 પ્રતિ લીટર. ત્યાં જ રાજસ્થાનમાં ડીઝલ રુ. 102. 03 છે અને ગુજરાતમાં ડીઝલ રુ. 99.31 છે.

    એટલુંજ નહીં રાજસ્થાનના પેટ્રોલ પંપ ઉપર એકલ દોકલ નાના વાહનો જોવા મળે છે જેના પગલે રાજસ્થાનના પેટ્રોલ પંપ સંચાલકો ભારે મુશ્કેલી ભર્યો સમય પ્રસાર કરી રહ્યા છે. જ્યારે પાડોસી ગુજરાત રાજ્યમાં આટલો મોટો તફાવત જોઈને પંપ સંચાલકો  હેરાન છે અને પેટ્રોલ ડીઝલને જીએસટીના દાયરામા લાવવા માંગ કરી રહ્યા છે. જેથી વન નેશન વન ટેક્ષની જેમ દેશભરના તમામ રાજ્યોમાં એક સરખો ભાવ રહે તેવુ ઈચ્છી રહ્યા છે.

    આ પણ વાંચો- corona Update: રાજ્યના 06 મહાનગર અને 30 જિલ્લામાં કોરોનાનો સફાયો, નવા 13 કેસ નોંધાયા

    જોકે રાજસ્થાન કરતા ગુજરાતના પ્રેટ્રોલ ઉપર વિપરીત અસર જોવા મળી રહીછે. ગુજરાત જ નહીં રાજસ્થાન પાર્સીંગના અનેક વાહનોની કતારો અંબાજી પેટ્રોલપંપ ઉપર  જોવા મળી રહી છે ગુજરાતમાંથી રાજસ્થાન જતા વાહન ચાલકો અંબાજીથી જ પેટ્રોલ ડીઝલ ભરાવી રાજસ્થાન તરફ જઈ રહ્યા છે તો રાજસ્થાનના અનેક વાહન ચાલકો અંબાજીમાં પેટ્રોલ ડીઝલ ભરાવવા આવી રહ્યા છે. એક બે કે પાંચ લીટર નહી એક હજાર લીટર જેટલુ ફ્યુલ ભરાવી ને લઈ જાય છે.

    આ પણ વાંચો- EDની મોટી કાર્યવાહી, સંજય રાઉતની પત્ની અને સત્યેન્દ્ર જૈનના પરિવારની કરોડોની સંપત્તિ જપ્ત કરી

    જોકે પહેલા રાજસ્થાન કરતા ગુજરાતમાં પેટ્રોલ ડીઝલના ભાવો ઓછા ને સસ્તા હોવા છતા રાજસ્થાનમાં ગ્રાહકોને આકર્ષવા ગુજરાત સે સસ્તા પેટ્રોલ ડિઝલના મોટા હોડીંગ્શ લગાવેલા જોવા મળી રહ્યા હતા. જે હવે માત્ર શોભાના ગાઠીયા સમાન બની ગયા છે. એટલુજ નહીં કેન્દ્ર સરકાર દેશભરમાં સમાંતર ટેક્ષ માટે જીએસટી લાગુ કર્યુ છે. તેમ હવે  પેટ્રોલ ડીઝલ ઉપર પણ જીએસટી લાગુ કરવા માંગ કરાઈ રહી છે અને જો પેટ્રોલ  ડીઝલ ઉપર જીએસટી લાગુ કરવામાં આવે છે. દેશમાં પેટ્રોલ-ડીઝલના ભાવોમાં સમાંતરતા જળવાઈ રહે તેમ છે.
    Published by:rakesh parmar
    First published:

    Tags: Gujarat petrol price today, Petrol and diesel, Petrol diesel price hike, Petrol diesel prices, Petrol price in Gujarat, Petrol Price Today, Petrol rate

    विज्ञापन