ડીસાના અમીરશાહ બાદશાહના ફાફડા વિદેશમાં પણ વખણાય છે.
બનાસકાંઠા જિલ્લાના ડીસા શહેરમાં લાયન્સ હોલ પાસે અમીરશાહ બાદશાહ ના ફાફડા ખૂબ જ વખણાય છે આ સ્થળ ઉપર ફાફડાની સાથે મેથીના ગોટા અને વણેલા ગાંઠિયા, સુરતની બટાટા પુરી પણ મળે છે. આજથી 40 વર્ષ અગાઉ સ્વ શંકરલાલ શામજીભાઈ ઠક્કરે રાધનપુરના વારા હીમાં શરૂ કર્યા હતા.
Nilesh Rana, Banaskantha: બનાસકાંઠા જિલ્લામાં ખાણીપીણીની અનેક ચીજ વસ્તુઓ ખૂબ જ વખણાય છે. ત્યારે ખાસ કરીને વાત કરીએ તો બનાસકાંઠા જિલ્લાના ડીસા શહેરમાં અમીરશાહ બાદશાહના રૂ જેવા નરમ ફાફડા અને મેથીના ગોટાની તો આ ફાફડા અને ગોટા ખાવા લોકો દુકાન ખુલે એ પહેલા આવી લાઈનમાં લેવા માટે ઉભા રહી જાય છે.
ફાફડા ખાવા માટે લોકોને 1થી 2 કલાક સુધી વેટિંગમાં રહેવું પડે છે. અને માત્ર ચાર કલાકની અંદર જ ફાફડાનો બધોજ માલ વેચાઈ જાય છે. વિદેશથી આવતા લોકો પણ અમીરશાહ બાદશાહના ફાફડાનો સ્વાદ માણવા સ્પેશિયલ ઓર્ડ આપે તેનો સ્વાદ માણે છે.
બનાસકાંઠા જિલ્લાના ડીસા શહેરમાં લાયન્સ હોલ પાસે અમીરશાહ બાદશાહ ના ફાફડા ખૂબ જ વખણાય છે આ સ્થળ ઉપર ફાફડાની સાથે મેથીના ગોટા અને વણેલા ગાંઠિયા, સુરતની બટાટા પુરી પણ મળે છે. આજથી 40 વર્ષ અગાઉ સ્વ શંકરલાલ શામજીભાઈ ઠક્કરે રાધનપુરના વારા હીમાં શરૂ કર્યા હતા.
જેમાં વારાહીના પ્રખ્યાત પેડા, ફાફડા, વણેલા ગાઠીયા, મિક્સ ભજીયા, લસણના બટાટા વડા, પાપડી સેવ દરેક પ્રકારના નમકીનનું વ્યાપાર કરતાં હતા ત્યારે ફાફડાનો ભાવ 100 gm ના 75 પૈસા હતો.અને આજે 38 વર્ષ બાદ ફાફડાના કિલોનો ભાવ 500 રૂપિયા આસપાસ થઈ ગયો છે.
38 વર્ષથી ડીસામાં ફાફડા અને મેથી સહિત તમામ આઈટમની શરૂઆત કરી હતી પરંતુ સમય અંતરે માણસોનો અભાવ હોવાથી અમુક આઈટમો બંધ કરી દીધી હતી.2003માં સ્વ શંકરલાલ શામજીભાઈ ઠક્કરનું અવસાન થતાં તેમનો ફાફડાનો વ્યવસાય તેમના બંને પુત્રો ધીરજભાઈ ઠક્કર અને રોહિતભાઈ ઠક્કર સંભાળે છે.
આ ફાફડાની ખાસ વાત એ છે કે 40 વર્ષ પહેલા જે ટેસ્ટ તેઓના પીતા બનાવી ગ્રાહકોને પીરસતા હતા તેવો જ ટેસ્ટ આ બન્ને ભાઈઓએ જાળવી રાખ્યો છે.જેના કારણે તેઓએ બનાવેલા ફાફડા આજે પણ ખુબજ વખણાય છે.
અમીરશાહ બાદશાહના ફાફડાની સાથે, મસાલો, પપૈયાનું સલાડ, મરચા લસણ ઢોકળાની ચટણી અને ઓરેન્જ કઢી આપવામાં આવે છે.જે લોકો એક વખતા આ ફાફડાનો સ્વાદ ચાખે છે તોઓ ચાહક બની જાય છે.