Home /News /banaskantha /Deesa: આ ગ્રુપે એવું કાર્ય કર્યું કે, દિવ્યાંગો હવે ચલાવે છે પાતાના પરીવારનું ગુજરાન

Deesa: આ ગ્રુપે એવું કાર્ય કર્યું કે, દિવ્યાંગો હવે ચલાવે છે પાતાના પરીવારનું ગુજરાન

X
ડીસામાં

ડીસામાં 10 થી વધુ દિવ્યાંગ લોકોને પાર્લર કેબિન ફાળવ્યા છે.

એક ગ્રુપ દ્વારા દિવ્યાંગ લોકો માટે કરાયું આવું કાર્ય.7 સ્ટાર ગ્રુપ દ્વારા દિવ્યાંગ લોકો માટે પાર્લર કેબિન બનાવી આપવામાં આવ્યા છે. જેથી દિવ્યાંગ લોકો પાર્લર મારફતે પોતાના પરિવારનું ગુજરાત ચલાવી રહ્યા છે.

  • News18 Gujarati
  • Last Updated :
  • Banas Kantha, India
    Nilesh Rana, Banaskantha: બનાસકાંઠા જિલ્લામાં એક ગ્રુપ દ્વારા એક અનોખું કાર્ય કરવામાં આવ્યું છે આ કાર્યને લઈ સમગ્ર જિલ્લાના લોકો ગ્રુપના તમામ સભ્યોએ કરેલા કાર્યને બિરદાવી રહ્યા છે. બનાસકાંઠા જિલ્લામાં 7 સ્ટાર ગ્રુપ દ્વારા દિવ્યાંગ લોકો માટે પાર્લર કેબિન બનાવી આપવામાં આવ્યા છે. જેથી આ દિવ્યાંગ લોકો પોતાનું વેપાર કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવી શકે.

    દિવ્યાંગ લોકોમાં અનેક શક્તિઓ છે કે જે કંઈક કરી શકે પરંતુ દિવ્યાંગ હોવાના કારણે કઈ કરી શકતા નથી અને લાચાર બની જાય છે પરંતુ અનેક એવા દિવ્યાંગો છે કે જેમને કંઈક કરી બતાવવું છે પરંતુ કોઈનો સહારો મળતો નથી. ત્યારે બનાસકાંઠા જિલ્લામાં એક સેવન સ્ટાર ગ્રુપ દ્વારા દિવ્યાંગ લોકો માટે અનોખું કાર્ય કરાવામાં આવ્યું છે. બનાસકાંઠાના ડીસામાં સેવન સ્ટાર ગ્રુપના સભ્યો ડીસા શહેરમાં અલગ અલગ વિસ્તારમાં રહેતા દિવ્યાંગ લોકો પાસે જઈ તેની પ્રતિક્રિયા મેળવી ત્યારે ખ્યાલ આવ્યો કે દિવ્યાગ વ્યક્તિઓને આગળ આવું છે. પરંતુ ઘરની તકલીફ તેમજ વૈકલ્પિક વ્યવસ્થા ન હોવાના કારણે દિવ્યાંગ વ્યક્તિઓ કઈ કરી શકતા ન હતા.

    ત્યારે આ સેવન સ્ટાર ગ્રુપ દ્વારા દિવ્યાંગ વ્યક્તિઓ પોતાના જાતે પગભર બને તે માટે આ ગ્રુપ દ્વારા અલગ અલગ 10 જેટલા દિવ્યાંગ લોકોને પાર્લર કેબિન ફાળવી આપ્યું છે તેમજ આ કેબિનમાં તમામ પાર્લરના સામાન પણ ભરી આપવામાં આવ્યો છે અને આ તમામ 10 જેટલા દિવ્યાંગ લોકો પોતાનું પાર્લર ચલાવી પગભર બન્યા છે અને પોતાના પરિવારનું ગુજરાન ચલાવી રહ્યા છે.

    7 સ્ટાર ગ્રુપ દ્વારા 10 જેટલા દિવ્યાંગ લોકોને પાર્લર કેબિન ફાળવ્યા

    આ સેવન સ્ટાર ગ્રુપના સભ્ય એવા સુભાષભાઈએ ન્યૂઝ 18 લોકલ ની ટીમ સાથે વાત કરતા જણાવ્યું હતું કે અમારી ટીમ શહેરમાં ફરી રહી હતી તે દરમિયાન એક દિવ્યાંગ વ્યક્તિ ભીખ માંગી રહ્યા હતા તે દિવ્યાંગ વ્યક્તિને મહેનત તો કરવી છે પરંતુ કોઈ સહારો નથી જેથી 7 સ્ટાર ગ્રુપના સભ્યો ને દિવ્યાંગ વ્યક્તિઓને મદદ કરવા માટેનો એક વિચાર આવ્યો અને લોકોના સહયોગથી ડીસાના 10 જેટલા દિવ્યાંગ વ્યક્તિઓને પાર્લર કેબિન ફાળવી આપ્યા જેમાં તમામ પાર્લરમાં સામાન ભરી આપ્યા અને આ દિવ્યાગ લોકો જાતે મહેનત કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવી શકે જેથી આ સેવન સ્ટાર ગ્રુપના તમામ સભ્યોએ ડીસાના અલગ અલગ વિસ્તારમાં 10 જેટલા પાર્લર કેબીન ફાળવી આપ્યા છે.

    પાર્લર કેબિન ચલાવી રહેલા દિવ્યાંગ લોકો પગભર બન્યા છે.

    ડીસામાં સેવન સ્ટાર ગ્રુપ દ્વારા દિવ્યાંગ વ્યક્તિઓને પાર્લર કેબિન ફાળવ્યા છે. અત્યારે આ દિવ્યાંગ લોકો પોતાનો પાર્લર દ્વારા રોજગાર મેળવી પોતાના પરિવારનું ગુજરાન ચલાવી રહ્યા છે. એવા દિવ્યાંગ રાજુભાઈ ચૌહાણે ન્યુઝ 18 લોકલ ની ટીમ સાથે વાત કરતા તેમને જણાવ્યું હતું કે અનેકવાર નોકરી માટે તેમજ મજૂરી કરવા માટે ગયેલ પરંતુ દિવ્યાંગ હોવાના કારણે મને નોકરી મળેલ નહિ તેમજ કોઈ મજૂરી આપવા તૈયાર થયેલ નહિ જે બાદ ડીસાના સેવન સ્ટાર ગ્રુપ દ્વારા એક પાર્લર કેબિન અમને ફાળવી આપેલ છે અને અંદર પાર્લરનું સામાન પણ ભરાવી આપેલ જેથી હું વેપાર કરી મારા પરિવારનું ગુજરાન ચલાવી રહ્યો છું.

    અને હવે મને ખુશી થાય છે કે હું એક મારો પર્સનલ બિઝનેસ કરી રહ્યો છું તેમજ એક દિવ્યાંગ મહિલા રમીલાબેન સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે હું દિવ્યાંગ છું અને મને કોઈનો સહારો ન હોવાથી મારા બાળકોને તેમજ મારા ઘરનું ગુજરાત કેવી રીતે ચલાવી શકું તે એક મોટો પ્રશ્ન ઊભો થયો હતો પરંતુ ડીસાના સેવન સ્ટાર ગ્રુપ દ્વારા હું ખુદ પગ પર બની શકું અને જાતે વેપાર કરી પરિવારનું ગુજરાન ચલાવી શકું તેવું સેવન સ્ટાર ગ્રુપ દ્વારા કરવામાં આવ્યું અને એક પાર્લર કેબીન ફાળવી આપ્યું જેથી અત્યારે હું આ પાર્લર ચલાવી મારા પરિવારનું અને મારા બાળકોનું ગુજરાત ચલાવી રહી છું. ડીસામાં સેવન સ્ટાર ગ્રુપ દ્વારા આ દિવ્યાંગ લોકો માટે કરેલા આનોખા કાર્યને સમગ્ર જિલ્લાના લોકો તેમના કાર્યને બિરદાવી રહ્યા છે તેમજ દિવ્યાંગ લોકો પણ તેમના કાર્યને લઈને ખુશ થયા છે અને જાતે પગભર બની પોતાના પરિવારનું ગુજરાન ચલાવી રહ્યા છે.
    Published by:Santosh Kanojiya
    First published:

    Tags: Banaskantha, Help, Local 18

    विज्ञापन
    विज्ञापन