Home /News /banaskantha /Deesa: કયારે ન જોયા હોય તેવા સિક્કા, નોટ, ટપાલનો સંગ્રહ પરેશભાઇએ કર્યો, જૂઓ Video

Deesa: કયારે ન જોયા હોય તેવા સિક્કા, નોટ, ટપાલનો સંગ્રહ પરેશભાઇએ કર્યો, જૂઓ Video

X
જિલ્લાના યુવકે

જિલ્લાના યુવકે તમામ પ્રાચીન વસ્તુઓનો આલ્બમ તૈયાર કર્યો છે.

ડીસાનાં 50 વર્ષનાં પરેશભાઇ પંચાલે દસ વર્ષની ઉંમરથી જુદી જુદી વસ્તુઓ સંગ્રહ કરવાનો શોખ હતો. આજે તેમની પાસે પાંચ હજાર સિકકા અને 10 દેશની ટપાલ, ટીકીટનો સંગ્રહ કર્યો છે.

  • News18 Gujarati
  • Last Updated :
  • Banas Kantha, India
Nilesh Rana, Banaskantha: બનાસકાંઠા જિલ્લાના ડીસા ખાતે રહેતા પરેશ પંચાલ નામના યુવકને પ્રાચીન ચીજ વસ્તુઓનો સંગ્રહ કરવાનો એક અનેરો શોખ છે. અત્યાર સુધીમાં તેને પ્રાચીન નોટો, સિક્કા, ટપાલ ટિકિટ, 40 રાજા રજવાડાના સ્ટેમ્પની ટિકિટ સહિત અન્ય પ્રાચીન વસ્તુઓનો સંગ્રહ કર્યો છે.

રાજા મહારાજ, નવાબો, અંગ્રેજ સરકાર, આદિ અનાદિ કાળ સમયના કુલ 5 હજારથી વધુ સિક્કા, 100 દેશોની કરન્સી, 100 દેશોની 700થી વધુ ટપાલ, ભારતની જ્યારથી શરૂ થઈ ત્યારથી લઇ અત્યાર સુધી અંતર દેશી અને ટપાલ 200 થી વધુ અને 265 દેશની 50 હજાર ટીકોટ છે.



દસ વર્ષની ઉંમરથી વસ્તુઓ સંગ્રહ કરે છે

ડીસા શહેરના રાજપુર વિસ્તારમાં રહેતા પરેશભાઈ પંચાલ નામના યુવક છેલ્લા 40 વર્ષથી પ્રાચીન વસ્તુઓનો સંગ્રહ કરવાનો અનેરો શોખ ધરાવે છે. આ પરેશભાઈ પંચાલની ઉંમર હાલ 50 વર્ષની છે.



પરંતુ તેઓ દસ વર્ષની ઉંમરના હતા, ત્યારથી પ્રાચીન વસ્તુઓનો સંગ્રહ કરી રહ્યા છે. અત્યાર સુધી અનેક કન્ટ્રીની અસંખ્ય ચલણી નોટો, ચલણી સિક્કા,



ટપાલ ટિકિટ અને પ્રાચીન કોટફીનો તેમજ 40 રાજા રજવાડાના સ્ટેમ્પની ટીકીટનો સંગ્રહ કર્યો છે.



જુદા જુદા સિક્કાઓનો સંગ્રહ કર્યો છે

જુના સિક્કામાં ચામડાના સિક્કા, માટીના સિક્કા,સોના સિક્કા,ચાંદીના સિક્કા, તાંબાના સિક્કા, પિત્તળના સિક્કા,જસદ,એલ્યુનીનીય,સ્ટીલના સિક્કા તેવા અસંખ્ય સિક્કાનો સંગ્રહ કર્યો છે.



તેમજ અનેક કન્ટ્રીઓની કરન્સી, કોઇન્સ, ટીકીટ ટપાલ તેમની પાસે છે. આ સંગ્રહ લોકો દુર દુરથી જોવા માટે આવે છે. તેમજ શાળામાં પ્રદર્શન રાખવામાં આવે છે.



ભાઇ, પત્ની, મિત્ર અને પુત્ર મદદ કરે

પરેશભાઈ પંચાલે જણાવ્યું હતું કે, મને નાનપણથી જ પ્રાચીન વસ્તુઓ સંગ્રહ કરવાનો શોખ છે. જેમાં મેં અત્યાર સુધીમાં અસંખ્ય પ્રાચીન ટપાલ,ટિકિટ મુદ્રિકાઓ, ચલણી નોટો, સિક્કાનો સંગ્રહ કર્યો છે.



આ તમામ જૂની ચીજ વસ્તુઓ સંગ્રહ કરવા માટે તેમના મોટાભાઈ રાજુભાઈ પંચાલ, તેમના મિત્ર સ્વ.ભરતભાઈ કોઠારી અને તેમના પત્ની ક્રિષ્નાબેન પંચાલ અને તેમનો પુત્ર આકાશ પંચાલ ખૂબ સપોર્ટ કરે છે.
First published:

Tags: Banaskanatha, Coin Collection, History, Local 18, Tickets

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો