Home /News /banaskantha /

બનાસકાંઠા: પાલનપુરમાં અરેરાટી જન્માવતી ઘટના, બે યુવક કોમ્પ્લેક્ષના ત્રીજા માળેથી પટકાયા, બનાવ સીસીટીવીમાં કેદ

બનાસકાંઠા: પાલનપુરમાં અરેરાટી જન્માવતી ઘટના, બે યુવક કોમ્પ્લેક્ષના ત્રીજા માળેથી પટકાયા, બનાવ સીસીટીવીમાં કેદ

મજાક મજાકમાં બે યુવાન નીચે પટકાયા

Palanpur Live CCTV Footage: આ સમગ્ર બનાવ સીસીટીવીમાં કેદ થયો છે. મળતી માહિતી પ્રમાણે પાલનપુર શહેરના નેશનલ હાઇવે પર આવેલા એક ખાનગી કોમ્પ્લેક્સના ત્રીજા માળેથી બે યુવાન નીચે પટકાયા હતા.

  પાલનપુર: ક્યારેય મજાક મજાકમાં જીવ જતો રહે છે. આવો જ એક બનાવ બનાસકાંઠા જિલ્લાના પાલનપુર (Palanpur)માં બન્યો છે. અહીં એક કોમ્પ્લેક્સના ત્રીજા માળેથી પટકાતા એક યુવાનનું મોત થયું છે, જ્યારે બીજાને ગંભીર ઈજા પહોંચી છે. આ મામલે પાલનપુર પશ્ચિમ પોલીસે (Palanpur police) તપાસ શરૂ કરી છે. હકીકતમાં બંને યુવક કોમ્પ્લેક્સની રેલિંગ પર મજાક કરી રહ્યા હતા. આ દરમિયાન બંને યુવક નીચે પટકાયા હતા. આ બનાવ ત્યાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ (Palanpur Live CCTV footage) થઈ ગયો છે.

  બનાવ સીસીટીવીમાં કેદ


  આ સમગ્ર બનાવ સીસીટીવીમાં કેદ થયો છે. મળતી માહિતી પ્રમાણે પાલનપુર શહેરના નેશનલ હાઇવે પર આવેલા એક ખાનગી કોમ્પ્લેક્સના ત્રીજા માળેથી બે યુવાન નીચે પટકાયા હતા. એક યુવાન કોમ્પલેક્સની રેલિંગ પર બેઠો હતો ત્યારે બીજો યુવાન તેની મસ્તી કરવા ગયો હતો. આ દરમિયાન સમતોલન બગડતા બંને યુવાન નીચે પટકાયા હતા. નીચે પટકાતા એક યુવાનનું ઘટનાસ્થળે જ મોત થયું હતું, જ્યારે બીજા યુવાનને સારવાર માટે ખસેડવામાં આવ્યો છે.

  સીસીટીવી ફૂટેજમાં શું દેખાઈ રહ્યું છે?


  સીસીટીવીમાં દેખાઈ રહેલા સમય પ્રમાણે આ બનાવ 17મી જુલાઈના રોજ સાંજે પાંચ વાગ્યે બન્યો હતો. સીસીટીવી ફૂટેજમાં જોઈ શકાય છે કે ચાર જેટલા યુવાનો આવે છે. જેમાંથી સફેદ શર્ટ પહેરેલો વ્યક્તિ કોમ્પ્લેક્સની રેલિંગ પર બેસે છે. યુવાને તેની બાજુ ઊભેલા યુવાન સાથે વાતચીત કરે છે. આ દરમિયાન લાલ શર્ટ પહેરીને ઊભેલો વ્યક્તિ રેલિંગ પર બેઠેલા યુવાનને કમરના ભાગેથી ઝકડે છે. જોકે, આ દરમિયાન સફેદ શર્ટ પહેરેલા વ્યક્તિનું બેલેન્સ બગડે છે અને તે નીચેની તરફ ઢળે છે. બીજુ તરફ બીજો યુવાન પણ બેલેન્સ ન રહેતા નીચે પટકાય છે.

  ગુજરાતના અન્ય અપડેટ્સ:


  વડોદરા: યુવતીના બે આશિક વચ્ચે થઇ તકરાર


  શહેરની (Vadodara) પ્રખ્યાત મહારાજા યુનિવર્સિટીમાં (M.S University) ફિલ્મી દ્રશ્યો સર્જાયા હતા. યુવાને ખુલ્લી તલવાર સાથે પોલિટેક્નિક કેમ્પસમાં પ્રવેશવાનો પ્રયાસ કર્યો હતો. આ ઘટનાને પગલે કેમ્પસમાં અરેરાટી ભર્યો માહોલ છવાયો હતો. જોકે, યુનિવર્સિટીની વિજીલન્સ ટીમ અને ફતેગંજ પોલીસની સમય સુચકતાને કારણે, ઉશ્કેરાયેલ યુવાન દેવ સુરેશભાઇ રોય પરમારને કમાટીબાગ પાસેથી તલવાર અને બેટ સાથે દબોચી લેવાયો હતો. આ ઘટનામાં પ્રેમ પ્રકરણ જવાબદાર હોવાનું પણ સામે આવ્યું છે. એક યુવતીના બે આશિકો વચ્ચે બબાલ થતા આ મામલો અહીં સુધી પહોંચ્યાનું પણ ચર્ચાઇ રહ્યું છે. (વાંચો સંપૂર્ણ અહેવાલ...)


  રાજકોટ: કારખાનેથી પરત ફરતા પાર્થ આહિરે અકસ્માતમાં ગુમાવ્યો જીવ


  શહેરમાં રક્ષાબંધન પૂર્વે જ એક બહેને પોતાનો ભાઈ ગુમાવવાનો વારો આવ્યો છે. રક્ષાબંધન (Raksha Bandhan)ના દિવસે બહેન પોતાના ભાઈની રક્ષા માટે રાખડી બાંધે તે પૂર્વે જ વ્હાલસોયા ભાઈને ગુમાવવાનો વારો આવ્યો છે. રાજકોટમાં એક કાર ડિવાઇડર કૂદી સામે આવતા ટ્રક સાથે અથડાતા (Road accident) કારખાનેદાર પાર્થ આહિર (Parth Ahir)નું મૃત્યુ નીપજ્યું હોવાનું સામે આવ્યું છે. (વાંચો સંપૂર્ણ અહેવાલ...)

  રાજકોટ: પતિની નજર સામે જ પત્નીનું મોત


  રાજકોટ શહેર (Rajkot City)માં એક ચોંકાવનારો અજીબોગરીબ કિસ્સો સામે આવ્યો છે. ભવોભવના ભરથારની સામે જ તેની પત્નીએ દમ તોડ્યા હોવાની ઘટના સામે આવી છે. કોઠારીયા સોલવન્ટ પાસે રીક્ષા પલટી (Rajkot Accident) મારી જતા પતિની જ નજર સમક્ષ પત્નીનું મોત (Accident) નિપજ્યું હોવાની ઘટના સામે આવી છે. ત્યારે સાત સંતાનોએ માતાની છત્રછાયા ગુમાવવાનો વારો આવ્યો છે. (વાંચો સંપૂર્ણ અહેવાલ...)
  Published by:Vinod Zankhaliya
  First published:

  Tags: Banaskantha, Palanpur, ગુનો, પોલીસ

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन