Home /News /banaskantha /બનાસકાંઠા: પતિએ ભાડુતી હત્યારાને બોલાવી કરી નાખી પત્નીની હત્યા, પાંચ લોકોની અટકાયત

બનાસકાંઠા: પતિએ ભાડુતી હત્યારાને બોલાવી કરી નાખી પત્નીની હત્યા, પાંચ લોકોની અટકાયત

પોલીસે પતિ સહિતના લોકોની ધરપકડ કરી.

Palanpur News: પાલનપુર તાલુકાના ઉત્તમપુરા (મલાણા) ગામે પતિ તેમજ સાસુએ ભેગા મળી ભાગીયાઓની મદદથી ત્રણ સંતાનની જનેતાને ગળેટૂંપો આપી મોતને ઘાટ ઉતારી દીધી હતી. હત્યા બાદ આ બનાવને આત્મહત્યામાં ખપાવવાનો પ્રયાસ કર્યો હતો.

    કિશોર તુવર, બનાસકાંઠા: પાલનપુર તાલુકાના ઉત્તમપુરા (મલાણા) ગામે પતિએ ભાડુતી હત્યારા બોલાવી પત્નીને મોતને ઘાટ ઉતારી દીધાનો બનાવ બન્ય છે. ઉત્તમપુરા (મલાણા)મા ત્રણ સંતાનની જનેતાને ટૂંપો આપી હત્યા કરાતા ત્રણ બાળકો નોધારા બની ગયા છે. મૃતકના પતિ અને સાસુએ ભાગીયાઓની મદદથી મહિલાનું ઢીમ ઢાળી દેતા પોલીસે હત્યાનો ગુનો દાખલ કરી ચાર આરોપીઓની અટકાયત કરી તપાસ હાથ ધરી છે.

    મળતી માહિતી પ્રમાણે પાલનપુર તાલુકાના ઉત્તમપુરા (મલાણા) ગામે પતિ તેમજ સાસુએ ભેગા મળી ભાગીયાઓની મદદથી ત્રણ સંતાનની જનેતાને ગળેટૂંપો આપી મોતને ઘાટ ઉતારી દીધી હતી. હત્યા બાદ આ બનાવને આત્મહત્યામાં ખપાવવાનો પ્રયાસ કર્યો હતો. આ મામલે મૃતકના ભાઈએ તેના બનેવી, મૃતકની સાસુ અને ત્રણ ભાગીયા સહીત પાંચ વ્યક્તિ સામે પાલનપુર તાલુકા પોલીસ મથકે હત્યાનો ગુનો દાખલ કરાવતા પોલીસે ચાર આરોપીને ઝડપી પાડ્યા છે. પોલીસે મૃતક મહિલાના પતિ અને તેના હત્યારાના રિમાન્ડ મેળવી અને કયા કારણોસર હત્યા કરાવી છે તેની તપાસ હાથ ધરી છે.

    આ પણ વાંચો: નવરાત્રીમાં કઈ કઈ તારીખે પડી શકે છે વરસાદ? જાણો અંબાલાલ પટેલનું અનુમાન

    પાલનપુર તાલુકાના મલાણા ગામના દેવજીભાઈ નરસુંગભાઈ ચૌધરીની બહેન ગીતાબેનના લગ્ન ઉત્તમપુરા (મલાણા)ના ગામના માનજીભાઈ ભીખાભાઇ ફોફ સાથે થયા હતા. પરિણીતાને ત્રણ સંતાન હતા, પરંતુ મનજીભાઈ પોતાની પત્નીને યેનકેન પ્રકારે શારીરિક અને માનસિક ત્રાસ ગુજરાતા હતા. દરમિયાન ગત. તા.22 ઓગષ્ટના રોજ ગીતાબેન ફોફને તેમના પતિ મનજીભાઈ ભીખાભાઇ ફોફ અને સાસુ સંતોકબેન ભીખાભાઇ ફોફે તેમના ભાગીયા છોટારામ કાળુજી ડાભી, ભીમાભાઈ પૂનાભાઈ પરમાર અને વિશનારામ પરમારની મદદથી ગળેટૂંપો આપી મોત નીપજાવ્યું હતું.

    આ પણ વાંચો: બીજેપી મહિલા નેતાએ નોકરી પર ગુજાર્યો અમાનુષી અત્યાચાર

    આ મામલે મૃતક ગીતાબેનના ભાઈ દેવજીભાઈ ચૌધરીએ પાલનપુર તાલુકા પોલીસ મથકે પોતાની બહેનને ગળેટૂંપો આપી હત્યા કરાઈ હોવાની પોતાના બનેવી સહિત પાંચ વ્યક્તિ સામે ગુનો દાખલ કરાવ્યો હતો. મૃતકના શરીર પર ઇજાના નિશાનથી હત્યા કરાઈ હોવાનું માલૂમ પડ્યું હતું. ઉત્તમપુરા મલાણાની ગીતાબેનનું ટૂંપો આપવાથી મોત થતા તેના પતિએ બનાવ અંગે તેમના સાસરીપક્ષમાં જાણ કરતા તેમના સાળા દોડી આવ્યા હતા અને મૃતકના ગળા તેમજ શરીરના ભાગે ઇજાના નિશાન જણાઈ આવતા મૃતકની હત્યા કરાઈ હોવાનું લાગતા ફરિયાદ દાખલ કરી હતી.
    " isDesktop="true" id="1244577" >

    આ લોકોની અટકાયત કરવામાં આવી


    1) મનજીભાઈ ભીખાભાઇ ફોફ (પતિ)
    2) સંતોકબેન ભીખાભાઇ ફોફ (સાસુ)
    3) છોટારામ કાળુજી ડાભી
    4) ભીમાભાઈ પૂનાભાઈ પરમાર
    5) વિશનારામ પરમાર
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: Husband, Wife, ગુનો, પોલીસ

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन