Home /News /banaskantha /Video: કીર્તિદાનનો ડાયરો બન્યો ઐતિહાસિક, રુપિયાની સાથે સોના-ચાંદીના સિક્કાઓનો પણ થયો વરસાદ

Video: કીર્તિદાનનો ડાયરો બન્યો ઐતિહાસિક, રુપિયાની સાથે સોના-ચાંદીના સિક્કાઓનો પણ થયો વરસાદ

હાલ આ ડાયરાનો વીડિયો પણ ચર્ચાનું કેન્દ્ર બન્યો છે.

ડાયરામાં રૂપિયાનો વરસાદ તો સામાન્ય થઇ ગયો છે પરંતુ આ વખતે રુપિયાની સાથે સોના-ચાંદીના સિક્કાઓનો પણ વરસાદ થઇ રહ્યો હતો.

બનાસકાંઠા: પાલનપુરમાં કીર્તિદાન ગઢવીનો ડાયરો ઐતિહાસિક બની ગયો હતો. શહેરના જલારામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સ્વમાં લોકગાયક કિર્તીદાન ગઢવીનો ડાયરો યોજાયો હતો. જેમાં આ વખતે ન માત્ર રુપિયા પરંતુ સાથે સોના અને ચાંદીના સિક્કાઓનો પણ ઐતિહાસિક વરસાદ થયો હતો. જેને પણ આ દ્રશ્ય જોયું છે તે ભૂલી નથી શકતા. હાલ આ ડાયરાનો વીડિયો પણ ચર્ચાનું કેન્દ્ર બન્યો છે.

બનાસકાંઠા જિલ્લાના પાલનપુરમાં ત્રણ દિવસ માટે જલારામબાપા મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો હતો. જેમાં બુધવારે રાત્રે લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ લોકડાયરામાં કીર્તિદાન ગઢવી, હાસ્યકલાકાર જગદીશ ત્રિવેદી, સાહિત્યકાર બ્રિજરાજદાન ગઢવી, લોકગાયિકા ઉર્વશી રાદડિયા અને સાહિત્યકાર ચતુરદાન ગઢવીએ જમાવટ કરી હતી. ડાયરામાં રૂપિયાનો વરસાદ તો સામાન્ય થઇ ગયો છે પરંતુ આ વખતે રુપિયાની સાથે સોના-ચાંદીના સિક્કાઓનો પણ વરસાદ થઇ રહ્યો હતો. જે જોઇને કિર્તિદાન ગઢવીએ પણ બોલી ઉઠ્યા હતા કે, આ સોના-ચાંદીના સિક્કાઓનો વરસાદ ઐતિહાસિક છે.

આ પણ વાંચો: રામનવમીએ કરો સુરતના અદભૂત 'રામનામ મંદિર'ના દર્શન

નોંધનીય છે કે, લોકડાયરામાં કીર્તિદાન ગઢવી પર જલારામ માનવ સેવા ટ્રસ્ટ તથા સમસ્ત રઘુવંશી પરિવાર તરફથી લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રૂ.10, 20, 50, 100 સહિતની નોટોનો વરસાદ કરવામાં આવ્યો હતો. આ તમામ રકમ મળીને કુલ 1 કરોડ રૂપિયા ડાયરામાં આવ્યા હતા.


આની સાથે કિર્તીદાન ગઢવી પર ચાંદી અને સોનાના સિક્કાનો પણ વરસાદ કરવામાં આવ્યો હતો. આવું કદાચ ઈતિહાસમાં પહેલીવાર હશે.


જ્યારે લોકડાયરામાં કોઈએ આ રીતે સોના-ચાંદીના સિક્કાનો વરસાદ કર્યો છે. જેના વીડિયો હાલ સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી રહ્યા છે.
First published:

Tags: Banaskantha News, Gujarat News, Viral videos