Home /News /banaskantha /યુનિફોર્મ સિવિલ કોડ તમે લાગુ ન કરી શકો, તે સુપ્રીમ કોર્ટનો અધિકાર છે : ઓવૈસીનો વિરોધ
યુનિફોર્મ સિવિલ કોડ તમે લાગુ ન કરી શકો, તે સુપ્રીમ કોર્ટનો અધિકાર છે : ઓવૈસીનો વિરોધ
ગુજરાતમાં યુનિફોર્મ સિવિલ કોડ લાગુ થવા અંગે ઓવૈસીનો વિરોધ
વડગામના છાપીમાં AIMIMના અધ્યક્ષ અસદુદ્દીન ઓવૈસીએ ચૂંટણીલક્ષી જાહેરસભાને સંબોધી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી,ભાજપ સરકાર અને કોંગ્રેસ ઉપર આકરા પ્રહાર કર્યા હતા. તેમણે સિવિલ યુનિફોર્મ કોર્ટનો વિરોધ કરીને આવનારી વિધાનસભાની ચૂંટણીમાં AIMIMના ઉમેદવારને વોટ આપી જીતાડવાની અપીલ કરી હતી.
કિશોર તુવર, બનાસકાંઠા : વિધાનસભાની ચૂંટણીઓ નજીક આવતા જ અનેક પક્ષના મોટા નેતાઓ ચૂંટણીલક્ષી સભાઓ કરીને પ્રચાર કરવા લાગી ગયા છે ત્યારે બનાસકાંઠાના વડગામ વિધાનસભાના છાપીમાં AIMIMના અધ્યક્ષ અસદુદ્દીન ઓવૈસીએ જાહેરસભાને સંબોધીને જીગ્નેશ મેવાણીના ગઢમાં ગાબડું પડવાની શરૂઆત કરી હતી. જાહેર સભાને સંબોધતા ઓવૈસીએ ભાજપ, કોંગ્રેસ અને પ્રધાનમંત્રી પર આકરા પ્રહારો કર્યા હતા.
જાહેરમંચ ઉપરથી ઓવૈસીએ કહ્યું હતું કે, હું તમને ગુજારીશ કરવા આવ્યો છું કે તમારા વોટનો યોગ્ય ઉપયોગ કરો. ગુજરાતની હાલતથી મારા કરતાં તમે વધારે વાકેફ છો. હાલત ખરાબ છે. જો આપણે હાલતથી સમાધાન કરી લઇશું તો હાલત વધારે ખરાબ થશે. આપણે આપણા વોટનો યોગ્ય ઉપયોગ કરીશું તો આપણે હાલત બદલી દઈશું. આપણો ઉમેદવાર દલિત મુસ્લિમ કે કોઈપણ હોય પણ આપણને સમજી શકે તેવો હોઈએ અને જે જીત્યા બાદ આપણને દગો ન આપે અને આપણાં ભરોસો કાયમ રાખે. હું તમને અપીલ કરું છું કે તમે મારી ઝોળીમાં તમારો મત આપી દો. હું કોઈ પૈસા કે દોલત લેવા માટે નથી આવ્યો ફક્ત તમારો ભરોસો જોઈએ. મારી વાતથી અનેક લોકો નરાજ થશે પણ હું તમને સચ્ચાઇથી વાકેફ કરી રહ્યો છું.
ગુજરાતમાં ભાજપની સરકાર બની છે તેના માટે કોંગ્રેસ જવાબદાર : ઓવૈસી
ઓવૈસીએ કોંગ્રેસને પણ આડે હાથ લેતા કહ્યું કે, 27 વર્ષથી ગુજરાતમાં ભાજપની સરકાર બની છે તેના માટે કોંગ્રેસ જવાબદાર છે. તમે જેનો ભરોસો કરીને વોટ આપ્યો તેણે જ તમને દગો આપ્યો. કોંગ્રેસની તાકાત નથી કે એ ભાજપ અને અન્ય તાકાતોને રોકી શકે. ગુજરાતની ભાજપ સરકારે ફેંસલો લીધો છે કે, તે ગુજરાતમાં યુનિફોર્મ સિવિલ કોડ માટે નિર્ણય લેશે. હું પ્રધાનમંત્રીને અહીંથી કહું છું કે, આ સુપ્રીમ કોર્ટનો અધિકાર છે. તમે યુનિફોર્મ સિવિલ કોડ લાગુ ન કરી શકો. આજે ગુજરાતમાં યુનિફોર્મ સિવિલ કોડ માટે કમિટી બનાવવાનું કહે છે. બાબા સાહેબે કહ્યું હતું કે, કોઈ ધર્મને નથી માનતા તો એ પોતાના ધર્મના કાનૂનને માને. ભાજપ તેમના હિંદુત્વવાદી મુદ્દાઓને લઈને આગળ વધી રહી છે. ભારતનું બંધારણ સંસ્કૃતિની રક્ષા અને ભાષાની રક્ષા માટેનું છે. યુનિફોર્મ સિવિલ કોડના નામે તમે મારો અધિકાર છીનવી લેશો.
ઔવેસીએ મોદીને લીધાં આડે હાથ
2016માં એક બહેને સુપ્રીમ કોર્ટને કહ્યું કે હું મારા સાસરીમાં નથી રહેવા માંગતી. તેના પર સુપ્રીમ કોર્ટ કહ્યું કે તું તારા પતિને છૂટાછેડા આપી દે આમાં બીજેપી કઈ નહિ બોલે. જો હિન્દૂ ડીવાઇટ એકટમાં હિંદુઓને અધિકાર મળે છે તે મુસલમાનોને કેમ નથી મળતાં. ભારતમાં જે 2000-2019 સુધીમાં 99 લાખ બાળકીઓ ફિમેલ એન્ટીસાઇટમાં મારી દીધી એમાં કેટલી મુસલમાન બાળકીઓ હતી એ બતાવો. બીજેપી બદનામ કરે છે કે મુસલમાન વધુ બાળકો પેદા કરે છે. તો હું તમને જણાવી દઉં સૌથી વધારે બાળકોનો જન્મદર ઘટ્યો છે તો તે મુસલમાનનો છે. મીડિયા મોદીના ઈશારા ઉપર બતાવે છે કે આબાદી વધારવામાં અમે જવાબદાર છીએ.
અહીંથી તમે એક અપક્ષ ઉમેદવાર જીગ્નેશ મેવાણીને જીત અપાવી. જો કોંગ્રેસનો ઉમેદવાર હોત તો તમે ન જીતાડ્યો હોત. પરંતુ તે જીતી ગયા પછી કોંગ્રેસમાં જોડાઇ ગયા. તમે જેને જીતાડયો તેણે તમારા માટે શું કર્યું. અહીં હોસ્પિટલની સુવિધા નથી. ડ્રેનેજ લાઇનની સુવિધા નથી. અહીંથી અમારા ઉમેદવારને જીત અપાવો તો હું વડગામના વિકાસની જવાબદારી લઉં છું. યુનિફોર્મ સિવિલ કોડ ભાજપ લાવી રહી છે તો ગુજરાતમાં ડિસ્ટર્બ એક્ટ કેમ નથી લાગુ થતો. જે બાળકોને ખેડામાં લાવીને માર્યા તે જુલમ નથી. મુસ્લિમ બાળકોને જાહેરમાં મારીને તેમનો તમાશો કર્યો તો પોલીસ શુ કામ કરે છે? મોદીજી સબકા વિકાસ અને સબકી પિટાઇ તમારો નારો છે.
ભારતની લોકશાહીમો તમારો હક જોઈએ તો ચૂપ ન રહો : ઓવૈસી
ઓવૈસીએ વધુમાં જણાવ્યું કે, આજે ભારતની રાજનીતિમાં મુસલમાનોની કોઈ જ કિંમત નથી. મુસલમાનના વોટની કોઈ જ કિંમત નથી.એમને એમજ છે કે મુસલમાનો બીજેપી અને RSSથી ડરીને એમને વોટ આપશે. આજે બીલકિસ બાનું ઉપર કોઈ બોલતું નથી અને જ્યારે હું બોલું છું તો મને બદનામ કરવામાં આવી રહ્યો છે. ત્રિપલ તલાક અને બીલકિસ બાનું ઉપર હું બોલ્યો. ભારતની લોકશાહીમો તમારો હક જોઈએ તો ચૂપ ન રહો. ઉઠો કોહરામ મચાવી દો. આજે ભાજપ પાસે દેખાડવા માટે કોઈ મુદ્દો નથી. પેટ્રોલ ડીઝલ એટલું મોંઘું છે કે લોકો પરેશાન છે. નોકરી નથી મળતી ત્યારે દેશના પ્રધાનમંત્રી યુનિફોર્મ સિવિલ કોડની વાત કરે છે.