Home /News /banaskantha /બનાસકાંઠામાં સવારે 7થી રાત્રે 8 વાગ્યા બાદ ટ્યુશન ક્લાસિસ ચાલુ ન રાખવા આદેશ
બનાસકાંઠામાં સવારે 7થી રાત્રે 8 વાગ્યા બાદ ટ્યુશન ક્લાસિસ ચાલુ ન રાખવા આદેશ
બનાસકાંઠાના જિલ્લા કલેક્ટરે મહત્વનું જાહેરનામું બહાર પાડ્યું છે.
Banaskantha News: બનાસકાંઠાના જિલ્લા કલેક્ટરે મહત્વનું જાહેરનામું બહાર પાડ્યું છે. અપહરણ અને હત્યાના વધતા જતાં ગુના રોકવા સવારે 7 વાગ્યા પહેલા અને રાત્રે 8 વાગ્યા બાદ ટ્યુશન ક્લાસિસ ચાલુ ન રાખવા કલેકટરે આદેશ કર્યો છે.
બનાસકાંઠા: બનાસકાંઠાના જિલ્લા કલેક્ટરે મહત્વનું જાહેરનામું બહાર પાડ્યું છે. અપહરણ અને હત્યાના વધતા જતાં ગુના રોકવા સવારે 7 વાગ્યા પહેલા અને રાત્રે 8 વાગ્યા બાદ ટ્યુશન ક્લાસિસ ચાલુ ન રાખવા કલેકટરે આદેશ કર્યો છે. 10 જાન્યુઆરીથી 9 ફેબ્રુઆરી સુધી જાહેરનામાનો અમલ કરવા જિલ્લા કલેકટરે સૂચના આપી છે. જાહેરનામાનો ભંગ કરનાર ટ્યુશન સંચાલક સામે ગુનો નોંધાશે. વિદ્યાર્થિનીઓની એકલતાનો લાભ લઈ અપહરણ તેમજ હત્યા જેવા ગુના રોકવા પ્રયાસ કરાયો છે. આ સાથે જ નજર કરીએ ગુજરાતના કેટલાક મહત્વના સમાચાર પર...
અત્યાર સુધીમાં 807 કોલ 108ને આવ્યા
ઉત્તરાયણના તહેવાર પર અનેક દુર્ઘટનાઓ સામે આવતી હોય છે. ખાસ કરીને ગળામાં દોરી આવી જતાં અકસ્માત સર્જાયો હોવાની સાથે ધાબા પરથી પડી જવાની પણ ઘટનાઓ બનતી હોય છે. આવામાં ઉત્તરાયણ પર 108ને આવતા ઈમરજન્સી કોલમાં વધારો થયો છે. ઉત્તરાયણ પર 108ને આવતા કોલ વધ્યા છે. ગત વર્ષની સરખામણીએ કેસ વધ્યા છે. ગત વર્ષ કરતાં 109 ઈમરજન્સી કેસ વધ્યા છે. અત્યાર સુધીમાં 807 કોલ 108ને આવ્યા છે.
ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા ઉત્તરાયણના પાવન પર્વ સુર્યનારાયણને વંદન કર્યા છે. નવસારીમાં 100 યોગાર્થીઓએ ફૂલગુલાબી ઠંડીમાં 51 સૂર્ય નમસ્કાર કરી સુર્યનારાયણને વંદન કર્યા છે. લુન્સીકુઈ મેદાનમાં ઉગતા સૂર્યની સામે સૂર્ય મંત્રોચ્ચાર સાથે યોગાર્થીઓએ કડકડતી ઠંડીમાં ઉત્સાહ સાથે સૂર્ય નમસ્કાર કર્યા હતા. નવસારી સબજેલના કેદીઓ પણ સૂર્ય નમસ્કાર કર્યા હતા.
સુરતમાં 70થી વધુ ઓવર બ્રિજ બે દિવસ માટે રહેશે બંધ
આજે રાજ્યમાં ભારે ઉત્સાહ સાથે ઉત્તરાયણની ઉજવણી કરવામાં આવી રહી છે. સાથે જ તંત્ર દ્વારા લોકોને સાવચેતી સાથે સેફ ઉત્તરાયણ મનાવવાની અપીલ કરવામાં આવી રહી છે. આવામાં સુરત શહેરમાં લોકોની સલામતીને લઇને એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. સુરતમાં 70થી વધુ ઓવર બ્રિજ બે દિવસ માટે બંધ રહેશે. ઉત્તરાયણને લઈને જાનહાનિ ન થાય તે માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. સવારે 8થી રાત્રે 8 વાગ્યા સુધી બ્રિજ બંધ રહેશે. આ સાથે જ બ્રિજના છેડે પોલીસ અને ટીઆરબી જવાનો તૈનાત કરાયા છે.