Home /News /banaskantha /બનાસકાંઠાઃ દાંતીવાડા પાસે બાઈક અકસ્માત, દિવાળીએ એક ઝાટકે આખો ઠાકોર પરિવાર ખતમ, મહિલા ફંગોળાઈને 50 ફૂટ દૂર ઝાડી પડી

બનાસકાંઠાઃ દાંતીવાડા પાસે બાઈક અકસ્માત, દિવાળીએ એક ઝાટકે આખો ઠાકોર પરિવાર ખતમ, મહિલા ફંગોળાઈને 50 ફૂટ દૂર ઝાડી પડી

દાંતીવાડા અકસ્માતની તસવીર

banasakantha accident news:ઇકો કારની અડફેટે આવી (eco car hit bike) જતા બાઈક સવાર દંપતી (family death) સહિત માસૂમ બાળકનું પણ ઘટનાસ્થળે કરુણ મોત થયું હતું.

    આનંદ જયસ્વાલ, બનાસકાંઠા: બનાસકાંઠામાં (banasknatha) આજે દિવાળીના (diwali) દિવસે જ દાંતીવાડા પાસે ગોઝારી ઘટના બની હતી. ઇકો કારની અડફેટે આવી (eco car hit bike) જતા બાઈક સવાર દંપતી (family death) સહિત માસૂમ બાળકનું પણ ઘટનાસ્થળે કરુણ મોત થયું હતું. બનાવને પગલે દાંતીવાડા પોલીસ ઘટનાસ્થળે (dantivada police) પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

    દાંતીવાડા તાલુકાના શેરગઢ ગામે રહેતા શ્રવણભાઈ ઠાકોર તેમની પત્ની અને બાળકો સાથે બાઈક લઈને પસાર થઈ રહ્યા હતા તે સમયે સામેથી પુરપાટ ઝડપે આવી રહેલ ઇકો કારના ચાલકે બાઈકને ધડાકાભેર અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માત એટલો ભયંકર હતો કે બાઈક સવાર મહિલા 50 ફૂટ દૂર ઝાડીમાં ફંગોળાઈ ગઈ હતી.

    આ ગોઝારા અકસ્માતમાં બાઈક સવાર દંપતી સહિત માસૂમ બાળક ને પણ ગંભીર ઈજા પહોંચતા ત્રણેય નું ઘટના સ્થળે કરૂણ મોત નિપજયુ હતુ. બનાવને પગલે આજુબાજુના લોકો તાત્કાલીક દોડી આવી જાણ કરતા દાંતીવાડા પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી.

    આ પણ વાંચોઃ-માતાની ક્રૂરતાનો live vieo! બંને હાથેથી પુત્રને બેરહેમીથી મારવા લાગી, પતિએ પત્નીની કરતૂતનો બનાવ્યો video

    ત્રણેય મૃતકોની લાશને પી.એમ અર્થે સરકારી હોસ્પિટલ ખાતે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. દિવાળીના દિવસે જ દંપતી સહિત માસૂમ બાળકનું મોત ઠાકોર પરિવારમાં માતમ છવાયો હતો. કમનસીબ મૃતકો ના નામ, 1- શ્રવણભાઈ ધર્માજી ઠાકોર( પતિ)2-શિલ્પાબેન શ્રવણભાઈ ઠાકોર( પત્ની )3- 4 મહિનાનું બાળક.

    આ પણ વાંચોઃ-રાજકોટઃ લુખ્ખાઓના આતંકનો live video,કાર બાદ ચાલુ એક્ટીવાએ સળગતા ફટાકડા રોડ પર ફેંક્યા

    ઉલ્લેખનીય છેકે બનાસકાંઠાના પાલનપુર પાસે પણ દિવાળીની આગલી રાત્રે અકસ્માત સર્જાયો હતો. અહીં અમીરગઢ તાલુકાના ઇકબાલગઢ પાસે નેશનલ હાઇવે પર કાળી ચૌદસની મોડી રાત્રે હિટ એન્ડ રનની ઘટના બની હતી. બાઈક સવાર બે યુવકો નેશનલ હાઇવે પરથી પસાર થઇ રહ્યા હતા તે સમયે પુરપાટ ઝડપે આવી રહેલ અજાણ્યા વાહન ચાલકે બાઇકને પાછળથી ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો.

    આ પણ વાંચોઃ-માતા-પિતા સાવધાન! સુરતઃ ત્રણ વર્ષનું બાળક પોપ અપ ફટાકડા ખાઈ ગયું, ભારે ઝાડા-ઉલટી થતાં મોત 

    અકસ્માતમાં બાઈક ચાલક યુવક રોડ પર પટકાતા અને ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતાં તેનું ઘટના સ્થળે કરૂણ મોત નિપજ્યું હતું, જ્યારે અન્ય એક ઇજા પહોંચી હતી બનાવને પગલે આજુબાજુના લોકો, 108 એમ્બ્યુલન્સ વાન અને પોલીસ ઘટના સ્થળે પહોંચ્યા હતા.

    આ પણ વાંચોઃ-સુરતઃ હૃદયદ્વાવક ઘટના! ચાલુ બાઈકે બેગ નીચે પડી, બેગ લેવા જતા પત્નીનું કારની અરફેટથી મોત, દંપતી ખંડીત

    અને ઈજાગ્રસ્ત યુવકને સારવાર અર્થે ખસેડયો હતો જ્યારે મૃતકની લાશને પીએમ અર્થે સરકારી હોસ્પિટલમાં ખસેડી હતી. તેમજ પોલીસે અકસ્માત બાદ ફરાર વાહનચાલક ની શોધખોળ હાથ ધરી હતી. દિવાળીના તહેવાર પહેલા જ યુવકનું બાઈક અકસ્માતમાં મોત નીપજતા પરિવારે કુળદીપક ગુમાવ્યો હતો. જેના પગલે પરિવારમાં દિવાળીની ખુશી માતમમાં ફેરવાઈ હતી. અને પરિવારમાં ભારે આક્રંદ છવાયો હતો.
    Published by:ankit patel
    First published:

    Tags: Banaskantha News, Bike accident, Gujarati News News

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો વધુ વાંચો