Nilesh Rana, Banaskantha: બનાસકાંઠાના જિલ્લાના પાલનપુરમાં આવેલી એસેન્ટ સ્કૂલમાં ધોરણ પાંચમાં અભ્યાસ કરતા ઓમ ગીતેશકુમાર જોશીએ આણંદ ખાતે યોજાયેલ નેશનલ કરાટે ટુર્નામેન્ટ 2022માં સારું પ્રદર્શન કર્યું હતું અને એક સાથે બે ગોલ્ડ મેડલ મેળવી તેના પરિવારનું અને બનાસકાંઠા જિલ્લાનું નામ રોશન કર્યું છે.
ઓમની ઉંમર માત્ર 10 વર્ષ છે
બનાસકાંઠાના જુના ડીસાના મૂળ વતની ઓમ ગિતેશકુમાર જોશી હાલ પાલનપુર ખાતે રહે છે અને પાલનપુરની એસન્ટ સ્કૂલમાં ધોરણ પાંચમાં અભ્યાસ કરે છે.
આ ઓમની ઉંમર માત્ર 10 વર્ષ છે. ઓમ જોશીને છેલ્લા બે વર્ષથી શૈલેષભાઈ જોશી દ્વારા સારું કરાટે કોચિંગ આપવામાં આવ્યું હતું. જેથી ઓમ જોશી સારી રીતે કરાટાના સ્ટેપ સિખી આણંદ ખાતે યોજાયેલ નેશનલ કરાટે ટુર્નામેન્ટ 2022માં તેને ભાગ લીધો હતો.જેમાં દેશના તમામ રમતવીરોએ ભાગ લીધો હતો.
બે ગોલ્ડ મેડલ જીત્યા
ઓમ જોષીએ નેશનલ કરાટે ટુર્નામેન્ટમાં સ્પર્ધામાં સારું પર્ફોર્મન્સ બતાવી એક સાથે બે ગોલ્ડ મેડલ મેળવી તેના પરિવારનું અને સમગ્ર જિલ્લાનું નામ રોશન કર્યું હતું.
અને આગામી સમયમાં રમતવીર ઇન્ટરનેશનલ કક્ષાએ રમી જિલ્લા સહિત સમગ્ર દેશનું નામ રોશન કરે તેવી પરિવારે શુભેચ્છાઓ પાઠવી હતી.