બનાસકાંઠાના ડીસા માર્કેટ યાર્ડમાં ઘઉંના નવા પાકની આવક શરૂ થઈ છે.ખેડૂતોને પ્રતિ 20 કિલોના 500થી 700 રૂપિયાના પોષણક્ષમ ભાવ મળી રહ્યા છે. ઘઉંના પાકમાં પોષણક્ષમ ભાવ મળતા ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે.
Nilesh Rana, Banaskantha: બનાસકાંઠા જિલ્લામાં શિયાળાના સમયમાં અનેક વિસ્તારોમાં ઘઉંનું મોટા પ્રમાણમાં વાવેતર કરવામાં આવ્યું હતું. ખેડૂતો નવા ઘઉંના પાકને માર્કેટ યાર્ડમાં વેચાણ કરવા માટે આવી રહ્યા છે. ખેડૂતોને પ્રતિ 20 કિલોના 500 થી લઈને 700 સુધીના એવરેજ સુધીનો પોષણસમ ભાવ મળતા ખેડૂતોમાં ખુશી જોવા મળી છે.
બનાસકાંઠા જિલ્લો આમતો મુખ્યત્વે ખેતીના વ્યવસાય સાથે જોડાયેલો છે. ચાલુ વર્ષે બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોએ શિયાળામાં બટાકા, જીરું, એરંડા રાજગરો, ઘઉં, તમાકુ સહિતના પાકોની વાવણી કરી હતી બનાસકાંઠા જિલ્લામાં ચાલુ વર્ષે ખેડૂતોએ અંદાજિત 75,000 હેક્ટર વિસ્તારમાં ઘઉંનું વાવેતર કર્યું હતું. અત્યારે ખેડૂતો પોતાના ખેતરમાંથી નવા ઘઉંના પાકને લઈ રહ્યા છે અને પાકને માર્કેટ યાર્ડમાં વેચવા માટે આવી રહ્યા છે.
ઘઉંમાં પ્રતિ 20 કિલોનો શું ભાવ અને કેટલી આવક જાણો
બનાસકાંઠા જિલ્લામાં શિયાળામાં મોટા પ્રમાણમાં ખેડૂતોએ ઘઉંનું વાવેતર કર્યું હતું અને અત્યારે ખેડૂતો પોતાના ખેતરમાંથી નવા ઘઉંના પાકને લઈને ડીસા માર્કેટ યાર્ડમાં આવી રહ્યા છે.
જેમાં પ્રતિ 20 કિલોના 500થી 700 રૂપિયા સુધીના એવરેજ ભાવ ખેડૂતોને મળી રહ્યા છે. તેમજ બે દિવસથી જ ડીસા માર્કેટયાર્ડમાં નવા ઘઉંના પાકની આવક શરૂ થઈ છે અને અત્યારે દરરોજની 500થી વધુની બોરીની આવક નોંધાઈ રહી છે.
પોષણસમ ભાવ મળવાથી ખેડૂતોમાં ખુશી.
બનાસકાંઠા જિલ્લામાં ખેડૂતોએ સારા ભાવની આશાએ પોતાના ખેતરમાં મોઘા દાટ બિયારણ લાવી અલગ અલગ પાકોનું વાવેતર કર્યું હતું. પરંતુ અચાનક કરા સાથે કમોસમી વરસાદના કારણે રાજગરો, રાયડો , જીરુ તમાકુ જેવા પાકને મોટું નુકસાન થવા પામ્યું હતું. પરંતુ ઘઉંમાં પણ ખેડૂતોને થોડા ઘણું નુકસાન થવા પામ્યું હતું. પરંતુ તેની સામે માર્કેટ યાર્ડમાં ખેડૂતોને ઘઉંના પોષણ સંમ ભાવ મળી રહેવાના કારણે ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે. અને આગામી સમયમાં હજુ ઘઉંના પાકમાં ભાવ વધવાની શક્યતા છે. તેવું ડીસા માર્કેટ યાર્ડના સેક્રેટરી અમૃતભાઈ જોશી એ જણાવ્યું હતું.