ડીસા માર્કેટ યાર્ડમાં જીરાના નવા પાકની આવક શરૂ થઈ ગઈ છે અને ખેડૂતોને 5700થી લઈને 5800 રૂપિયા સુધીના પ્રતિ 20 કિલોના ભાવ મળતા ખુશી જોવા મળી રહી છે. જીરાના પાકમાં ઐતિહાસિક ભાવ નોંધાતા ખેડૂતોમાં ખુશી.
Nilesh Rana, Banaskantha: બનાસકાંઠાના સરહદી પંથકમાં મોટા પ્રમાણમાં ખેડૂતો જીરાના પાકની વાવણી કરે છે ત્યારે આ ખેડૂતો પોતાના ખેતરમાંથી જીરાના પાકનું ઉત્પાદન મેળવી રહ્યા છે અને જીરાના પાકને લઈને માર્કેટયાર્ડમાં વેચાણ માટે પણ આવી રહ્યા છે જીરાના પ્રતિ 20 કિલોના ભાવ 5700 થી લઈને 5800 સુધીના ખેડૂતોને મળી રહ્યા છે. ગત વર્ષ કરતાં આ વર્ષે ઐતિહાસિક ભાવ મળતા ખેડૂતોમાં પણ ખુશી જોવા મળી રહી છે.
જીરાના પાકની ખેતી આમ તો મોટા પ્રમાણમાં રાજસ્થાનમાં વધુ થતી હોય છે. પરંતુ બનાસકાંઠા જિલ્લો એ રાજસ્થાનની સરહદને અડીને આવેલો હોવાના કારણે સરહદી પંથક ગણાતા થરાદ, વાવ,સુઈગામ,તેમજ ધાનેરા પંથકમાં પણ મોટા પ્રમાણમાં ખેડૂતો જીરાના પાકની ખેતી કરે છે.
અને ચાલુ વર્ષે મોટા પ્રમાણમાં સરહદી પંથકમાં ખેડૂતોએ જીરાના પાકની વાવણી કરી હતી. અત્યારે આ તમામ ખેડૂતો પોતાના ખેતરમાંથી જીરાના પાકનું ઉત્પાદન મેળવી રહ્યા છે. અને પોતાના પાકને લઈને માર્કેટયાર્ડમાં વેચાણ માટે પણ આવી રહ્યા છે.
ગત વર્ષે આટલો ભાવ ચાલુ વર્ષે આટલો ભાવ જાણો
બનાસકાંઠાના ડીસા માર્કેટ યાર્ડમાં ચાલુ વર્ષે ખેડૂતો નવા જીરાના પાકને લઈ વેચાણ માટે આવી રહ્યા છે. અને માર્કેટ યાર્ડમાં અત્યારે દરરોજની 100થી 150 બોરીની આવક નોંધાઈ રહી છે.અને ગત વર્ષ જીરાના પ્રતિ 20 કિલોનો એવરેજ ભાવ 2700 સુધી નોંધાયા હતા.
2500થી 3 હજાર સુધીની બોરીની આવક નોંધાઇ હતી.અને ચાલુ વર્ષે જીરાના પ્રતિ 20 કિલોના એવરેજ ભાવ 5700થી લઈને 5800 રૂપિયા સુધીના ઐતિહાસિક ભાવ નોંધાયો હતો.જેથી ખેડૂતોને પોસણક્ષમ ભાવ મળતા હોવાથી ખુશી જોવા મળી રહી છે.
અને આગામી સમયમાં જીરાના પાકની આવક માર્કેટ યાર્ડમાં વધવાની શક્યતા છે. અને ભાવ પણ વધવાની શકયતા છે.તેવું ડીસા માર્કેટયાર્ડના સેક્રેટરી અમૃતભાઈ જોષીએ જણાવ્યું હતું.