Home /News /banaskantha /Banaskantha: આસેડા ગામના મુસ્લિમ પરિવારો નવરાત્રિ શરૂ થતા કેમ થઈ જાય છે ખુશ; જાણો શુું છે કારણ

Banaskantha: આસેડા ગામના મુસ્લિમ પરિવારો નવરાત્રિ શરૂ થતા કેમ થઈ જાય છે ખુશ; જાણો શુું છે કારણ

આ મુસ્લિમ પરિવાર શ્રદ્ધા સાથે માતાજીના ગરબા તૈયાર કરી અલગ રંગોથી શણગારે છે. 

હિન્દુઓનો આ તહેવાર મુસ્લિમ પરિવારમાં લાવે છે ખુશી.આ ગામમાં વર્ષોથી મુસ્લિમ પરિવાર હિન્દુઓના પવિત્ર ગણાતા નવરાત્રીના તહેવારમાં માતાજીના ગરબા બનાવી કોમી એકતાનું ઉદાહરણ પૂરું પાડે છે.

    Nilesh Rana, Banaskantha: ભારત દેશ વિવિધતામાં એકતા ધરાવતો દેશ છે.એટલે ભારતમાં જ સહુથી વધુ ધર્મના લોકો વસવાટ કરે છે. અને એકબીજાની સંસ્કૃતિ સાથે મળીને આગળ વધારતા હોય છે.ત્યારે હિન્દુ ધર્મમાં શક્તિ અને ભક્તિના તહેવાર તરીકે માનવામાં આવતા નવરાત્રિનો તહેવાર એક મુસ્લિમ પરિવારનું ઘર રોશન કરી રહ્યો છે.બનાસકાંઠા જિલ્લાના ડીસાના તાલુકાના આસેડા ગામના આ મુસ્લિમ પરિવાર માતાજીના ગરબા બનાવી એક કોમી એકતાનું ઉદાહરણ પૂરું પાડી રહ્યો છે.

    મુસ્લિમ પરિવાર શ્રદ્ધા સાથે માતાજીના ગરબા તૈયાર કરી રંગબેરંગી  રંગોથી શણગારે છે.

    મે મુસ્લિમ હું તું હિન્દુ હે.હે હમ દોનો ઇન્સાન..લા મે તેરી ગીતા પઢ લૂ તું પઢ લે કુરાન.! આ શાયરી આમ તો ઉર્દુમાં લખેલી છે. પરંતુ ગુજરાતમાં એક જગ્યા એવી છે કે જ્યાં આ ઉર્દુ શાયરીનું ઉદાહરણ નજરે પડે છે. વાત છે બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના આસેડા ગામની આ ગામમાં રહેતા મુસ્લિમ પરિવાર માટે નવરાત્રિનો તહેવાર ઘરમાં રોશની લઈને આવે છે.હિન્દુ ધર્મમાં શક્તિ, ભક્તિ અને આરાધનાના પર્વ માનવામાં આવતા નવરાત્રિના તહેવારની રાહ જોવાતી હોય છે.



    હિન્દુઓ આ તહેવારની ભક્તિ માટે રાહ જોતાં હોય છે. તો આસેડા ગામનો મુસ્લિમ પરિવાર આ તહેવારની રોજી રોટી મેળવવા માટે રાહ જોવે છે.આસેડા ગામમાં સદીયોથી વસતો આ મુસ્લિમ પરિવાર નવરાત્રિ દરમ્યાન માતાજીના ગરબા તૈયાર કરે છે. અને ત્યારબાદ આ ગરબાને સુંદર રીતે શણગારે છે.



    નવરાત્રિમાં માટીમાથી બનાવેલા ગરબાનું ખૂબ જ મહત્વ રહેલું હોય છે.તેમજ નવરાત્રિમાં ઘટસ્થાપનમાં પણ આ જ ગરબા મૂકવામાં આવે છે. લોકો ગરબા રમતી વખતે પણ આ જ ગરબાની પ્રદક્ષિણા કરતા હોય છે. ત્યારે આ મુસ્લિમ પરિવાર શ્રધ્ધા સાથે આ ગરબા તૈયાર કરે છે. અને મુસ્લિમ પરિવાર દ્વારા તૈયાર થયેલા આ ગરબા હિન્દુ પરીવાર પણ ખૂબ જ ઉત્સાહથી ખરીદતા હોય છે.

    માતાજીના ગરબા બનાવી તેમાં અલગ અલગ રંગોથી શણગારે છે

    આ મુસ્લિમ પરિવારના તમામ સભ્યો વર્ષ દરમ્યાન માતાજી માટે ગરબા બનાવે છે.અને ત્યારબાદ બાદ નવરાત્રિ નજીક આવતા તેને અલગ અલગ રંગોથી શણગારે છે. ત્યારબાદ આ પરિવાર ગરબાનું બનાસકાંઠા જિલ્લા સહિત અનેક શહેરોમાં તેમનું વેચાણ કરે છે. આ પરિવાર માટે નવરાત્રિનો તહેવાર રોજી રોટી મેળવવાનો તહેવાર છે.અને હિન્દુઓ માટે શક્તિ અને ભક્તિ અને આરાધનાનો માનવામાં આવતો નવરાત્રિનો તહેવાર મુસ્લિમ પરિવારને રોજી રોટી આપીને તેમના ઘરને રોશન કરી રહ્યો છે.



    આ મુસ્લિમ પરિવાર દ્વારા હિન્દુઓના પવિત્ર તહેવાર ગણાતા નવરાત્રીમાં માતાજીના ગરબા બનાવી હિન્દુ પરિવાર તેમના પાસેથી ખરીદે છે ત્યારે મુસ્લિમ પરિવારમાં ખુબ ખુશી જોવા મળે છે અને આ ગામમાં વસતા તમામ હિન્દુ મુસ્લિમ પરિવાર એકબીજા સાથે હળી મળીને સાથે રહે છે. અને એક કોમી એકતાનું ઉદાહરણ પૂરું પાડી રહ્યા છે.

    બે વર્ષથી મુસ્લિમ પરિવાર મુશ્કેલીમાં  મુકાયો

    યાસીમભાઈ સુમરાએ જણાવ્યું હતું કે.વર્ષો થી આ વેપાર સાથે સંકળાયેલા છીએ.આ વેપાર વારસાઈ થી ચાલતો આવ્યો.પરંતુ કોરોના કાળ દરમિયાન અમારો ધંધો પડી ભાગ્યો હતો. અને પરિવાર પણ કેવી રીતે ચલાવો તે પણ એક સવાલ ઊભો થયો હતો.અને ચાલુ વર્ષે થોડા ઘણો વેપાર કરી પરિવારનું ગુજરાન ચલાવી રહ્યા છીએ.



    તેમજ હિન્દુઓનો પવિત્ર તહેવાર ગણાતો નવરાત્રીને ગણતરીના દિવસો બાકી રહ્યા છે અને અમારા પરિવાર દ્વારા જે માતાજીના ગરબા બનાવી તેની પર અલગ અલગ રંગોથી ડિઝાઈન બનાવી હિન્દુ પરિવારમાં આપીએ છીએ અને અમારા પરિવારમાં ખુશી જોવા મળે છે.પરંતુ સરકાર દ્વારા અમારા ધંધામાં કોઈ સહાય તેમજ કોઈ પ્લેટફોર્મ ઊભું કરવા મદદ કરવામાં આવે તો ફરીથી અમારો આ ધંધો ધમધમી ઉઠે તેમ છે.
    First published:

    Tags: Banaskanatha, Navratri 2022, Navratri celebration

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन