Home /News /banaskantha /Banaskantha: લ્યો બોલો સ્વચ્છતા અભિયાન વચ્ચે નવી ભીલડી ગામના લોકો ગટરના ગંદા પાણી વચ્ચે રહેવા કેમ મજબૂર છે?

Banaskantha: લ્યો બોલો સ્વચ્છતા અભિયાન વચ્ચે નવી ભીલડી ગામના લોકો ગટરના ગંદા પાણી વચ્ચે રહેવા કેમ મજબૂર છે?

આ ગટરના ગંદા પાણીમાંથી દર્દીઓ તેમજ ડોક્ટરો પણ પસાર થઈ રહ્યા છે...

બનાસકાંઠા જિલ્લાના નવી ભીલડી ગામે છેલ્લા 20 વર્ષથી ગટરના ગંદા પાણીથી લોકો ભારે પરેશાન થતાં હવે એક નવી આશા જાગી છે..ગટરના ગંદા પાણીના નિકાલ માટે સરકાર દ્વારા ગ્રે વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ ની કામગીરી ચાલું કરાઈ છે.

    Nilesh Rana, Banaskantha: ગુજરાત સરકાર દ્વારા ગ્રામીણ વિસ્તારના વિકાસ માટે દર વર્ષે કરોડો રૂપિયાનો ખર્ચો કરવામાં આવે છે. પરંતુ બનાસકાંઠાનું નવી ભીલડી ગામ આજે પણ વિકાસના કામથી વંચિત છે. આ ગામમાં જ્યારથી મેઈન હાઇવે પર ઓવરબ્રિજ બન્યો છે.ત્યારથી આ ગામમાં ગટરના ગંદા પાણીનો કોઈજ નિકાલ નથી કરવામાં આવ્યો. નિકાલ ન કરવાથી તમામ ગટરનું ગંદુ પાણી નવી ભીલડી સામુહિક કેન્દ્ર આગળ એકઠું થાય છે.જેથી વર્ષોથી લોકો ગટરના ગંદા પાણીથી પરેશાન થઈ રહ્યા છે.અનેકવાર આ બાબતે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવા છતાં આજદિન સુધી કોઇજ ગટરના ગંદા પાણીની વ્યવસ્થા કરવામાં આવી નથી.



    બનાસકાંઠા જિલ્લાના લોકો અનેક સમસ્યાનો સામનો કરી રહ્યા છે.બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના ભીલડી ગામેં છેલ્લા 20 વર્ષ પહેલા જ્યારે ડીસાથી કંડલા ને જોડતા મેન નેશનલ હાઇવે પર હાઇવે ઓથોરીટી દ્વારા ઓવર બ્રિજ બનાવ્યો છે. ત્યારથી ભીલડી ગામ બે ભાગમાં પડી ગયું હતું.જેમાં નવી ભીલડી તેમજ જૂની ભીલડી અલગ અલગ થવાથી નવી ભીલડીમાં આજ સુધી ગટરના ગંદા પાણીના નિકાલ માટે કોઈજ વ્યવસ્થા કરવામાં આવી નથી. જેના કારણે ગટરના ગંદા પાણીથી લોકો ભારે પરેશાન થઈ રહ્યા છે.જ્યારે એક તરફ સરકાર ગ્રામીણ વિસ્તારમાં વિકાસની વાતો કરી રહી છે. તો બીજી તરફ નવી ભીલડી ગામમાં માત્ર ગટરનું ગંદુ પાણી જોવા મળી રહ્યા છે.

    હાલમાં સમગ્ર નવી ભીલડી પંથકમાં ચારે બાજુ ગંદુ પાણી જોવા મળી રહ્યું છે. ખાસ કરીને ભીલડી ગામમાંથી અનેક ગામોને જોડતો મેઈન હાઇવે જ્યારથી બન્યો છે.ત્યારથી નવી ભીલડી ખાતે માત્ર ગટરનું ગંદુ પાણી જોવા મળી રહ્યું છે. આ બાબતે સ્થાનિક લોકો દ્વારા નવી ભીલડી ગ્રામ પંચાયત અને ઉચ્ચ કક્ષાએ અનેકવાર રજૂઆતો કરવામાં આવી છે. પરંતુ આ બાબતે આજદિન સુધી આ ગટરના ગંદા પાણીના નિકાલ માટે કોઈજ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી નથી. જેના કારણે આ વિસ્તારના લોકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે.હાલ તો આ ગામના લોકો માત્ર ગટરનાં ગંદા પાણી વચ્ચે પોતાનું જીવન પસાર કરી રહ્યા છે. ત્યારે જો આગામી સમયમાં સરકાર દ્વારા ગંદા પાણીના નિકાલની કોઇ વ્યવસ્થા નહીં કરવામાં આવે તો નવી ભીલડી ગામમાં મોટો મચ્છર જન્ય રોગચાળો ફેલાવાની દહેશત જોવા મળી રહી છે.

    આ પણ વાંચો: પ્રજ્ઞાચક્ષુ યુવક સ્વહસ્તે ભરે છે રંગબેરંગી ખાટલા; આ રીતે પરિવારનું ચાલાવે છે ગુજરાન

    નવી ભીલડી ગામમાં સતત વધી રહેલા ગંદા પાણીની સ્થાનિક લોકો દ્વારા ગ્રામ પંચાયતમાં પ્રમુખને ને અનેકવાર રજૂઆતો કરવામાં આવી છે. જે બાબતે નવી ભીલડી ગ્રામ પંચાયતના પ્રમુખ દ્વારા આ બાબતે બનાસકાંઠા જિલ્લા કલેકટર બનાસકાંઠા જીલ્લા પંચાયત અને ગાંધીનગરમાં અનેકવાર ગટરના ગંદા પાણી ના નિકાલ માટે સરકારી જમીનની માંગણી કરી હતી પરંતુ છેલ્લા ઘણા વર્ષોથી આ બાબતે રજૂઆત કરવા છતાં કોઈજ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી નથી.અને જેના કારણે હાલ નવી ભીલડી ગામનું ગંદુ પાણી ભીલડીમાં આવેલ સામુહિક આરોગ્ય કેન્દ્ર આગળ એકઠું થઈ રહ્યું છે.બારે માસ ભીલડી સામુહિક આરોગ્ય કેન્દ્ર આગળ ગટરનું પાણી એકઠું થયેલ હોય છે.તેમજ ચોમાસાના સમયમાં તો બધું પાણી સામુહિક આરોગ્ય કેન્દ્રમાં ઘૂસી જાય છે.જેથી લોકો ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે.આરોગ્ય કેન્દ્ર ખાતે આવતા તમામ દર્દીઓ તેમજ સામુહિક આરોગ્ય કેન્દ્રના ડોકટરોને આ ગટરના ગંદા પાણીમાંથી પસાર થવું પડી રહ્યું છે. આ ગંદા ગટરના પાણીથી અનેક મચ્છર જન્ય રોગચાળો પણ સામે આવી રહ્યો છે.



    ડીસા તાલુકાના નવી ભીલડી માં છેલ્લા ઘણા સમયથી ગટરના પાણીનો નિકાલ માથાના દુખાવા સમાન બની ગયો હતો.કારણ કે ગ્રામ પંચાયત પાસે કોઈ પડતર જમીન ન હોવાથી તેમજ હાઇવે હાઈટ માં બનાવાથી ભીલડી સામુહિક આરોગ્ય કેન્દ્ર હાઇવેથી નીચે હોવાથી વર્ષોથી ગટરનું પાણી હાઇવે પાસે આવેલ સામૂહિક આરોગ્ય કેન્દ્રના આગળ ભરાઈ રહેતા તેની અનેકવાર રજુઆત આવી છે.જેના નિકાલ માટે જિલ્લા વિકાસ અધિકારી અને તાલુકા વિકાસ અધિકારીને રજૂઆત કરતા તાત્કાલિક નિર્ણય લઈ ગુજરાતમાં સૌપ્રથમ અને સૌથી મોટો ગ્રેવોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ રતનપુરાની ગૌચર જમીન ખાતે 20 લાખના ખર્ચે નાખવાનું કામ હાલ પૂરજોશમાં ચાલી રહ્યું છે.આ પ્લાન્ટ દ્વારા ગટરના પાણીને શુદ્ધ કરી પાણી ભૂગર્ભ માં ઉતારવામાં આવશે તેમાંથી જૈવિક ખાતરનું ઉત્પાદન કરી શકાશે પ્લાન્ટ કાર્યરત થયા બાદ નવી ભીલડી ના લોકોને ગટરના ગંદા પાણીથી છુટકારો મળે તેવી ત્યાંના લોકોમાં આશા જાગી છે
    Published by:Santosh Kanojiya
    First published:

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन