Home /News /banaskantha /Deesa: 'પાન ખાયે સૈયા હમાર'..અહીં મળે છે 150 પ્રકારના પાન, ગોલ્ડન પાન ખાવા તો દૂરદૂરથી આવે લોકો!

Deesa: 'પાન ખાયે સૈયા હમાર'..અહીં મળે છે 150 પ્રકારના પાન, ગોલ્ડન પાન ખાવા તો દૂરદૂરથી આવે લોકો!

X
પાલનપુરમાં

પાલનપુરમાં નવાબે પાન સોંપ પર સૌથી મોંઘું 1100 રૂપિયાનું ગોલ્ડન પાન.

પાલનપુરનાં લોકોનો પાન ખાવનો ગજબનો શોખ છે. અહીં આવેલી નવબે પાન શોપ પર 150 પ્રકારનાં પાન મળે છે. જેમાં રૂપિયા 15 થી લઇને 1100 રૂપિયાનાં પાન મળે છે. સૌથી મોંઘુ ગોલ્ડન પાન છે,જેની કિંમત 1100 રૂપિયા છે.

Nilesh Rana, Banaskantha: બનાસકાંઠા જિલ્લાના જિલ્લા મથક ગણાતા પાલનપુરમાં બિહારી બાગની સામે નવાબે પાન શોપ આવેલી છે.જેમાં 150 પ્રકારના અલગ અલગ વેરાયટીના પાન મળે છે.જેમાં સૌથી મોંઘું ગોલ્ડન પાન છે.આ શોપ પર દૂર દૂરથી પાનના શોખીન પાન ખાવા આવે છે.

બનાસકાંઠા જિલ્લામાં અનેક ખાણી પીણીની ચીજ વસ્તુઓ ખુબજ પ્રખ્યાત છે.ત્યારે બનાસકાંઠાના જિલ્લા મથક ગણાતા પાલનપુરમાં બિહારી બાગની સામે આવેલ શિલ્પ આર્કેટ શોપિંગમાં નવાબે પાનની શોપ આવેલી છે.





સમગ્ર જિલ્લા માં એક નવાબે શોપ પર 150 પ્રકારના અલગ વેરાયટીના પાન મળે છે. છેલ્લા 7 મહિનાથી હાર્દિકકુમાર જ્યંતીલાલ ભટ્ટ નવાબે પાનની શોપ ચલાવે છે.



આ સોંપ ના પાન પાલનપુરમાં ખુબજ પ્રખ્યાત છે.પાનના શોખીન દૂર દૂરથી પાન ખાવા આવે છે.દરોજ રાત્રીના સમયે આ શોપ પર ભારે ભીડ જોવા મળે છે.



પાની કિંમત જાણી ચોંકી જશો

પાલનપુરના બિહારી બાગની સામે આવેલ હરિયાણાની ફ્રેન્ચાઇસીસ નવાબે પાન શોપ આવેલી છે.આ નવાબે પાન શોપ પર અલગ અલગ 150 પ્રકારના અલગ અલગ વેરાયટીના પાન મળે છે.



જેમાં સાદું પાન, મીઠા પાન, ચટણી પાન, ફાયર પાન, સ્પેશિયલ ફ્લેવર,આઈસ્ક્રીમ પાન, ફેમેલી કોમ્બો પાન,લડું પાન, ગુંદી ચટણી પાન, ગુંદી ચોકલેટી ફ્લેવરના પાન સહિતના 150 પ્રકારના પાન મળે છે.જેમાં 15 રૂપિયાથી લઈ 1100 રૂપિયા સુધીના પાન મળે છે.



સૌથી મોંઘું ગોલ્ડન પાન

સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં માત્ર એક નવાબે પાન શોપ પાલનપુરમાં આવેલી છે.જેમાં 150 પ્રકારના અલગ અલગ વેરાયટીના પાન મળે છે.



જેમાં સૌથી મોંઘું પાન 1100 રૂપિયાનું ગોલ્ડન પાન છે. આ પાનમાં સોનાની વરખ લગાવામાં આવે છે.જેમાં દ્રાયફૂડહરિયાણાની ફ્રેન્ચાઇસીસની ચીજ વસ્તુઓ નાખવામાં આવે છે.



આ નવાબે પાન શોપ પર દૂર દૂરથી લોકો અલગ અલગ વેરાઈટીના પાન ખાવાના શોખીનો આવે છે. જેમાં સૌથી વધુ લોકો ચટણી પાન અને સ્પેશિયલ વેરાઈટીના અલગ અલગ પાન ખાવા લોકો દૂર દૂરથી આવે છે.



દરરોજ રાત્રીના સમયે નવાબે પાન શોપ પર પાન ખાવાના શોખીનોની ભારે ભીડ જોવા મળે છે.
First published:

Tags: Banaskanatha, Buisness, Local 18

विज्ञापन