Home /News /banaskantha /Banaskantha: ઉદેયપુર હત્યા બાદ મુસ્લિમ ફેરિયાઓ પર પ્રતિબંધ મૂક્તો વાઘાસણ ગ્રૂપ ગ્રામ પંચાયતનો લેટેરપેડ વાયરલ

Banaskantha: ઉદેયપુર હત્યા બાદ મુસ્લિમ ફેરિયાઓ પર પ્રતિબંધ મૂક્તો વાઘાસણ ગ્રૂપ ગ્રામ પંચાયતનો લેટેરપેડ વાયરલ

બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તાર થરાદના વાઘાસણ ગ્રુપ ગ્રામ પંચાયતનો એક લેટરપેડ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.

બનાસકાંઠા જિલ્લાના વાઘાસણ ગ્રૂપ ગ્રામ પંચાયતનો લેટેરપેડ વાયરલ થયો છે જેમાં ઉદયપુરમાં દરજીની હત્યા બાદ મુસ્લિમ ફેરિયાઓ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. મુસ્લિમ ફેરિયાઓ પાસેથી સામાન લેનાર લોકો પર પણ 5100નો દંડ નક્કી કરાયો છે.

    કિશોર તુવર, બનાસકાંઠા: બનાસકાંઠા (Banaskantha)જિલ્લાના વાઘાસણ (Waghasan) ગ્રૂપ ગ્રામ પંચાયતનો લેટેરપેડ હાલમાં વાયરલ (Waghasan Viral letter) થયો છે. જેમાં ઉદેયપુરમાં દરજીની હત્યા (Udaipur Murder Case) બાદ મુસ્લિમ ફેરિયાઓ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. મુસ્લિમ ફેરિયાઓ પાસેથી સામાન લેનાર લોકો પર પણ 5100નો દંડ નક્કી કરાયો છે. આ સમગ્ર મામલે થરાદ તાલુકા વિકાસ અધિકારીએ તપાસનો આદેશ આપ્યો છે.

    બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તાર થરાદના વાઘાસણ ગ્રુપ ગ્રામ પંચાયતનો એક લેટરપેડ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. ઉદેયપુરના દરજી યુવકની હત્યાને ધ્યાનમાં રાખીને ગ્રામ પંચાયત દ્વારા નિર્ણય લેતો લેટર પેડ બનાવવામાં આવેલ છે કે મુસ્લિમ સમાજમાંથી આવતા ફેરિયાઓ પાસેથી કોઈ સામાન લેવો નહીં કોઈ વેપારી સમાન લેતા નજરે પડશે તો તેમના પર 5100નો દંડ ફટકારવામાં આવશે. અને તે ગૌશાળામાં આપવામાં આવશે. આ વાયરલ લેટરને લઈને ન્યૂઝ18ની ટીમ બનાસકાંઠા જિલ્લાના વાઘાસણ ગામમાં પહોંચી હતી અને વાઘાસણ ગામમાં પહોંચી તો સામે આવ્યું કે વાઘાસણ ગામ પંચાયતમાં તો અત્યારે વહીવટદાર નિમેલા છે. પૂર્વ સરપંચના પતિએ ન્યુઝ18ને જણાવ્યું  કે તેમના પત્ની સરપંચ હતા તેઓ અભણ છે. ગામના કેટલાક યુવાનોએ તેમની પત્ની પાસેથી લેટેરપેડ લઈ આ લેટેરપેડ વાયરલ કરેલ છે.

    આ પણ વાંચો- દેવભૂમિ દ્વારકાના ભાણવડ તાલુકામાં ધોધમાર વરસાદ, જાસપર ગામ બેટમાં ફેરવાયું

    વાઘાસણ ગામમાં પટેલ મફીબેન વિરાભાઈ સરપંચના હોદ્દા પરના હોવા છતાં સરપંચ પતિ અને ગામ લોકો દ્વારા વાઘાસણ ગ્રુપ ગ્રામ પંચાયતનો લેટરપેડ વાયરલ કરવામાં આવતા સમગ્ર મામલે અત્યારે તો થરાદ તાલુકા વિકાસ અધિકારી અને બનાસકાંઠા જિલ્લા વિકાસ અધિકારીએ તપાસ હાથ ધરી છે. વાઘસણ પંચાયતના વહીવટદાર દ્વારા આજે નવો  ઠરાવ કરવામાં આવ્યો છે. આ ઠરાવમાં જે લેટરપેડ વાયરલ થયેલ છે તે રદ બાતલ કરેલ છે. તે ઉપરાંત ગ્રામ પંચાયતનું લેટર પેડ વાયરલ કરનાર પૂર્વ સરપંચ અને સરપંચ પતિ સામે પોલીસ ફરિયાદ નોંધાવાની પણ તજવીજ હાથ ધરાઈ છે.

    આ પણ વાંચો- સુરતમાં જમવા બાબતે થયેલા ઝઘડામાં પતિએ ગળું દબાવી પત્નીની હત્યા કરી નાંખી

    વાઘાસણ ગ્રુપ ગ્રામ પંચાયતના વાયરલ લેટરપેડને લઈને અત્યારે તો પૂર્વ સરપંચ અને સરપંચ પતિ ફસાયા છે. ઉલ્લેખનિય છે કે વાઘાસણ ગ્રૂપ ગ્રામ પંચાયતમાં વહીવટદાર નિમેલા હોવા છતાં પણ પૂર્વ  સરપંચના પતિ વિરાભાઈ પટેલ તેમની કાળા કાચ વાળી  સ્કોર્પિયો ગાડી પર આગળને પાછળ સરપંચ શ્રી વાઘાસણ લખીને રોફ મારી રહ્યા છે.
    Published by:Rakesh Parmar
    First published:

    Tags: Banaskantha Crime, Banaskantha News, Gujarati news, બનાસકાંઠા

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો વધુ વાંચો