Home /News /banaskantha /સૂર્યગ્રહણને લઈ પ્રથમ વખત મા અંબાની મંગળા આરતી સવારના પહેલા પરોઢીયે કરાઈ

સૂર્યગ્રહણને લઈ પ્રથમ વખત મા અંબાની મંગળા આરતી સવારના પહેલા પરોઢીયે કરાઈ

મંગળા આરતી સવારના પહેલા પરોઢીયે કરાઈ

Ambaji Temple: દિવાળીના તહેવારો બાદ નવા દિવસોમાં શક્તિપીઠ અંબાજીના મંદિરમાં શ્રદ્ધાળુઓની ભારે ભીડ ઉમટી પડતી હોય છે. પરંતુ આ વખતે અમાવસ્યાનું સૂર્ય ગ્રહણ હોવાથી અંબાજી મંદિરમાં વહેલી સવારના પહેલા પરોઢીયે ચાર વાગે માતાજીની મંગળા આરતી કર્યા બાદ મંદિરના પટ્ટ દર્શનાર્થીઓ માટે બંધ કરી દેવામાં આવ્યા છે.

વધુ જુઓ ...
    મહેન્દ્ર અગ્રવાલ,અંબાજી: દિવાળીના તહેવારો બાદ નવા દિવસોમાં શક્તિપીઠ અંબાજીના મંદિરમાં શ્રદ્ધાળુઓની ભારે ભીડ ઉમટી પડતી હોય છે. પરંતુ આ વખતે અમાવસ્યાનું સૂર્ય ગ્રહણ હોવાથી અંબાજી મંદિરમાં વહેલી સવારના પહેલા પરોઢીયે ચાર વાગે માતાજીની મંગળા આરતી કર્યા બાદ મંદિરના પટ્ટ દર્શનાર્થીઓ માટે બંધ કરી દેવામાં આવ્યા છે. નોધનીય છે કે, જ્યાં દર્શનાર્થીઓની લાંબી લાઈનો જોવા મળતી હોય હતી તે જગ્યા આજે સુમસામ અને મંદિર પરિષરમાં સન્નાટો જોવા મળી રહ્યો છે.

    મંદિરના યજ્ઞ કુંડો પણ શાંત અને ઠંડા થઇ ગયા


    નવા દિવસોમાં અંબાજી મંદિરની યજ્ઞશાળા મંત્રોચારથી ગુજંતી હોય અને યજ્ઞકુંડ અગ્નિથી ધસમસતા જોવા મળતા હોય છે. ત્યાં આજે યજ્ઞ કુંડો પણ શાંત અને ઠંડા થઇને બેઠા હોય તેવા જોવા મળી રહ્યા હતા. આજે તમામ પ્રકારની પૂજા વિધિઓ ઉપર ગ્રહણ લાગતા શક્તિપીઠમાં સન્નાટો જોવા મળી રહ્યો છે. એટલુ જ નહીં ભટ્ટજી મહારાજના જણાવ્યા પ્રમાણે પહેલી પરોઢીયે ચાર વાગે આરતી કરવાની ઘટના અત્યાર સુધીમાં સૌપ્રથમ વખત બનવા પામી છે.

    આ પણ વાંચો: સગર્ભા પણ જોઇ શકે છે સૂર્યગ્રહણ, ગર્ભ વિકૃત નહીં થાય: અંધશ્રદ્ધા વિશે વૈજ્ઞાનિકનો ખુલાસો

    પરિસરની 80 જેટલી દુકાનો પણ બંધ જોવા મળી


    ઉલ્લેખનીય છે કે, આવતી કાલે બેસતા વર્ષે સવારની આરતી 07:30ના બદલે 06:00 કલાકે કરવામાં આવશે. જયારે વર્ષોની પરંપરા ગત મુજબ માતાજીને ધારાવવામાં આવતો અન્નકૂટ આ વખતે નહીં ધરાવામાં આવે.જોકે આજે નવા દિવસોની શરૂઆતમાં વેપારીઓ પણ વેપારની નવી આશા લઈને પોતાના ધંધા રોજગાર લઈને બેઠા હોય છે ત્યાં આજે અંબાજી મંદિરમાં એક પણ યાત્રીકને પ્રવેશ ન અપાતા અંબાજી મંદિર શોપીંગમાં પ્રસાદ, પૂજાપા, રમકડાં અને ગુગલઘુપ તેમજ વિવિધ પ્રકારની 80 જેટલી દુકાનો પણ બંધ જોવા મળી હતી.

    અંબાજી મંદિરમાં આવતી ભીડ થંભી ગઈ


    ઉલ્લેખનીય છે કે, સૂર્યગ્રહણ થવાની સાથે અંબાજી મંદિર તો બંધ જોવા મળ્યું હતું અને સાથે સાથે મંદિર પરિષર તેમજ મંદિર શોપિંગ સેન્ટરો બંધ જોવા મળ્યા હતા. આ સાથે જોવા જઈએ તો, અંબાજી શહેરના બજારોમાં પણ સ્થાનિક એકલ દોકલ મુસાફરો સિવાય અંબાજીના બજારો પણ સુમસામ જોવા મળી રહ્યા છે.
    Published by:Vimal Prajapati
    First published:

    Tags: Banaskantha, અંબાજી, અંબાજી મંદિર, બનાસકાંઠા

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો વધુ વાંચો