Home /News /banaskantha /Deesa: પાલનપુરમાં બે દિવસ આવી રીતે માતૃભાષા દિવસની ઉજવણી, બાળકોમાં ભારે ઉત્સાહ

Deesa: પાલનપુરમાં બે દિવસ આવી રીતે માતૃભાષા દિવસની ઉજવણી, બાળકોમાં ભારે ઉત્સાહ

પાલનપુરમાં બે દિવસ સુધી પુસ્તક પ્રદર્શની તેમજ નિબંધ-વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન.

પાલનપુરમાં આવેલી ટી.જે.શિક્ષણ સંકુલમાં અનોખી રીતે માતૃભાષા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. બે દિવસ સુધી પુસ્તક પ્રદર્શની, નિબંધ-વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન કરાયું છે.

  • News18 Gujarati
  • Last Updated :
  • Banas Kantha, India
Nilesh Rana, Banaskantha: 21મી ફેબ્રુઆરીએ માતૃભાષા દિવસની ઉજવણી કરાય છે.જેને ધ્યાને રાખી વિદ્યાર્થીઓ પોતાની ગુજરાતી માતૃભાષાનું મહત્વ સમજતા થાય અને તેમના જ્ઞાનમાં ઉત્તરોતર વધારો થાય તેવા ઉમદા હેતુથી બનાસકાંઠા જિલ્લાના પાલનપુરમાં આવેલ ટી.જે.એસ.શિક્ષણ સંકુલમાં ખૂબ જ અનોખી રીતે માતૃભાષા દિવસની ઉજવણી કરવામાં આવી હતી

પાલનપુરમાં નગરપાલિકાના ટાઉનહોલની બાજુમાં વર્ષ 2007થી શરૂ થયેલ નવાબ સાહેબ તાલેમહંમદખાન સિલ્વર જ્યુબિલી જાગીરદાર સમાજ શિક્ષણ સંસ્થામાં આજે અનોખી રીતે માતૃભાષા દિવસની ઉજવણી કરાઈ હતી. જે અંતર્ગત શાળાના ટ્રસ્ટીઓએ વિધાર્થીઓ માટે વિશેષ વાંચનાલય રૂમનું ઉદ્ઘાટન કર્યું હતું.



બે દિવસ માતૃભાષા દિવસની ઉજવણી કરાશે

જેમાં જુદા જુદા તમામ વિષયોના વાંચનનો રસથાળ પીરસતાં પુસ્તકોની પ્રદર્શની લગાવવામાં આવી છે. આ પુસ્તક પ્રદર્શની નિહાળવા માત્ર ટી.જે.એસ.શાળા જ નહીં અન્ય શાળાના બાળકો પણ મોટી સંખ્યામાં અહીં આવી રહ્યા છે.



શાળામાં 21 અને 22 ફેબ્રુઆરી એમ બે દિવસ સુધી માતૃભાષા દિવસની ઉજવણી ચાલનાર છે, જેમાં બિજા દિવસે વક્તૃત્વ તેમજ નિબંધ સ્પર્ધા થકી બાળકોમાં રહેલી પ્રતિભાને ખીલવવાનો પ્રયાસ કરાશે.



બાળકોના સર્વાંગી વિકાસમાં મદદરૂપ થાય છે

શાળાના આચાર્યા ડો.નસીમબેન પઠાણે જણાવ્યું હતું કે, આ શાળાનો મુખ્ય ઉદ્દેશ્ય ગરીબ અને મધ્યમ વર્ગના બાળકોને ઓછી ફિમાં પણ ગુણવત્તાયુક્ત શિક્ષણ આપવાનું છે, તેમજ શિક્ષણ સાથે બાળકના સર્વાંગી વિકાસ માટે અમે જુદા જુદા દિવસોની પણ ઉજવણી કરતા હોઈએ છીએ, માતૃભાષા દિવસ નિમિત્તે અમે બે દિવસ સુધી જુદા જુદા કાર્યક્રમો આપવાના છીએ,જે બાળકોના સર્વાંગી વિકાસમાં મદદરૂપ થશે.



આ જગ્યા સંસથાને દાનમાં આપી હતી

નોંધનીય છે કે નવાબ સાહેબ તાલેમહંમદખાને પાલનપુરના દરેક ધર્મ જાતિના ગરીબ વર્ગના બાળકોના શિક્ષણ હેતુ માટે આ જગ્યા ટી.જે.એસ.સંસ્થાને દાનમાં આપી હતી, અને આજે આ શાળા કે. જી. થી લઈ ધોરણ 12 સુધીના બાળકોને શિક્ષણ સહિત આવી અન્ય પ્રવૃતિઓ દ્વારા મૂલ્યવર્ધિત શિક્ષણ આપી રહી છે, જે અન્ય શાળાઓ માટે પણ પ્રેરણાદાયી બાબત છે.
First published:

Tags: Banaskanatha, Celebrations, Local 18, School, Students

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો