બનાસકાંઠાની આ gidcમાં આટલા લોકોને મળે છે રોજગાર.જિલ્લાના વેપારી મથક ડીસા માં 150 વધુ ફેકટરીઓ આવેલી છે.જ્યાં 500થી વધુ ગરીબ પરીવારોને રોજગારી મળે છે.આ gidc અનેક પરિવાર માટે આશીર્વાદ રૂપ સાબિત થઈ રહી છે.
Nilesh Rana, Banaskantha: ગુજરાત રાજ્ય રોજગારી આપતું રાજ્ય છે.અનેક એવા ગરીબ પરીવારો છે જેઓ દર વર્ષે સારી રોજગા રી મળે તે માટે મુસાફરી કરી અહી આવતા હોય છે.અને રોજગારી મેળવી પોતાના પરીવારનું ગુજરાન ચલાવે છે. તેવી જ રીતે બનાસકાંઠા જિલ્લાનું ડીસા શહેર પણ રોજગારીનું હબ બન્યું છે.ડીસામાં ગરીબ પરીવારના લોકો હવે અહી રોજગારી મેળવી રહ્યા છે.તેઓને બહારગામ કે અન્ય સ્થળોએ જવાની જરૂર પડતી નથી.
બનાસકાંઠા જિલ્લાના ડીસા શહેરમાં આવેલી GIDCમાં રોજગારી મળતા અહીના સ્થાનિક અને અન્ય વિસ્તારોના લોકો નોકરી કરવા આવે છે. GIDC હોવાના કારણે મજૂરી માટે અન્ય કોઈ સ્થળે જવાની જરૂર પડતી નથી.
બનાસકાંઠા જિલ્લાના વેપારી મથક ગણાતા ડીસા શહેરમાં રેલ્વે સ્ટેશન વિસ્તાર પાસે gidc આવેલી છે જેમાં જુદી જુદી 150 થી વધુ ફેક્ટરી આવેલી છે અને આ વિસ્તારની અંદર કામ માટે કેટલીક ફેક્ટરીઓમાં બહારગામ થી મજૂરો કામ ઉપર રાખવામાં આવે છે.
પરંતુ આ વિસ્તારની આસપાસ મોટા પ્રમાણમાં ગરીબ લોકો વસવાટ કરતા હોવાથી તેમને પણ gidcમાં નાનું મોટું કામ મળી જાય છે gidc માં મરચા, હળદર, તેલ,દાળ,અગરબત્તી, નમકીન, સિંગ ચણા, સુગર કેન્ડી જેવી ફેક્ટરીઓમાં આ મજૂરોને પેકિંગનું કામ મળી જાય છે.જેથી gidc ની આસપાસ રેલ્વે સ્ટેશન, ભોપાનગર, આજુબાજુના ગામડાઓ સહિતના વિસ્તારમાં વસવાટ કરતા ગરીબ પરિવારને મજૂરી માટે ક્યાં દૂર જવાની જરૂર પડતી નથી.
અને ઘર આંગણે જ તેમને કામ મળી જાય છે મહિલાઓ અને પુરુષને gidcમાં એક દિવસની 300થી 400 રૂપિયાનું વેતન આપવામાં આવે છે. અને આ મજૂરીમાંથી ગરીબ પરીવારના ઘરનું ગુજરાન ચાલી જાય છે. હાલમાં gidc વિસ્તારમાં 500થી વધુ મહિલા અને પુરુષો મજૂરી અર્થે આવે છે અને તમામ લોકોને યોગ્ય કામ પણ મળી જાય છે. અને તેના લીધે જ આ ગરીબ પરીવારો પોતાના પરીવારનો ગુજરાન ચલાવી રહ્યા છે. આ જીઆઇડીસીમાં 500થી વધુ પરીવારને રોજી રોટી મળી રહી છે. જેથી આ ગરીબ પરીવાર માટે આ જીઆઇડીસી આશીર્વાદરૂપ સાબિત થઈ રહી છે.