બનાસકાંઠા જિલ્લામાં હવામાન વિભાગની આગાહીના પગલે છેલ્લા બે દિવસથી પડેલા ભારે વરસાદના કારણે અનેક નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા,અનેક ગામો સંપર્ક વિહોણા થયા લોકો સ્થળઆંતર કરવા મજબૂર બન્યા
Nilesh rana, Banaskantha:બનાસકાંઠા જિલ્લામાં હવામાન વિભાગની આગાહીના પગલે છેલ્લા બે દિવસથી પડેલા ભારે વરસાદના કારણે અનેક નીચાણવાળાવિસ્તારમાં પાણી ભરાયા છે તેમજ જિલ્લાના અનેક ગામોમાં પાણી પરિવર્તન ગામો તેમજ ખેતરો પણ બેટમાં ફેરવાયા છે તેમજ જિલ્લાના અનેક માર્ગો પણ ભારે પાણી ના કારણે બંધ થવા પામ્યા છે તેમજ અનેક ગામો સંપર્ક વિહોણા પણ થયા છે
ભારે વરસાદના પગલે નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને ગામના સરપંચ તેમજ વહીવટી તંત્ર દ્વારા સ્થળાંતર કરી નીચાણવાળા વિસ્તાર તેમજ શાળાઓમાં સ્થળાંતર કરાયા છે તેમજ તેમને રાશન કીટનુ વિતરણ કરાયું છેડીસા ભોયણ ફાટક પાસે રહેતા ભરથરી પરિવારને ભોયણ સરપંચ તરફથી પ્રીતિનગર પ્રાથમિક શાળામાં શિફ્ટ કરાયા.હવામાન વિભાગની આગાહીના પગલે સમગ્ર જિલ્લામાં જળબંબાકાર ની સ્થિતિ સર્જાય છે તેમજ જિલ્લાના અનેક ગામોમાં તારાજી જેવા દ્રશ્યો સર્જાયા છે અને ગામડાઓમાં ઘરોમાં પાણી પરિવર્તન ઘરવખરીના સામાન પણ નષ્ટ થવા પામ્યા છે
જિલ્લાના અનેક માર્ગોભારે વરસાદને લઈ બંધ થવાથી અનેક ગામો સંપર્ક વિહોણા થયા છે તેમજ ઉપરવાસમાં ભારે વરસાદના પગલે જિલ્લામાં અનેક નદીનાળામા આવરો વધતા અનેક વિસ્તારોમાં પાણી ભરાવાના બનાવો સામે આવ્યા છે.તેમજ નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને વહીવટી તંત્ર તેમજ ગામના આગેવાનો તેમજ સરપંચો દ્વારા તે તમામ લોકોને ઊંચાણવાળા વિસ્તારોમાં સ્થળાંતર કરાયા છે
નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકોના ઘરવખરી તેમજ ઘરોને નુકસાન પહોંચ્યુંછે તેમને તંત્ર દ્વારા તેમજ સ્થાનિક લોકો દ્વારા પણ તમામ પ્રકારની સેવાઓ પૂરી પાડવામાં આવી રહી છે.ત્યારે ડીસા તાલુકાના ભોયણ ગામ પાસે આવેલા રેલ્વે ફાટક પાસે રહેતા ભરથરી પરિવારના કુટુંબના લોકો ત્યાં ઝૂંપડપટ્ટી બનાવીને રહે છે પણ બે દિવસથી પડી રહેલા વરસાદના કારણે આજુબાજુના ખેતરોમાંથી પાણી આવતા આ પરિવારના લોકોને ઘરવખરી તેમજ રહેવા માટે બનાવેલા ટેન્ટ તૂટી જતા તાત્કાલિક ધોરણે ખસેડવાની કામગીરી કરવામાં આવી છે.
પૂરની સ્થિતિ ગામમાં સર્જાતા ભોયાણ ગામના સરપંચ મનુભાઈ પ્રજાપતિ સ્થળ ઉપર પહોંચીને તમામ પરિવારને ભોયણ ગામમાં આવેલી પ્રાથમિક શાળા પ્રીતિનગરમાં શિફ્ટ કર્યા હતા અને તેમના બાળકો અને તેમના માટે રેશનીંગની કીટ અને જમવાની અને નાસ્તાની પણ વ્યવસ્થા કરી હતી.