Home /News /banaskantha /બનાસકાંઠાના થરામાં યોજાયા ભરવાડ સમાજના સમૂહ લગ્ન, 3001 નવદંપતીઓએ પ્રભુતામાં પગલાં પાડ્યા

બનાસકાંઠાના થરામાં યોજાયા ભરવાડ સમાજના સમૂહ લગ્ન, 3001 નવદંપતીઓએ પ્રભુતામાં પગલાં પાડ્યા

ભરવાડ સમાજના સમૂહ લગ્ન

Banaskantha Mass Marriage: બનાસકાંઠા જિલ્લાના થરા ખાતે આવેલા દેશના સમસ્ત ભરવાડ સમાજની ઝાઝાવાડા ગુરુગાદી વાળીનાથ મહાદેવના મંદિર ખાતે ભરવાડ સમાજ દ્વારા પંચામૃત મહોત્સવ સામૈયા અવસરનું આયોજન કરાયું છે. આ પંચામૃત મહોત્સવ દરમિયાન યોજાયેલ 3001 નવદંપતીઓના સમૂહ લગ્નનું પણ આયોજન કરાયું હતું.

વધુ જુઓ ...
  • News18 Gujarati
  • Last Updated :
  • Banas Kantha, India
    કિશોર તુવર, બનાસકાંઠા: બનાસકાંઠાના થરા ખાતે યોજાયેલા ભરવાડ સમાજના પંચામૃત કાર્યક્રમ દરમિયાન 3001 જેટલા નવદંપતીઓએ પ્રભુતામાં પગલાં પાડતા આજે ગુજરાત રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ, ગૃહ મંત્રી હર્ષ સંઘવી અને વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી નવદંપતીઓને આશીર્વાદ પાઠવવા થરા પહોંચ્યા હતો. આ સાથે સાથે વાળીનાથ ભગવાનના મંદિરે માથું ટેકવી નવ દંપતીઓને આશીર્વાદ પાઠવી ભાગવત કથાનું રસપાન કરવા પણ મુખ્યમંત્રી પહોંચ્યા હતા.

    બનાસકાંઠામાં યોજાયા ભરવાડ સમાજના સમૂહ લગ્ન


    બનાસકાંઠા જિલ્લાના થરા ખાતે આવેલા દેશના સમસ્ત ભરવાડ સમાજની ઝાઝાવાડા ગુરુગાદી વાળીનાથ મહાદેવના મંદિર ખાતે ભરવાડ સમાજ દ્વારા પંચામૃત મહોત્સવ સામૈયા અવસરનું આયોજન કરાયું છે. આ પંચામૃત મહોત્સવ દરમિયાન યોજાયેલ 3001 નવદંપતીઓના સમૂહ લગ્નનું પણ આયોજન કરાયું હતું. ગઈ કાલે વહેલી સવારથી શરૂ થયેલા આ સમૂહ લગ્ન આજે સુખી સંપન્ન રૂપે સમાપ્ત થયા છે. આ સમૂહ લગ્ન દરમિયાન પ્રભુતામાં પગલાં પાડનાર નવ દંપતિઓને આશીર્વાદ પાઠવવા આજે રાજ્યના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ, રાજ્યના ગૃહ મંત્રી હર્ષ સંઘવી અને વિધાનસભા અધ્યક્ષ સંકર ચૌધરી આજે થરા ખાતે પહોંચ્યા હતા.

    આ પણ વાંચો: આખરે બોડકદેવ પોલીસ સ્ટેશન કરવામાં આવ્યું લોકાર્પણ, 5 વર્ષથી ડખે ચઢેલા કામને પૂર્ણ કરવામાં આવ્યું

    3001 નવદંપતીઓએ પ્રભૂતામાં પગલા પાડ્યા


    ઉલ્લેખનીય છે કે, થરા ખાતે આવેલા વાળીનાથ ભગવાનના દર્શન કરી સમૂહ લગ્ન સમારોહમાં પહોંચી સીએમ ભૂપેન્દ્ર પટેલે નવ દંપત્તિઓને આશીર્વાદ પાઠવ્યા અને તે બાદ રમેશ ઓઝાના કંઠે કાર્યરત ભાગવત કથાનું રસપાન કરવા કરવામાં આવ્યું હતું. જ્યાં ઉપસ્થિત જનમેદનીને સંબોધતા સીએમ ભૂપેન્દ્ર પટેલે ભરવાડ સમાજને આગળ વધવા કે, શિક્ષણ ક્ષેત્રે આગળ વધવા સરકારની આવશ્યકતા હશે તો સરકાર સાથે ઉભી રહેશે તેવી બાહેધારી આપતા જ ભરવાડ સમાજના લોકોમાં ખુશીનું મોજુ ફરી વળ્યું છે.

    આ પણ વાંચો: તમે બજાર કિંમત કરતાં અડધા ભાવે મળનારી ગાડી લેવાનું વિચારી રહ્યા છો તો પછી...

    સમૂહ લગ્નમાં મુખ્યમંત્રી રહ્યા હાજર


    નોંધનીય છે કે, ગઈ કાલથી સમગ્ર કાર્યક્રમની સાથે શરૂ થયેલા સમૂહ લગ્ન ઉત્સવની તો આજે સમાપન થયું હતું. પરંતુ સમગ્ર કાર્યક્રમ હજુ 5 ફેબ્રુઆરી સુધી ચાલનાર છે. જેને લઇ આ પંચામૃત કાર્યક્રમ યોજવા બદલ સીએમ ભૂપેન્દ્ર પટેલે સમાજને અભિનંદન પાઠવ્યા છે અને ગુજરાતની કૃત એન્જિન બનાવવામાં અને ગુજરાતની કલામય સંસ્કૃતિના જતનમાં ભરવાડ સમાજનું બહુમૂલ્ય યોગદાન પણ ગણાવ્યું છે.
    Published by:Vimal Prajapati
    First published:

    Tags: Banankatha News, Mass marriage, ગુજરાત

    विज्ञापन