છેલ્લા 18 વર્ષથી એક જ ટેસ્ટ હોવાથી લોકોની ભારે ભીડ જામે છે.
ડીસામાં મનુભાઈ પ્રજાપતિ છેલ્લા 18 વર્ષથી સેવ ખમણીનો બિઝનેસ ચલાવે છે અને તેમની સેવખમણી ખૂબ જ પ્રખ્યાત હોવાથી લોકોની ખાવા માટે દૂર દૂરથી આવે છે. સેવ ખમણીની સાથે સાથે વાટીદાર ટમટમ ખમણ, મોળા ખમણ, મોળા ઢોકળા, અને ગ્રીન ચટણી આપે છે.
Nilesh Rana, Banaskantha: બનાસકાંઠા જિલ્લાના ડીસામાં મનુભાઈ પ્રજાપતિની છેલ્લા 18 વર્ષથી સેવખમણી ખૂબ જ પ્રખ્યાત છે.આ સેવ ખમણી ખાવા લોકો દૂર દૂરથી આવે છે. સવારે 9 વાગે થી લઈ બપોરે 2 વાગ્યા સુધી લોકોની સેવ ખમણી ખાવા માટે ભારે ભીડ જોવા મળે છે.
બનાસકાંઠા જિલ્લામાં અનેક એવી ખાણીપીણી જે ખૂબજ પ્રખ્યાત છે. ડીસામાં મનુભાઈ પ્રજાપતિની ચામુંડા સુરતી સેવ ખમણી ખૂબજ પ્રખ્યાત છે. છેલ્લા 18 વર્ષથી મનુભાઈ પ્રજાપતિ દ્વારા બનાવવામાં આવતી સેવ ખમણી,વાટીદાર ટમટમ ખમણ, મોળા ઢોકળા,મોળા ખમણ એક જ ટેસ્ટ હોવાથી લોકો દૂર દૂરથી ટેસ્ટ માણવા માટે આવે છે.
ડીસાના કચ્છી કોલોની વિસ્તારમાં રહેતા મનુભાઈ આંબાભાઈ પ્રજાપતિ તેમની ઉંમર 54 વર્ષ છે. અને તેમને અભ્યાસ ધોરણ સાત સુધી કરેલો છે. મનુભાઈ પ્રજાપતિએ આજથી 18 વર્ષ પહેલા એક લારી પર સેવ ખમણીનો બિઝનેસ શરૂ કર્યો હતો ત્યારે તેઓ 6 રૂપિયામાં સેવ ખમણીની ડીશ આપતા હતા.
હાલ સેવ ખમણી ડીશના 30 રૂપિયામાં છે. મનુભાઈ પ્રજાપતિ દ્વારા છેલ્લા 18 વર્ષથી સેવખમણી, વાટીદાર ટમટમ ખમણ, મોળા ખમણ, મોળા ઢોકળા, સાથે ચટણી અને ગ્રીન ચટણી તેમજ તળેલા મરચા ખૂબ જ ટેસ્ટી હોવાથી તેમની દુકાન પર ભારે ભીડ જોવા મળે છે.
શું શું બનાવે છે શું છે ભાવ જાણો.
મનુભાઈ પ્રજાપતિએ આજથી 18 વર્ષ પહેલાં એક લારી પર પોતાના સેવ ખમણી નો બિઝનેસ શરૂ કર્યો હતો અને અત્યારે મનુભાઈ એ પોતાની દુકાનમાં સેવ ખમણીનો બિઝનેસ ચલાવી રહ્યા છે.મનુભાઈ દ્વારા ચણાની દાળ માંથી પાટીદાર ટમટમ ખમણ બનાવવામાં આવે છે.
જેમાં ચણાની દાળ પલાળી જે બાદ તેને વાટી અને બાફવામાં આવે છે અને તે બાદ તેને વઘાર કરવામાં આવે છે તેમજ તેની સાથે ગ્રીન ચટણી જેમાં ધાણા ફુદીનો લીલા મરચાં ખાંડ અને બેસણ નાખી લીલી ચટણી બનાવવામાં આવે છે તેની સાથે પીળી ચટણી જેમાં કાચું પપૈયું બેસણ ધાણા મરચા અને ખાંડ નાખી પીળી ચટણી તૈયાર કરવામાં આવે છે.
સવારે 9 વાગ્યાથી લઈ બપોરના 2 વાગ્યા સુધી પોતાનો બિઝનેસ ચલાવે છે. જેમાં વાટીદાર ટમટમ ખમણ ડીશ ના 30 રૂપિયા, મોળા ખમણ ડીશના 30 રૂપિયા,મોળા ઢોકળા ડીશના 30 રૂપિયા,સેવ ખમણીના ડીશના 30 રૂપિયા છે.