Home /News /banaskantha /Banaskantha: ડીસાના મનુભાઈ આસનાનીની અનોખી સેવા; 15 હજાર બિનવારસી મૃતદેહોનો શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે કરી ચૂક્યા છે અંતિમ સંસ્કાર

Banaskantha: ડીસાના મનુભાઈ આસનાનીની અનોખી સેવા; 15 હજાર બિનવારસી મૃતદેહોનો શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે કરી ચૂક્યા છે અંતિમ સંસ્કાર

આ યુવાને અત્યાર સુધી 15 હજારથી વધુ લોકોના અંતિમ સંસ્કાર કર્યા છે

ડીસા શહેરમાં આવેલ લીલાશાહ નગર વિસ્તારમાં રહેતા મનુભાઈ સેવકરામ આસનાની જેમની ઉંમર હાલ 53 વર્ષ છે. પણ મનુભાઈ જ્યારે 11 વર્ષના હતા ત્યારથી તેમને તેમના પિતાની પ્રેરણાથી અનુકૂળ સેવાનું કામ શરૂ કર્યું.42વર્ષમાં 15 હજારથી વધુ મૃતદેહના અંતિમ સંસ્કાર કર્યા.

વધુ જુઓ ...
    Nilesh Rana, Banaskantha: બનાસકાંઠા જિલ્લામાં એક યુવાન જિલ્લામાં માટે અનોખી સેવા અદા કરી રહ્યો છે જ્યારે 108 ન હતી ત્યારે આ યુવાન શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં બનતી દુર્ઘટના સ્થળ પર પહોંચી ઈજાગ્રસ્તોને સ્વખર્ચે સારવાર માટે લઈ જાય છે. તેમજ અત્યાર સુધી 15 હજારથી વધુ મૃતદેહોનો તેમને શાસ્ત્રો વિધિ પ્રમાણે અંતિમ સંસ્કાર કર્યા છે. આ અનોખી સેવા કાર્યને જિલ્લાના તમામ લોકો બિરદાવી રહ્યા છે.

    બનાસકાંઠા જિલ્લાના ડીસા શહેરમાં આવેલ લીલાશાહ નગર વિસ્તારમાં રહેતા મનુભાઈ સેવકરામ આસનાની જેમની ઉંમર હાલ 53 વર્ષ છે. પણ મનુભાઈ જ્યારે 11 વર્ષના હતા ત્યારથી તેમને તેમના પિતાની પ્રેરણાથી અનુકૂળ સેવાનું કામ શરૂ કર્યું હતું.



    સૌ પ્રથમ એક ભિક્ષુખથી સેવાના કાર્યની શરૂઆત કરી હતી. 108ના સેવા પહેલા આજથી 42 વર્ષ અગાઉડીસામાં મનુભાઈ 108 વાહનની જેમ કામ કરતા હતા શહેર કે ગ્રામ્ય વિસ્તારોમાં કોઈપણ જગ્યાએ માર્ગ અકસ્માત સર્જાય તો તાત્કાલિક તેમને જાણ થતા તેઓ સ્થળ પર પહોંચી જઈ ઈજાગ્રસ્તને સમયસર સારવાર અપાવતા હતા.



    અત્યાર સુધીમાં તેમને 10 હજાર થી વધુ જિંદગીઓને બચાવી છે. તેમજ મનુભાઈ આસનાની માનવસેવા તો કરે જ છે પરંતુ પશુ પંખીઓ માટે પણ એક અદભુત સેવા કરી રહ્યા છે. જ્યારે પણ કોઈ પશુ પક્ષી ઘાયલ હોય તો સ્થળ પર પહોંચી તેમને પણ યોગ્ય સારવાર કરાવે છે.જિલ્લામાં યુવાન માર્ગ અકસ્માત પર પહોંચી ગાયલોને સારવાર કરાવી બચાવે તો ખરા આ ઉપરાંત અકસ્માતમાં એવા પણ અમુક મૂર્તદેહો હોય છે કે જેઓ કચડાઈ ગયા હોય કે જેમના પરિવારજનો પણ તેમના મૃતદેહ પાસે ઊભા ન રહી શકતા હોય ત્યારે  મનુભાઈ તે મૃતદેહનું પીએમ કરાવી તેમના વાલીવારસોને જિલ્લા સહિત અનેક રાજ્યમાં રહેતા હોય તેમને સોંપે છે.



    આ પણ વાંચો: પ્રજ્ઞાચક્ષુ શિક્ષક સફન મન્સૂરી ટેકનોલોજીના માઘ્યમથી બાળકોને આપે છે શિક્ષણ; બાળકોના પ્રિય છે આ શિક્ષક

    તેમજ કોરોનાના કપરા કાળ દરમિયાન જે લોકો મૃત્યુ પામ્યા હતા તેમના પરિવાર પણ પોતાના ના સ્વજનોને અડતા ન હતા અને આ મનુભાઈ આસનાની હોસ્પિટલ જઈ કોરોના કાળમાં મૃત્યુ પામેલ લોકોના મૃતદેહને પોતાના હોય તે સમજી હોસ્પિટલમાં પહોંચી મૃતદેહોને હોસ્પિટલ માંથી શસ્ત્રો વિધિ પ્રમાણે અંતિમ સંસ્કાર કરાવી હતી.ઉપરાંત ભિક્ષુક કે અન્ય કોઈ બિનવારસી મૃતદેહ હોય અને તેનું કોઈ પરિવાર જન ન હોય તો તેવા મૃતદેહને પણ મનુભાઈ શાસ્ત્રો વિધિ અનુસાર તેમની અંતિમ ક્રિયા કરે છે.



    અત્યાર સુધીમાં તેમણે 15 હજારથી વધુ મૃતદેહના શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે અંતિમ સંસ્કાર કર્યા છે. તેમજ જેના પરિવારજનો ન હોય અને જે બિલ વાર્ષિક હોય તેમના શાસ્ત્રો વિધિ પ્રમાણે અંતિમ સંસ્કાર તો કર્યા છે પરંતુ તેમની પાછળ આ મનુભાઈ આસનાની તેમની પાછળ દર વર્ષે શ્રાદ્ધ પણ કરે છે અને નાની બાળાઓને તેઓ જમાડે છે.મનુભાઈ ના આ અનોખા સેવા કાર્યથી તેમને રાજ્યપાલના હસ્તે એવોર્ડ આપી સન્માનિત કર્યા હતા તેમજ લાયન્સ ક્લબ ભારત વિકાસ પરિષદ રોટરી ક્લબ જેવી અનેક સંસ્થાઓ દ્વારા 50 થી વધુ એવોર્ડ થી પણ મનુભાઈને સન્માનિત કરાયા છે . આ ઉપરાંત આ યુવાનના કાર્યને લઈ જિલ્લાના તમામ લોકો તેમની સેવા કાર્યને પણ બિરદાવી રહ્યા છે.
    Published by:Santosh Kanojiya
    First published:

    Tags: Accidents, Banaskanatha, Cremation, Service

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन