Home /News /banaskantha /નાર્કોટીક-સાયકોટ્રોપિક ડ્રગના વેચાણના ગુનામાં એક વ્યક્તિને 20 વર્ષની સજા અને 2 લાખનો દંડ થયો

નાર્કોટીક-સાયકોટ્રોપિક ડ્રગના વેચાણના ગુનામાં એક વ્યક્તિને 20 વર્ષની સજા અને 2 લાખનો દંડ થયો

20 વર્ષની સજા અને 2 લાખનો દંડ થયો

Narcotic-Psychotropic drug: નાર્કોટીક-સાયકોટ્રોપિક ડ્રગના વેચાણના ગુનાસર ડીસાના ઇસમ તુષાર હિંમતલાલ ઠક્કરને ડીસાની નામદાર કોર્ટ દ્વારા 20 વર્ષની સખત કેદ તેમજ રૂપિયા 2 લાખના દંડની સજા ફટકારવામાં આવી છે.

  • News18 Gujarati
  • Last Updated :
  • Banas Kantha, India
ગુજરાત: ખોરાક અને ઔષધ નિયમન તંત્રના કમિશનર ડૉ. એચ.જી. કોશિયાએ જણાવ્યું છે કે, કોવિડ-19 મહામારીના સમયગાળામાં તારીખ 11 જુન, 2021ના રોજ ખોરાક-ઔષધ નિયમન તંત્રએ રાજ્યવ્યાપી ગેરકાયદેસર નાર્કોટીક અને સાયકોટ્રોપિક ડ્રગ, MTP કીટનો ધંધો કરતા ઇસમો સામે અમદાવાદ, વડોદરા, મહેસાણા અને પાલનપુર ખાતે દરોડા પાડ્યા હતા. જેથી નાર્કોટીક-સાયકોટ્રોપિક ડ્રગના વેચાણના ગુનાસર ડીસાના ઇસમ તુષાર હિંમતલાલ ઠક્કરને ડીસાની નામદાર કોર્ટ દ્વારા 20 વર્ષની સખત કેદ તેમજ રૂપિયા 2 લાખના દંડની સજા ફટકારવામાં આવી છે.

નાર્કોટીક કેસમાં થઈ 20 વર્ષની સજા


તેમણે વધુ વિગતો આપતા કહ્યું હતું કે, ડીસાના ઇસમ તુષાર ઠક્કર દ્વારા ખુબ જ મોટાપાયે MTP કીટ અને નાર્કોટીક દવાઓનો ગેરકાયદેસરનો ધંધો કરી ગુનાહીત કૃત્ય કરતા હોવાની અત્રેની કચેરીને મળેલી માહિતીના આધારે કમિશનર ખોરાક અને ઔષધ નિયમન તંત્રના આદેશ મુજબ મદદનીશ કમિશનર, પાલનપુરની ટીમને તાત્કાલીક બોગસ ગ્રાહક તેમજ પંચોને સાથે રાખી રેડ કરતાં તુષાર ઠક્કરને ગર્ભપાતની કીટનું ગેરકાયદેસર રીતે ગેરકાયદેસર લાયસન્સી વગરની જગ્યાએ વેચાણ કરતા ઝડપી પાડ્યા હતા. આ ગર્ભપાતની કીટ કે જે ગેરકાયદેસર ગર્ભપાત માટે લોકો બેફામ ઉપયોગ કરતા હોય છે.

આ પણ વાંચો: કરોડો રૂપિયાની કબૂતરબાજીનો રેલો ભાજપ સુધી પહોંચ્યો, ACBને તપાસ સોંપાય તેવી શક્યતા

આરોપીને 20 વર્ષની સજા અને 2 લાખનો દંડ


પાલનપુરની ટીમને આ ઇસમ દ્વારા તેના રહેઠાણના સ્થળે ખુબ મોટા પ્રમાણમાં વગર લાયસન્સે ગેરકાયદેસર રીતે કીટ અને નશાકારક દવાઓ રાખતા હોવાની અન્ય એક કડીના આધારે તેઓના રહેઠાણના સ્થળે પંચો સાથે મોડી રાતે રેડ પાડતાં ક્લીન એમ.ટી.પી. કીટ અને પ્રતિબંધિત નશાકારક અલ્પ્રાઝોલમ ઘટક ધરાવતી અલ્પ્રાકેન 0.5 ટેબલેટ, બુપેનોર્ફીન અને નેલોક્ષોન ઘટક ધરાવતી એડીટેક્ષ એન-૨ ટેબલેટ અને ટ્રામાડોલ ઘટક ધરાવતી સ્પાસ -ટ્રાન્સ પ્લસ ટેબલેટ નામની નાર્કોટીક અને પ્રતિબંધીત દવાઓનો મોટો જથ્થો મળી આવ્યો હતો. આ સાથે સાથે લેબલ વગરના 3 લાખ ઓક્સીટોસીન ઇન્જેીક્શન જેની કુલ આશરે બજાર કિંમત 15 લાખ કરતાં વધુ થાય છે.

આ પણ વાંચો: નિકોલમાં કોર્પોરેટર પર ભર બપોરે થયો હુમલો, ગડદાપાટુનો માર મારી આરોપીઓ ફરાર

કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી


તુષાર ઠક્કર કોઇ દવાના પરવાના ધરાવતા નથી અને વગર પરવાને આ ગેરકાયદેસર પ્રવૃતિ તેમજ દરોડા દરમ્યાન નશાકારક દવાનું સેવન કરતાં હોવાનું આ ઉપરાંત તપાસમાં યોગ્ય સહકાર ન આપતા પાલનપુરના મદદનીશ કમિશનર દ્વારા પાલનપુર નાર્કોટીક સેલના અધિકારીઓ અને પોલીસની મદદથી દવાના નમુના લઈ અને નિયમોનુસાર કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. કમિશનરશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે, આ કેસ અને ડીસાની નામદાર કોર્ટમાં ખોરાક અને ઔષધ નિયમન તંત્ર તથા પોલીસની કાર્યવાહીમાં જપ્ત કરેલ મુદ્દામાલ અને દસ્તાવેજી પુરાવા ધ્યાને રાખી સમાજમાં દાખલો બેસે તથા લોકો આવી નશાકારક દવાઓનો ગેરકાયદેસર ખરીદ –વેચાણ કોઇપણ સંજોગોમાં ન કરે તે ધ્યાને લઈ એન.ડી.પી.એસ. એક્ટની કલમ 22, 29 મુજબના કેસમાં મહત્વનો ચુકાદો આપ્યો છે.

આ પણ વાંચો: CM પુષ્કર સિંહ ધામીએ News18ના મંચ પર કહ્યું- "ધર્માંતરણ માટે સૌથી કડક કાયદો લાવીશું"

ડીસાની નામદાર કોર્ટ દ્વારા સજાનો હુકમ


આ ચુકાદામાં ‘એન.ડી.પી.એસ.ના કેસોમાં વર્તમાન સમયમાં દેશનું યુવાધન ડ્રગ્સના રવાડેચડી પોતાનું તથા દેશના યુવાનોનું જીવન બગાડે છે તેમજ આની અસર સીધી દેશના અર્થતંત્ર પર પડતી હોય છે અને આ એક આંતરરાષ્ટ્રીય રેકેટનો એક ભાગ છે એવી સ્પેશીયલ રીમાર્કસ સાથે આ કેસમાં વધુમાં વધુ સજાના ભાગરૂપે સંડોવાયેલા તુષાર ઠક્કર રહે. અમૃત નગર સોસાયટી ભાગ– 2, ડિસાને એન.ડી.પી.એસ. એક્ટના ગુન્હામાં કસુરવાર ઠરાવી 20 વર્ષની સખત કેદની સજા અને રૂ. 2 લાખનો દંડ અને જો દંડ ન ભરે તો વધુ 2 વર્ષની સખત કેદની સજા કરવાનો ડીસાની નામદાર કોર્ટ દ્વારા હુકમ કરવામાં આવ્યો છે.’
Published by:Vimal Prajapati
First published:

Tags: Deesa, Narcotics, ગુજરાત

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन