Nilesh Rana, Banaskantha: બનાસકાંઠાના વડગામમાં સરકારી આયુર્વેદ હોસ્પિટલ ખાતે આગામી 4 માર્ચ 2023 રોજ કુપોષણ નિવારણ કેમ્પ તથા સુવર્ણપ્રાશન સંસ્કાર કેમ્પ આયોજન કરાયું છે. જેમાં જન્મથી 12 વર્ષની ઉંમર સુધીના બાળકોના શારિરીક તથા માનસિક વિકાસ અર્થે અતિ ઉત્તમ એવા "સુવર્ણપ્રાશન ટીપાં" નિઃશુલ્ક પીવડાવવામાં આવશે. જેથી કુપોષિત અને નબળા બાળકો તથા લોહીની ઉણપ ધરવતા વધુમાં વધુ બાળકોને લાભ લેવા જણાવ્યું છે.
આ સમયમાં ટીપા પીવડાવવામાં આવશે
બનાસકાંઠા જિલ્લાના વડગામ સરકારી આયુર્વેદ હોસ્પિટલ ખાતે તા.4 માર્ચ-2023 રોજ કુપોષણ નિવારણ કેમ્પ તથા સુવર્ણપ્રાશન સંસ્કાર કેમ્પ યોજાશે. જેમાં જન્મથી 12 વર્ષની ઉંમર સુધીના બાળકોના શારિરીક તથા માનસિક વિકાસ અર્થે અતિ ઉત્તમ એવા "સુવર્ણપ્રાશન ટીપાં" નિઃશુલ્ક સવારે 9:00 થી 12:30 અને સાંજે 3:30 થી 5:00 સુધી પીવડાવવામાં આવશે.
સુવર્ણપ્રાશન મેઘા (બુધ્ધિ), અગ્નિ અને બળ વધારવાવાળું છે
આ કુપોષણ નિવારણ કેમ્પમાં કુપોષિત અને નબળા બાળકો તથા લોહીની ઉણપ ધરવતા બાળકોને શક્તિવર્ધક આયુર્વેદીક તથા હોમિયોપેથી દવાઓનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવશે. સુવર્ણપ્રાશનના ફાયદાઓ એ છે કે, સુવર્ણપ્રાશન મેઘા (બુધ્ધિ), અગ્નિ અને બળ વધારવાવાળું છે. આયુષ આપવાવાળું, કલ્યાણકારક, પુણ્યકારક, વૃષ્ય (શરીર સુદ્રઢ કરનાર), વર્જ્ય (શરીરના વર્ણને ઉજળો કરનાર) તથા ગ્રહબાધાને દૂર કરવાવાળું છે.
સ્મરણશક્તિ ખુબ જ વધે છે
સુવર્ણપ્રાશનથી બાળકનું રોગો સામે રક્ષણ થાય છે અને તે છ માસમાં સૂતધર (સાંભળેલી વાતને યાદ રાખવાવાળું) બને છે અર્થાત તેની સ્મરણશક્તિ ખુબ જ વધે છે. કુપોષિત અને નબળા બાળકો તથા લોહીની ઉણપ ધરવતા બાળકોને વધુમાં વધુ વડગામ સરકારી આયુર્વેદ હોસ્પિટલ લાભ લે તેવું જણાવ્યું હતું.