Nilesh Rana, Banaskantha: હાલના સમયમાં સોશિયલ મીડિયામાં વાયરલ વીડિયોની ખૂબ જ બોલબાલા રહે છે. કોઈપણ રીતે વાયરલ થયેલો એક વિડીયો મિનિટોમાં વિશ્વભરના ખૂણે ખૂણે ફેલાઈ જાય છે. ત્યારે ડીસા તાલુકાના જાબડી યા ગામના 13 વર્ષના બાળક નિર્મલ દેસાઈ સોશિયલ મીડિયામાં લોક જાગૃતિના વીડિયો વાયરલ કરીને ખૂબ જ લોકપ્રિય બન્યો છે. ચૂંટણી હોય, કોરોના હોય કે ભરતી પરીક્ષા હોય તેમાં લોકોનો ઉત્સાહ વધારતો વીડિયો વાયરલ કરી રમુજી સાથે લોકોનો ઉત્સાહ વધારી નિર્મલ ખૂબ ખૂબ જ લોકપ્રિય બન્યો છે.
બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના ઝાબડિયા ગામે રહેતા ગોકુલભાઈ દેસાઈ નો પુત્ર નિર્મલ દેસાઈ ધોરણ આઠ માં અભ્યાસ કરે છે તે. સામાન્ય બાળક કરતાં થોડું જુદો છે. સામાન્ય દિવ્યાંગ હોવા છતાં તેની જીભ પર સરસ્વતીનો વાસ હોય તે કોઈ વક્તા કરતાં પણ વધુ વાક્છટા તેનામાં જોવા મળી રહી છે.
નિર્મલ દેસાઈ સોશિયલ મીડિયામાં પોતાના વિડીયો થકી ખૂબ જ વાઇરલ થયો છે.જેમાં અત્યાર સુધીમાં તેણે લોક જાગૃતિના 95 જેટલા વીડિયો વાયરલ કર્યા છે. સૌપ્રથમ પોલીસ ભરતી ની પરીક્ષા વખતે પરીક્ષાથી ઉમેદવારોના ઉત્સાહ માં વધારો કરતો વિડીયો સોશિયલ મીડિયામાં ફરતો કર્યો તે વિડીયો ખૂબ જ પ્રમાણમાં વાયરલ થતા નિર્મલ દેસાઈને એક અલગ પ્રકારની રાહ મળી.
ત્યારબાદ તેને કોરોના દરમિયાન રાખવાની સાવચેતી, પંચાયતોની ચૂંટણી વખતે મતદાન, વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓ માં ઉમેદવારોનો ઉત્સાહ વધારવો, ધાર્મિક તહેવારોમાં ભાગ ભજવવો શાળાના બાળકોને મનોરંજન કરાવવું,તેમજ આવના રી વિધાનસભાની ચૂંટણીમાં લોકોમાં મતદાન પ્રતે જાગૃતિ લાવવા જેવા અનેક વીડિયો બનાવીને સોશિયલ મીડિયામાં વાયરલ કર્યા છે.તેની રમુજી વાત અને વાકછટા થી આ વીડિયો યુવાનોથી માંડી અબાલ વૃદ્ધ સૌ તેમજ ભણેલા ગણેલા ટેકનોગ્રાફ વ્યક્તિઓ, વેપારીઓ, અધિકારીઓ નેતાઓ સૌ કોઈ અચૂક જુએ છે અને તેને લાઈક પણ કરે છે.