Home /News /banaskantha /Deesa: કળિયુગની શરૂઆત થતા ભગવાન શનિદેવ શનિ શીંગણાપુરથી અહીં આવી રહેવા લાગ્યા હતા, જૂઓ Video

Deesa: કળિયુગની શરૂઆત થતા ભગવાન શનિદેવ શનિ શીંગણાપુરથી અહીં આવી રહેવા લાગ્યા હતા, જૂઓ Video

X
આ

આ શનિદેવને તેલ ચઢાવે તેને સાઢા સાતીમાંથી તરતજ છુટકારો મળે છે.

બનાસકાંઠા જિલ્લાના ડીસાના 5 કિલોમીટર દૂર ભોયણ ગામ પાસે શનિદેવનું મંદિર આવેલું છે. આ શનિદેવનું મંદિર વર્ષો પુરાણું મંદિર છે. શનિદેવના મંદિરમાં ભૈરવ દાદા અને હનુમાનજી પણ બિરાજમાન છે.

  • News18 Gujarati
  • Last Updated :
  • Banas Kantha, India
Nilesh Rana, Banaskantha: બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના ભોયણ ગામ પાસે ડીસા પાલનપુર હાઈવે પર શનિદેવનું મંદિર આવેલું છે.આ મંદિરમાં ભગવાન હનુમાન અને ભગવાન શનિદેવ બીરાજમાન છે. ભક્તો દ્વારા ભગવાનના દર્શન કરી આશિર્વાદ મેળવે છે.શનિદેવ મંદિરમાં આવતા ભક્તો દ્વારા ભગવાનને તેલ અને સિંદૂર ચઢાવવામાં આવે છે.આ મંદિર ઐતિહાસિક મંદિર છે.જેઓની મહિમા ખુબજ પ્રસિદ્ધ છે.

સાઢા સાતીમાંથી તરત જ છુટકારો મળી જાય

બનાસકાંઠાના ડીસા તાલુકાના ભોયણ ગામ પાસે ડીસા પાલનપૂર હાઈવે પર આવેલા શનિદેવ મંદિર અનેક ઈતિહાસ સાથે સંકળાયેલા છે.મંદિરમાં શનિદેવ અને હનુમાનજી સાથે બિરાજમાન છે.



આ મંદિરમાં જ ભૈરવ દાદાનું પણ મંદિર આવેલું છે.દર શનિવારે આ મંદિર ખાતે મોટી સંખ્યામાં દર્શનાર્થીઓ આવે છે અને શનિદેવ અને હનુમાનજીને તેલ સિંદુર સહિત આંકડાના ફૂલ ચડાવે છે.



એવી માન્યતા છે કે જે અહી શનિ દેવને જે કોઈ તેલ ચઢાવે છે, તેને સાઢા સાતીમાંથી તરત જ છુટકારો મળી જાય છે.ભગવાન શનિદેવનું સૌથી જૂનું મંદિર શનિશીંગણાપુરમાં આવેલું છે.ત્યારે એક લોક માન્યતા મૂજબ એવું કહેવાય છે કે, કળીયુગની શરૂઆત થતા ભગવાન શનિદેવ પોતે અહી આવીને રહેવા લાગ્યા હતા.જેથી જે કોઈ ભક્ત અહી ભગવાન શનિ મહારાજની ઉપાસના કરે છે.તેઓને શનિદેવ મનાવંછિત ફળ અવશ્ય આપે છે.



શાસ્ત્રોમાં શનિને સૂર્યના પુત્ર અને મૃત્યુના દેવતા યમના ભાઈ બતાવવામાં આવ્યા

જ્યોતિષોના કહેવા પ્રમાણે, જે કોઈ વ્યક્તિના જીવનમાં શનિની સાડાસાતી લાગી હોય તો માણસની કર્મકુંડળી પર ભારે અસર કરે છે. શનિ દેવની આ છબિ દેવતાઓમાં તેમને વિશેષ સ્થાન આપે છે. શાસ્ત્રોમાં શનિને સૂર્યના પુત્ર અને મૃત્યુના દેવતા યમના ભાઈ બતાવવામાં આવ્યા છે. શનિની વિશેષતાઓનો વખાણ કરતા પ્રાચીન ગ્રંથ "શ્રી શનિ મહાત્મય "માં લખવામાં આવ્યુ છે કે, શનિ દેવનો રંગ કાળો છે અને તેમનુ રૂપ સુંદર છે.



તેમની જાતિ તૈલિ છે અને તેઓ કાળ ભૈરવની ઉપાસના કરે છે.જ્યોતિષમાં શનિને ઠંડો ગ્રહ માનવામાં આવ્યો છે, જે બીમારી, શોક અને આળસનો કારક છે.પણ જો શનિ શુભ હોય તો તે કર્મની દશાને લાભની તરફ લઈ જનારો અને ધ્યાન અને મોક્ષ આપનારો છે. સાથે જ કેરિયને ઊંચાઈઓ પર લઈ જાય છે.



. લોકોમાં શનિને લઈને જુદી જુદી માન્યતા છે. ઘણા લોકોનું માનવુ છે એ શનિ દેવનુ કામ ફક્ત મુશ્કેલીઓ આપવી અને લોકોના કામમાં વિઘ્ન ઉભુ કરવાનુ છે. પણ શાસ્ત્રો મુજબ શનિ દેવ પરિક્ષા લેવામાં એક બાજુ મુશ્કેલીઓ ઉભી કરે છે, તો બીજી બાજુ ખુશ થતા તેઓ સૌથી મોટા હિતેચ્છુ પણ સાબિત થાય છે.
First published:

Tags: Banankatha News, Hindu Temple, Local 18

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો