ડીસા સહિત આજુબાજુના લોકો મોટી સંખ્યામાં લીધો દર્શનનો લાભ.
બનાસકાંઠા જિલ્લાના ડીસાના ખોડિયાર જ્યંતીની ઉજવણી કરાઇ હતી. ડીસામાં 45 વર્ષ જૂનું રાજરાજેશ્વરી ખોડિયાર માતાજીનું મંદિર આવેલું છ. અહીં અંદાજે પાંચ હજાર કિલો લાપસીનો મહાપ્રસાદ બનાવવામાં આવ્યો હતો.
Nilesh Rana, Banaskantha : બનાસકાંઠાના ડીસાના બગીચા વિસ્તારમાં શાકમાર્કેટ સામે આવેલા 45 વર્ષ જૂનું ખોડિયાર માતાજીનું મંદિર શ્રદ્ધાળુઓમાં ભારે આસ્થા ધરાવે છે. આ મંદિરે અનેક શ્રધ્ધાળુ બાધા આખડી રાખી શીશ નમાવે છે. આસ્થાનું આ અનોખું ધામ એવા ખોડિયાર મંદિર મહાસુંદ આઠમના દિવસે દર વર્ષે માતાજીની જન્મ જ્યંતી ઉજવામાં આવે છે અને લાપસીના મહાપ્રસાદનું પણ ભક્તોમાં વિતરણ કરવામાં આવે છે.
ભારતીય સંસ્કૃતિ માં દેવી પૂજા વિશેષ મહત્વ રહેલું છે. તેમાં પણ નવદુર્ગા આરાધના અને ભક્તિનું સવિશેષ મહત્વ રહેલું છે. ત્યારે તેમાંય નવ દેવી ઓ જેમાં અંબાજી, સરસ્વતી, લક્ષ્મી, પાર્વતી, આધ્ય શક્તિ શ્રી વેરાઈ, મહાકાળી માતા, ખોડિયાર માતા, બહુચર માતાજી, ગાયત્રી મા, ચામુંડા મા, હિંગળાજ માં, ભવાની મા, ભુવનેશ્વરી મા, આશાપુરા મા, ગાત્રાડ મા, મેલડી મા, વિસત મા, કનકેશ્વરી મા,
મોમાઈ મા, નાગબાઈ મા, હરસિધ્ધિ મા, મોઢેશ્વરી મા, ઉમિયા મા વગેરે જેવા દેવીઓનું લોકો શ્રધ્ધાપુર્વક ભક્તિપુજન કરે છે. તેમાં માનવદેહ રૂપે અવતરીને કાળક્રમે દેવી સ્વરૂપે જેમનું પુજન થાય છે. તેમાનાં એક દેવી એટલે ખારીયા ધરાની ખોડિયાર માતાજી.
ખોડિયાર માતાજી ચારણ કન્યા હતાં
ખોડિયાર માતાજી જ્ઞાતિએ ચારણ હતા. તેમનાં પિતાનું નામ મામડિયા એટલે મામૈયા અને તેમનાં માતાનું નામ દેવળબા એટલે મીણબાઈ હતું. તેઓ કુલ સાત બહેન અને એક ભાઈ હતાં. જેઓનાં નામ આવડ, જોગડ, તોગડ, બીજબાઈ,
હોલબાઈ, સાંસાઈ, જાનબાઈ અને ભાઈ મેરખિયો એટલે મેરખો હતાં. તેમનું વાહન મગર છે. તેમનો જન્મ આશરે 9 મીથી 11 મી સદીમાં મહા સુદ આઠમના દિવસે થયો હતો. જેથી તે દિવસે સમગ્ર ભારત ભરમાં ખોડિયાર જયંતિ ઉજવવામાં આવે છે.
આટલા વર્ષ જૂનું મંદિર આજે આટલા કિલ્લો લાપસીનો પ્રસાદ તૈયાર કરાયો
મહા સુદ આઠમ પ્રસંગે ડીસા ખાતે બગીચા સર્કલ પાસે આવેલા 45 વર્ષ જુના ખોડીયાર માતાના મંદિર આ મંદિર સાથે અનેક લોકોની આસ્થા જોડાયેલી અને લોકો દૂર દૂરથી આ ખોડીયાર માના દર્શન કરવા આવે દૂર દૂરથી આવતા દર્શનાર્થીઓની આ ખોડીયાર માતા તેમની તમામ મનોકામના પૂર્ણ કરે. આજે મા ખોડિયાર માતાજીની જન્મ જયંતી હોવાથી ડીસામાં ખોડીયારની જયંતી ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.
દરવર્ષની જેમ આ વર્ષે મોટી સંખ્યામાં ભાવિક ભક્તો આ મંદિર ખાતે ઉમટી પડ્યા હતા અને માતાજીના દર્શનનો લાભ લીધો હતોજેમાં 721 કિલ્લો ઘઉં, 700 કિલ્લો ગોળ, 30 કિલ્લો બદામ,30 કિલ્લો દ્રાક્ષ, દોઢ કિલો ઈલાયચીનો ઉપયોગ કરી લાપસી બનાવામાં આવી હતી. અને પાંચ હજાર કિલો લાપસીનો મહાપ્રસાદનું પણ વિતરણ ભક્તોમાં કરવામાં આવ્યું હતું.