આનંદ જયસ્વા,લબનાસકાંઠા: ગુજરાત ગૌસ સેવા પસંદગી મંડળ દ્વારા લેવાયેલી હેડક્લાર્કની પરીક્ષાનું (head clerk clear) પેપર ફૂટ્યાની ઘટના સામે આવતા જ નવા નવા ઘટસ્ફોટ (Paper Leak) થઈ રહ્યા છે. ત્યારે આ અંગે ખોડલધામના (khodaldham) પ્રમુખ નરેશ પટેલે (Naresh patel) પણ પોતાનું મંતવ્ય આપ્યું હતું. ખોડલધામના પ્રમુખ નરેશ પટેલ આજે બનાસકાંઠાના (Banaskantha) ગઢ ગામે પહોંચ્યા હતા. જ્યાં નરેશ પટેલનું ભવ્ય સ્વાગત કરાયું હતું. જોકે બાદમાં સભામાં પાટીદારોને પાટોત્સવનું આમંત્રણ આપ્યું હતું.
ખોડલધામ ના પ્રમુખ અને પાટીદાર આગેવાન નરેશ પટેલ હાલ ગુજરાતમાં ગામડાઓ અને શહેરોમાં પાટોત્સવ ના આમંત્રણ આપવા ફરી રહ્યા છે ત્યારે બનાસકાંઠાના ગઢ ગામે આજે નરેશ પટેલનું આગમન થતા જિલ્લાભરના પાટીદાર સમાજ દ્વારા ભવ્ય સ્વાગત કરાયું હતું અને બાદમાં સભા સ્થળે જિલ્લાભરના પાટીદાર સમાજના આગેવાનોએ સ્વાગત કર્યું હતું.
નરેશ પટેલએ પાટોત્સવમાં પધારવા સમગ્ર જિલ્લાના પાટીદારોને આમંત્રણ આપ્યું હતું. જોકે બાદમાં પત્રકારો સાથેની વાતચીતમાં નરેશ પટેલ એ જણાવ્યું હતું કે પાટોત્સવ ના આમંત્રણ માટે આજે ગઢ આવવાનું થયું છે. જોકે પેપર લીક બાબતને દુઃખ ગણાવી કસૂરવાર સામે કાર્યવાહી થવી જોઈએ સાથે જ ભુપેન્દ્ર પટેલની સરકાર વિષે પૂછતાં નરેશ પટેલે રાજકીય મામલે બોલવાનો ઇનકાર કર્યો હતો.
નરેશ પટેલના આગમનને લઈને પાટીદારોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો હતો. નરેશ પટેલ સાથે પાલનપુર કોંગ્રેસના ધારાસભ્ય મહેશ પટેલ, પાટણના ધારાસભ્ય કિરીટ પટેલ સહિત પાટીદાર આગેવાનો ઉપસ્થિત રહયા હતા.
ઉલ્લેખનીય છે કે ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB) દ્વારા રવિવારે લેવાયેલી બિન સચિવાલય ક્લાર્કની પરીક્ષાનું (head cleark exam) હિંમતનગર તાલુકામાંથી પેપર લીક થયાનો (Paper leak) સનસનીખેજ આક્ષેપ બાદ મામલો ગરમાયો છે. ત્યારે આજે ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યુ છે કે, આ મામલામાં પ્રાંતીજમાં 10 લોકો સામે એફઆઇઆર થઇ છે. જેમાંથી 6 લોકોની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે ચાર લોકોની હજી શોધખોળ ચાલી રહી છે.
ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પ્રેસકોન્ફરન્સમાં મોટો ખુલાસો કર્યો છે. તેમણે જણાવ્યું છે કે, ગુરૂવારે મોડી રાતે પ્રાંતિજમાં 10 લોકો સામે એફઆઇઆર નોંધવામાં આવી છે.