Home /News /banaskantha /Deesa: ટેકાનાં ભાવે જણસ વેચતા પહેલા આટલુ જરૂર કરજો, ભુલ થશે તો નુકસાન જશે

Deesa: ટેકાનાં ભાવે જણસ વેચતા પહેલા આટલુ જરૂર કરજો, ભુલ થશે તો નુકસાન જશે

સમગ્ર રાજ્યમાં સ્થાનિકે ગ્રામ્યકક્ષાએVCEદ્વારા તા.01/03થી31/03 સુધી નોંધણી કરાવી

રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોની જણસી ટેકાનાં ભાવે ખરીદવામાં આવશે. હાલ ઓનલાઇન નોંધણીની શરૂઆત થઇ ગઇ છે. તા. 31 માર્ચ સુધી નોંધણી થશે.

Nilesh Rana, Banaskantha: ખેડૂતોને પોષણસમભા મળી રહે તે માટે રાજ્ય સરકાર દ્વારા ટેકાના ભાવે ઘઉં, બાજરી, જુવાર, રાગી, મકાઈની ખરીદી કરવામાં આવનાર છે.જે થી વેચાણ કરવા ઈચ્છા ધરાવતા ખેડૂતોની ઓનલાઇન નોંધણી સમગ્ર રાજ્યમાં સ્થાનિક ગ્રામ્ય કક્ષાએ VCE દ્વારા તા.1 માર્ચથી 31 માર્ચ સુધી કરવામાં આવશે.

આ તારીખ દરમિયાન નોંધણી થશે

ખેડૂતોને તેઓના પાકના પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે રવિ માર્કેટીંગ સીઝન 2023-24માં રાજ્ય સરકાર દ્વારા લઘુતમ ટેકાના ભાવે ઘઉં, બાજરી, જુવાર, રાગી, મકાઈની ખરીદી ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ મારફતે કરવામાં આવનાર છે. જેથી લઘુતમ ટેકાના ભાવે વેચાણ કરવા ઈચ્છા ધરાવતા ખેડૂતોની ઓનલાઇન નોંધણી કરવાની રહેશે. રાજ્યમાં સ્થાનિક ગ્રામ્ય કક્ષાએ VCE દ્વારા તા.1 માર્ચથી 31 માર્ચ સુધી કરવામાં આવશે.

આટલા આધાર રજુ કરવાના રહેશે

નોંધણી માટે જરૂરી પુરાવા જેવા કે, આધાર કાર્ડની નકલ, અધ્યતન ગામ નમૂનો 7, 12, 8- ની નકલ, ગામ નમૂના 12 માં પાક વાવણી અંગે એન્ટ્રી ના થઇ હોય તો પાકની વાવણી અંગેનો તલાટીના સહી સિક્કા સાથેનો દાખલો, ખેડૂતના નામના બેંક ખાતાની વિગત જેમ કે બેંક પાસબુકની નકલ અથવા કેન્સલ ચેકની નકલ સાથે લાવવાની રહેશે.

આ પણ વાંચો: મોંઘવારી ભલે માઝા મૂકે પણ અમે મોજ કરશું, મોંઘી IPL, કૃષ્ણ પિચકારીઓનું ધૂમ વેચાણ

ખરીદી સમયે ખેડૂતોએ આટલી વસ્તુ સાથે રાખવી પડશે

ખરીદી સમયે ખેડૂતે પોતાનું આધાર કાર્ડ, ઓળખપત્ર સાથે રાખવાનું રહેશે. ખેડૂત ખાતેદારના બાયોમેટ્રિક ઓથેન્ટિકેશન દ્વારા જ જથ્થો ખરીદી કરવામાં આવશે.નોંધણી કરાવતી વખતે તમામ ડોક્યુમેન્ટ્સ સુવાચ્ય રીતે અપલોડ થાય તથા માગ્યા મુજબના જ અપલોડ થાય તેની નોંધણી સ્થળ/ કાઉન્ટર છોડતા પહેલા ખાસ કાળજી રાખવી.



ડોક્યુમેન્ટની ચકાસણી દરમ્યાન જો ખોટા ડોક્યુમેન્ટ અપલોડ કર્યા હોવાનું ધ્યાને આવશે તો તમારો ક્રમ રદ થશે. હેલ્પલાઇન નંબર- 8511171718 તથા 8511171719 ઉપર સંપર્ક કરવા ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ લિ. ના નાયબ જિલ્લા મેનેજરએ જણાવ્યું છે.
First published:

Tags: Banaskanatha, Crop, Farmer in Gujarat, Local 18, Marketyard, Price