Home /News /banaskantha /Deesa: રોજગારવાંચ્છુ ઉમેદવારો માટે નોકરી મેળવવાની સોનેરી તક, આ તારીખે રોજગાર ભરતી મેળો યોજાશે
Deesa: રોજગારવાંચ્છુ ઉમેદવારો માટે નોકરી મેળવવાની સોનેરી તક, આ તારીખે રોજગાર ભરતી મેળો યોજાશે
લાયકાત ધરાવતા ઉમેદવારોએ આ શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્રો સાથે લાવવા.
પાલનપુર ખાતે આવેલી કે.કે.ગોઠી હાઈસ્કૂલ અને સ્વસ્તિક ઉચ્ચતર માધ્યમિક શાળામાં 19 તારીખના રોજ ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે.લાયકાત ધરાવતા ઉમેદવારોએ આ શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્રો સાથે લાવવાના રહેશે.
Nilesh Rana, Banaskantha: બનાસકાંઠાના પાલનપુર ખાતે આવેલ શ્રી કે. કે. ગોઠી હાઇસ્કૂલ અને સ્વસ્તિક ઉચ્ચતર માધ્યમિક શાળા ખાતે જિલ્લા રોજગાર વિનિમય કચેરી પાલનપુર દ્વારા તારીખ 19 ના રોજ ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે.લાયકાત ધરાવતા ઉમેદવારોએ આ શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્રની નકલ સાથે લાવવી જાણો.
બનાસકાંઠા જિલ્લાના પાલનપુર ખાતે આગામી તા.19 માર્ચ-2023ના રોજ સવારે-10 કલાકે શ્રી કે. કે. ગોઠી હાઇસ્કૂલ અને સ્વસ્તિક ઉચ્ચતર માધ્યમિક શાળા, હાઇવે ચાર રસ્તા, સર્કિટ હાઉસની સામે આવેલ શાળામાં બનાસકાંઠા જિલ્લાના રોજગારવાંચ્છુ ઉમેદવારો માટે ખાનગી ક્ષેત્રના નોકરીદાતાઓ પાસેથી ખાલી રહેલ નોકરી માટેની જગ્યાઓ ભરવા માટે જિલ્લા રોજગાર વિનિમય કચેરી, પાલનપુર દ્વારા ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે.જેથી વધુમાં વધુ લાયકાત ધરાવતા ઉમેદવારો લાભ લેવા અનુરોધ કરાયો છે.
આટલી ઉંમર તેમજ આ લાયકાત ધરાવતા ઉમેદવારો લાભ લઈ શકશે
આ ભરતી મેળામાં ભાગ લેવા માગતા 18 થી 30 વર્ષની ઉંમરના તેમજ એસ.એસ.સી. આઇ.ટી.આઇ.સ્નાતકની લાયકાત ધરાવનાર ઉમેદવારોને તેમની ઉંમર, જાતિ અને શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્રોની નકલ અને બાયોડેટાની ત્રણથી ચાર નકલો સાથે સ્વ-ખર્ચે રૂબરૂ ઉપસ્થિત રહેવા બનાસકાંઠા જિલ્લા રોજગાર અધિકારીએ જણાવ્યું હતું.