Home /News /banaskantha /

બનાસકાંઠા: સાળી-બનેવીના સંબંધને લાંછન લગાડતો કિસ્સો, સગીર સાળી બની પ્રેગ્નેન્ટ

બનાસકાંઠા: સાળી-બનેવીના સંબંધને લાંછન લગાડતો કિસ્સો, સગીર સાળી બની પ્રેગ્નેન્ટ

થરાદનો ચકચારી બનાવ

Banaskantha Rape Case: હેવાન બનેવીએ ભાચર ગામ ખાતે રહેતી સગીર સાળીની એકલતાનો ગેરલાભ ઉઠાવીને દુષ્કર્મ આચરતા સાળી પ્રેગ્નેન્ટ બની છે.

    બનાસકાંઠા: સમાજમાં સાળી બનેવીના સંબંધને ખૂબ પવિત્ર ગણવામાં આવે છે. જોકે, બનાસકાંઠા જિલ્લા (Banaskantha district)માં સાળી-બનેવીના સંબંધને લાંછન લગાડતો એક બનાવ સામે આવ્યો છે. જેમાં બનેવીની હેવાનિયતનો ભોગ બનેલી સાળી પ્રેગ્નેન્ટ બની છે. પ્રેગનેન્ટ બનેલી સાળી હાલ સગીર વયની છે. આ મામલે ફરિયાદ દાખલ કરાવવામાં આવતા થરાબ પોલીસે (Tharad Police station) તપાસ શરૂ કરી છે.

    થરાદના ભાચર ગામનો કિસ્સો


    મળતી માહિતી પ્રમાણે થરાદ તાલુકાના ભાચર ગામ (Bhachar village) ખાતે બનેવીએ દુષ્કર્મ આચરીને સગીર સાળીને પ્રેગ્નેન્ટ બનાવી હોવાનો બનાવ બન્યો છે. હેવાન બનેવીએ ભાચર ગામ ખાતે રહેતી સગીર સાળીની એકલતાનો ગેરલાભ ઉઠાવીને દુષ્કર્મ આચરતા સાળી પ્રેગ્નેન્ટ બની છે. પીડિતાની ફરિયાદ પ્રમાણે બનેવી ધાક-ધમકી આપી તેમજ બળબજરીથી શારીરિક સંબંધ બાંધતો હતો.

    સગીરાનો પરિવાર મજૂરી માટે બહાર ગામ ગયો હોવાથી બનેવીએ તેની સાળી પર દાનત બગાડી હતી. આ દરમિયાન સગીરાને ગર્ભ રહી જતાં બનેવીનો ભાંડો ફૂટી ગયો હતો. સમગ્ર મામલે સગીરાએ પરિવાર સાથે પોલીસ મથકે પહોંચી બનેવી વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરીને વધારે તપાસ શરૂ કરી છે.

    ગુજરાતના અન્ય અપડેટ્સ:


    1) પાંચ દિવસ વરસાદની આગહી:


    ગુજરાતમાં વિધિવત રીતે ચોમાસાનો પ્રારંભ (Gujarat Monsoon 2022) થઈ ગયો છે પરંતુ દક્ષિણ ગુજરાતના અમુક વિસ્તારોના બાદ કરતા હજી સુધી જોઈએ તેવો વરસાદી માહોલ (Gujarat rainfall) જામ્યો નથી. બીજી તરફ હવામાન વિભાગે (Meteorological Department) રાજ્યમાં આગામી પાંચ દિવસ વરસાદી માહોલ રહેવાની આગાહી (Gujarat Rain forecast) કરી છે. હવામાન વિભાગના કહેવા પ્રમાણે આગામી પાંચ દિવસ વરસાદી માહોલ યથાવત રહેશે. રાજ્યમાં 24મી જૂનથી વરસાદનું જોર વધશે. (વાંચો સંપૂર્ણ અહેવાલ...)


    2) લખતરમાં વિદેશમાં જોવા મળે તેવો વંટોળિયો ત્રાટક્યો


    વિદેશમાં તમે મોટાં મોટાં વંટોળિયા (whirlwind)ના દ્રશ્યો જોયા હશે. કંઈક આવા જ દ્રશ્યો સુરેન્દ્રનગર (Surendranagar whirlwind) પંથકમાં જોવા મળ્યા છે. આવા દશ્યો જોવા મળતા લોકોને કૂતુહલ થયું હતું, સાથે જ ભયનો માહોલ પણ ફેલાયો હતો. મળતી માહિતી પ્રમાણે સુરેન્દ્રનગર જિલ્લાના લખતર (Lakhtar whirlwind) તાલુકામાં આવું દ્રશ્યો જોવા મળ્યું હતું. (વાંચો સંપૂર્ણ અહેવાલ...)

    3) યુવતીએ નશામાં ધૂત થઈને ગાળોની રમઝટ બોલાવી


    ગુજરાતમાં આમ તો દારૂબંધી (Gujarat dry state) છે. પરંતુ અહીં દારૂનો જથ્થો ઝડપાવાના અને નશાખોરોની ધરપકડના બનાવો લગભગ દરરોજ બને છે. મોટા શહેરોમાં હવે યુવતીઓ પણ નશાના રવાડે ચઢી ગઈ છે. આ અંગેના કિસ્સા સમયાંતરે સામે આવતા રહે છે. જોકે, પોલીસ મહિલાઓની ગરીમા જાળવીને તેમની ધરપકડ ન કરવાને બદલે ચેતવણી આપીને છોડી દે છે. જામનગર શહેરમાં યુવતીએ દારૂ પીને જાહેરમાં ધમાલ (Jamnagar drunken girl viral video) કરી હોવાનો એક વીડિયો વાયરલ થયો છે. વાયરલ વીડિયોમાં યુવતી જે પ્રકારની ભાષાનો પ્રયોગ કરે છે તેને સાંભળીને માથું શરમથી ઝૂકી જાય. (વાંચો સંપૂર્ણ અહેવાલ...)
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: Banaskantha, ગુનો, પોલીસ

    આગામી સમાચાર