આ પાલનપુરની જનતા કચોરી ગુજરાત સહિત અન્ય રાજ્યો તેમજ વિદેશમાં પણ વખણાય છે.
બનાસકાંઠા જિલ્લાના પાલનપુરની જનતા કચોરી 75 વર્ષથી ફેમસ.કચોરીની શરૂઆત કરી ત્યારે 2 આનામાં મળતી હતી.હાલ કચોરી 25 રૂપિયામાં મળે છે.કચોરીની ખાસિયત એ છે.કે આ કચોરીને 10 દિવસ સુધી કઈ થતું નથી.જનતાની કચોરીનો 75 વર્ષથી એકજ ટેસ્ટ જળવાઈ રહ્યો છે.
Nilesh Rana, Banaskantha: બનાસકાંઠા જિલ્લાના પાલનપુર શહેરમાં જનતાની કચોરી છેલ્લા 75 વર્ષથી પ્રખ્યાત છે આ કચોરીની ખાસિયત એ છે કે દસ દિવસ સુધી આ કચોરી ને કંઈ પણ થતું નથી જેના લીધે ગુજરાતના વિવિધ શહેરો અન્ય રાજ્યો તેમજ વિદેશથી આવતા લોકો પણ આ કચોરી સ્વાદ માણે છે.અને કચોરી અમેરિકા સુધી લઈ જાય છે. કચોરી વેચવાની શરૂઆત થઈ ત્યારે બે આનામાં મળતી હતી.
હાલ માં એક કચોરી 25 રૂપિયામાં વેચાય છે. સવારથી સાંજ સુધી કચોરી ખાવા માટે મોટી સંખ્યામાં લોકો આવતા હોય છે. જનતાની કચોરીનો 75 વર્ષથી એક જ ટેસ્ટ જળવાઈ રહ્યો છે સામાન્ય રીતે અન્ય સ્થળો પર જે કચોરી બનાવવામાં આવે છે. તે બટાકાના મસાલાથી બનતી હોય છે પરંતુ આ જનતા કચોરી મગની દાળમાંથી બનાવવામાં આવે છે.
બનાસકાંઠા જિલ્લાના મુખ્ય જિલ્લા મથક પાલનપુર શહેરના મોટી બજાર વિસ્તારમાં જનતા કચોરીની નાનકડી દુકાન આવેલી છે આજથી 75 વર્ષ અગાઉ ભીખાભાઈ ખેતસિંહભાઈ ખત્રીએ કચોરી વેચવાની શરૂઆત કરી હતી. મગની દાળમાંથી ભીખાભાઈ ખત્રીએ કચોરી બનાવી બે આનામાં તેનું વેચાણ કરતા હતા.
જો કે તેમની કચોરી લોકોને દાઢે વળગી જતા ધીમે ધીમે ગ્રાહકોની સંખ્યા પણ વધતી ગઈ. હાલમાં આ જનતા કચોરી સેન્ટર ભીખાભાઈના પુત્ર દિપકભાઈ ઉર્ફે (લાલાભાઇ) ખત્રી ચલાવે છે. તેમના પિતાએ શરૂઆત કરી ત્યારે બે આનામાં કચોરી વેચતા હતા અને હાલમાં આ કચોરી 25 રૂપિયામાં વેચાય છે કચોરીની સાથે ગોળની ચટણી અને દહીં આપવામાં આવે છે.
મગની દાળમાંથી બનતી કચોરીનો ટેસ્ટ એટલો સારો છે કે આ કચોરી ખાવા માટે ગુજરાતના વિવિધ શહેરો તેમજ અન્ય રાજ્યોમાંથી આવતા લોકો આ કચોરીનો સ્વાદ અચૂક માણસે અને સાથે પાર્સલ કરીને પણ લઈ જાય છે. આ ઉપરાંત વિદેશમાં રહેતા લોકો પોતાના વતન પાલનપુર અથવા આસપાસના ગામોમાં આવે તો પરત વિદેશ જતી વખતે જનતાની કચોરી પાર્સલ કરાવીને અમેરિકા સુધી લઈ જાય છે.
આ કચોરીની ખાસિયત એ છે કે મગની દાળમાંથી બનાવવામાં આવે છે જેથી દસ દિવસ સુધી આ કચોરી બગડતી નથી સામાન્ય રીતે કોઈપણ લારી કે રેસ્ટોરન્ટમાં મળતી કચોરી બટાકાના મસાલામાંથી બનાવવામાં આવે છે પરંતુ પાલનપુરમાં મળતી જનતાની કચોરી માત્ર મગ દાળમાંથી બનાવવામાં આવે છે.
જેથી તેનો ટેસ્ટ અન્ય કચોરીઓ કરતા કંઈક અલગ જ છે પાલનપુરના મોટી બજાર વિસ્તારમાં સવારથી જ લોકોની કચોરી ખાવા માટે ભારે ભીડ જામે છે અને સાંજ સુધીમાં મોટી સંખ્યામાં લોકો આ કચોરીનો સ્વાદ માણતા હોય છે. ત્યારે ભીખાભાઈના પુત્રએ 75 વર્ષ અગાઉ જે કચોરી નો ટેસ્ટ હતો તે આજે પણ જાળવી રાખ્યો છે અને તેના લીધે જ જનતાની કચોરી ગુજરાત નહિ પરંતુ દેશ-વિદેશમાં પણ વખણાય છે.