બનાસકાંઠાના પાલનપુરના જલારામના દાળવડા 40 વર્ષથી ખૂબ ફેમસ છે. 40 વર્ષ પહેલાં 5 રૂપિયાથી શરૂઆત થઈ હતી અત્યારે 30 રૂપિયામાં મળે છે.જલારામના દાળવડા ખાવા લોકોની લાંબી લાઈનો લખે છે.
Nilesh Rana, Banaskantha: બનાસકાંઠા જિલ્લાના વિવિધ શહેરોમાં ખાણી પીણીની અનેક ચીજ વસ્તુઓ વખણાય છે ત્યારે જિલ્લાના મુખ્ય મથક પાલનપુર માં જલારામના દાળવાડાનું નામ સાંભળતા જ લોકોના મોમાં પાણી આવી જાય છે. છેલ્લા 40 વર્ષથી જલારામના દાળવડા એટલા ફેમસ છે કે દાળવડા ખાવા માટે લોકોની ભારે ભીડ જામે છે.
દાળવડાની શરૂઆતમાં પાંચ રૂપિયામાં 100 ગ્રામથી દાળવડા વેચવાની શરૂઆત કરી હતી.આજે 30 રૂપિયા 100 ગ્રામ દાળવડાનો ભાવ છે. શરૂઆ તથી લઈ અત્યાર સુધી એકજ ટેસ્ટ જોવા મળી રહ્યું છે. અને બહારથી પણ લોકો પાલનપુર આવે છે તો જલારામના દાળવાળા ખાવાનું ચૂકતા નથી.
બનાસકાંઠા જિલ્લામાં અનેક એવા સ્થળો તેમજ અનેક એવી ખાણી પીણી છે.કે તે વર્ષોથી ફેમસ છે. જેથી લોકો મોટી સંખ્યામાં તેનો લાભલે છે. બનાસકાંઠાના મુખ્ય મથક ગણાતા પાલનપુર શહેરના બના સર્કલ પાસે આજથી 40 વર્ષ અગાઉ સ્વ. ઈશ્વરલાલ ચીમનલાલ માધુ એ એક નાનકડી લારી ઉપર દાળવડા વેચવાની શરૂઆત કરી હતી.
તેમના દાળવાળા નો ટેસ્ટ એટલો સારો હતો કે ધીમે ધીમે દાળવડા ખાતા લોકોની સંખ્યામાં વધારો થયો અને બનાસકાંઠા સહિત ગુજરાત ના અન્ય શહેરોથી પણ પાલનપુર આવતા લોકો જલારામના દાળવાળા ચોક્કસ ખાય છે.
જલારામના ફેમસ દાળવડા, ખાવા માટે લાગે છે લાઈનો
40 વર્ષ અગાઉ 5 રૂપિયાના 100 gm થી દાળવડા વેચવાની શરૂઆત કરી હતી. આજે આ દાળ વાળાની લારીમાંથી દુકાન બની ગઈ છે. અને પિતાનો દાળવડા નો ધંધો તેમના પુત્રો ધર્મેશભાઈ માધુ અને મેહુલભાઈ માધુ સંભાળે છે. અત્યારે જલારામ દાળવડા સેન્ટર પર દાળવડાની સાથે તેમના બટાકાવડા પણ ખૂબ જ ટેસ્ટી હોય છે. દાળવડાની સાથે બે પ્રકારની ચટણી તળેલા મરચા લોકોને આપવામાં આવે છે.
આ જલારામ દાળવડા સેન્ટર પર સવારે 9 થી લઇ સાંજે 7 વાગ્યા સુધી દાળવડા ખાવા માટે લોકોની ભારે ભીડ જામે છે અને જલારામ દાળવડા ની ખાસિયત એ છે કે 40 વર્ષ અગાઉ જે ટેસ્ટ હતો તે જ ટેસ્ટ આજે પણ જાળવી રાખ્યો છે અને તેના લીધે જ બનાસકાંઠા તેમજ ગુજરાતના અન્ય શહેરોમાંથી કામકાજથી પાલનપુર આવતા લોકો જલારામના દાળવડા ખાવાનું ભૂલતા નથી.તેમજ પાલનપુરના લોકોની આ જલારામ દાળવડા સેન્ટર પર સવારથી લઈ સાંજ સુધી દાળવડા ખાવા માટે ભીડ જામે છે.