Home /News /banaskantha /Deesa: શિયાળામાં ગરીબોને પ્રેમની હુંફ, આ સંસ્થાએ 1 લાખ ધાબળાનું કર્યું વિતરણ

Deesa: શિયાળામાં ગરીબોને પ્રેમની હુંફ, આ સંસ્થાએ 1 લાખ ધાબળાનું કર્યું વિતરણ

X
સમગ્ર

સમગ્ર ભારતભરમાં 1 લાખથી વધુ ગરીબ અને જરૂરિયાત મંદ લોકોને ધાબળા વિતરણ નું અભિયાન.

બનાસકાંઠામાં દાવતે ઈસ્લામી ઈન્ડિયા ગ્રુપ દ્વારા ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને ધાબળાનું વિતરણ કરાયું છ. આ ગ્રુપ દ્વારા સમગ્ર ભારતભરમાં 1 લાખથી વધુ ધાબળા વિતરણનું અભિયાન હાથ ધરવામાં આવ્યું છે.

Nilesh Rana, Banaskantha: બનાસકાંઠામાં મુસ્લિમ સમાજનું ગ્રુપ દાવતે ઈસ્લામી ઈન્ડિયાના ગરીબ નવાઝ રિલીફ ફાઉન્ડેશન દ્વારા અનેક સેવાકીય કાર્યક્રમ કરવામાં આવે છે. કડકડતી ઠંડીમાં ફૂટપાથ પર રહેતા લોકો અને ભિક્ષુક લોકોને ધાબળા વિતરણ કરી કોમી એકતાનું એક ઉદાહરણ પૂરું પાડ્યું હતું. દાવતે ઈસ્લામી ઈન્ડિયાના ગરીબ નવાઝ રિલીફ ફાઉન્ડેશન છેલ્લા 30 વર્ષથી સમગ્ર ભારત દેશમાં અલગ અલગ સેવાકીય કાર્ય કરે છે. કોઈપણ જાતનો ભેદભાવ રાખ્યા વગર સેવાકીય કાર્ય કરે છે.



વિવિધ સામાજિક અને સેવાકીય કર્યો કરે છે

લોકડાઉન દરમિયાન સમગ્ર ભારતભરમાં ગરીબ તેમજ જરૂરિયાત મંદ લોકોને રાશન કીટ વિતરણ કરી હતી. તેમજ પર્યાવરણ બચાવ ગ્રુપ દ્વારા ગ્રીન ઇન્ડિયાને સાર્થક કરવાના સંકલ્પ સાથે સમગ્ર ભારત દેશમાં વૃક્ષારોપણ કરવામાં આવી રહ્યા છે.



ભારતમાં 1 લાખ ધાબળા વિતરણ

ભારતમાં 1 લાખ ધાબળા વિતરણ કરવાનુ અભિયાન હાથ ધરાયું છે.આજે બનાસકાંઠા જિલ્લાના ડીસાના વિવિધ વિસ્તારોમાંમાં ફરી ગરીબ લોકો, ભિક્ષુક, અને જરૂરિયતમંદોને ધાબળા વિતરણ કરી મદદ કરવામાં આવી હતી.



આ ગ્રુપ દ્વારા ડીસામાં રેલ્વે સ્ટેશન , નવા બસ સ્ટેશન, જુના બસ સ્ટેન્ડ , બગીચા સર્કલ, અખખર ચોક, ભાઈ જાન બાવાની દરગાહ પાસે ધાબળાનું વિતરણ કરવામાં આવ્યુ હતું.

કોઈપણ ભેદભાવ રાખવામાં આવતો નથી

દાવતે ઈસ્લામી ઈન્ડિયા ગ્રુપના GNRF ( ગરીબ નવાઝ રિલીફ ફાઉન્ડેશન) ગ્રુપના બનાસકાંઠા જિલ્લા હેડ બિલાલ રઝા અત્તારીએ જણાવ્યું હતું કે, ઇસ્લામ ધર્મના મોહમંદ પૈયંગબર સાહેબની સુફિ તાલીમ પર અમલ કરતા દેશભરમા જરૂરિયત મંદોને મુશ્કેલીના સમયે સેવા કરવી એ અમારું કર્તવ્ય છે. નાત જાતનો ભેદ ભાવ રાખવામાં આવતો નથી.

ભાઈચારાની ભાવના સાથે જરૂરિયાત મંદ લોકોને સેવા કરવાનો અમારો ધર્મ છે.આ સેવાકાર્યમાં ડીસાના રમઝાનભાઈ, રિયાઝભાઈ, હાજી ફિરોઝ ઠેકેદાર, અહેમદ હુસૈનભાઈ, મુહમ્મદ અલીભાઈ, તોસિફભાઈ, તેમજ મુસ્લિમ સમાજના આગેવાન અને યુવાભાઈઓ જોડાયા હતા.
First published:

Tags: Banaskanatha, Local 18, Poor people

विज्ञापन