Home /News /banaskantha /Banaskantha: આંતરરાષ્ટ્રીય લોહાણા મહિલા મંડળની અનોખી કામગીરી, વિવિધ ક્ષેત્રે આવી રીતે આપે છે સેવા

Banaskantha: આંતરરાષ્ટ્રીય લોહાણા મહિલા મંડળની અનોખી કામગીરી, વિવિધ ક્ષેત્રે આવી રીતે આપે છે સેવા

X
આ

આ મહિલા મંડળ સ્વખર્ચે માનવસેવા તેમજ અબોલ પશુપક્ષીની અનોખી સેવા કરે છે.

ડીસામાં ઇન્ટરનેશનલ લોહાણા મહિલા મંડળ છેલ્લા દોઢ વર્ષથી સ્વખર્ચે અનેક સેવાકીય કાર્યો કરી રહી છે. આ મહિલા મંડળ પોતાના સ્વખર્ચે માનવ સેવા તેમજ અબોલ પશુ પક્ષીની સેવા કરે છે.

બનાસકાંઠા: ડીસામાં ઇન્ટરનેશનલ લોહાણા મહિલા મંડળ છેલ્લા દોઢ વર્ષથી અલગ અલગ સેવાકીય કાર્યક્રમ કરી રહ્યા છે. જેમાં આ મહિલા મંડળ ગરીબ જરૂરિયાતમંદ લોકોને વૃદ્ધ લોકો તેમજ પશુ પક્ષીઓની પોતાના સ્વખર્ચે અનોખી સેવા કરે છે.

બનાસકાંઠા જિલ્લામાં અનેક એવા સંગઠનો તેમજ અનેક એવી સંસ્થાઓ છે. જે અલગ અલગ સેવાકીય કાર્યક્રમ કરી રહ્યા છે. પરંતુ ડીસામાં ઇન્ટરનેશનલ લોહાણા મહિલા મંડળ છેલ્લા દોઢ વર્ષથી અલગ અલગ સેવાકીય કાર્યક્રમ કરી રહ્યા છે. આ ઇન્ટરનેશનલ લોહાણા મહિલા મંડળમાં 150 થી 200 જેટલી મહિલાઓ જોડાયેલી છે. આ મંડળ સેવાકીય પ્રવૃત્તિ માટે હંમેશા તત્પર રહે છે.



આ મહિલા મંડળ દ્વારા આવા સેવાકીય કાર્યક્રમ કરાય છે.

ડીસામાં ઇન્ટરનેશનલ લોહાણા મહિલા મંડળ છેલ્લા દોઢ વર્ષથી અલગ અલગ સેવાકીય કાર્યક્રમ કરે છે. આ મંડળે શરૂઆતમાં જલારામ મંદિરથી સેવાકીય કાર્યક્રમ કરવાની શરૂઆત કરી હતી.જે બાદ આ મંડળ દ્વારા જલારામ હોસ્પિટલ માં વિવિધ આયુર્વેદિક નિશુલ્ક કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું.

કેમ્પમાં ડીસા સહિત આજુબાજુના મોટી સંખ્યામાં લોકો આયુર્વેદિક કેમ્પનો  લાભ લીધો હતો. વિસ્તારમાં રહેતા ગરીબ જરૂરિયાતમંદ બાળકો તેમજ લોકોને ઉનાળામાં કેરીનો રસ આઈસ્ક્રીમ તેમજ ચપ્પલનું પણ વિતરણ કરવામાં આવે છે. શિયાળામાં સ્વેટર નાસ્તો પણ આપવાનું કાર્ય કરે છે.



ડીસા તાલુકામાં આવેલી શાળામાં જરૂરિયાતમંદ બાળકોને વિવિધ પ્રકારની શૈક્ષણિક કીટો તેમજ શિયાળામાં સ્વેટર સહિતની ચીજવસ્તુઓ આ મહિલા મંડળ આપી અનોખી સેવા કરી રહ્યો છે. ડીસામાં વૃદ્ધાશ્રમ આવેલું છે જ્યાં અનેક વૃદ્ધો રહે છે, તેમને પણ આ મહિલા મંડળ અવારનવાર તેમની પાસે જઈ સેવા કરી તેમને સ્વાદિષ્ટ ભોજન તેમજ નાસ્તો આપે છે. આ મંડળ પશુ પક્ષીઓ માટે પણ અનોખું કાર્ય કરે છે. ગાયો માટે ઘાસચારો લાવી ગૌશાળામાં આશ્રય લઈ રહેલી ગાયોને ચારો પૂરું પાડે છે.તેમજ ચકલીઓને દરરોજ ચણ આપે છે.



તમામ મહિલાઓ સ્વખર્ચે સેવાકીય કાર્ય કરે છે.

ડીસામાં ઇન્ટરનેશનલ લોહાણા મહિલા મંડળની આ તમામ મહિલાઓ છેલ્લા દોઢ વર્ષથી પોતાના સ્વખર્ચે આ તમામ સેવાકીય કાર્યક્રમ કરી રહી છે. તેમના આ ઉમદા સેવાના કાર્યને જિલ્લાના તમામ લોકો બિરદાવી રહ્યા છે.
First published:

Tags: Banaskanth, Local 18