ગામમાં છેલ્લા 20 વર્ષથી ગુટકા વેચવા પર છે પ્રતિબંધ.
બનાસકાંઠા જિલ્લાનાં લાખણી તાલુકાનાં જસરા ગામાં છેલ્લા 20 વર્ષથી ગુટકાનાં વેચાણ ઉપર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે અને આજે પણ ગામનાં લોકો આ નિર્ણયને પાળી રહ્યાં છે. ગામના લોકોએ 20 વર્ષ અગાઉ ભગવાન શિવને સાક્ષી માની ગુટકા વેચાણ પર પ્રતિબંધ મુક્યો હતો.
Nilesh Rana, Banaskantha: બનાસકાંઠા જિલ્લામાં રહેતા લોકો મુખ્યતવે ખેતી અને પશુપાલન સાથે જોડાયેલા છે. જિલ્લામાં શિક્ષણનું સ્તર ખૂબ જ ઓછું છે. જેના કારણે જિલ્લામાં કુરિવાજો અને વ્યસનનું પ્રમાણ પણ જોવા મળે છે. પરંતુ હવે સમય બદલાઈ રહ્યો છે.
જિલ્લામાં શિક્ષણનું સ્તર વઘી રહ્યું છે.જેના કારણે હવે લોકોમાં જાગૃતતા પણ ફેલાઈ રહી છે.જેનાથી હવે લોકોમાં રહેલી ગેર માન્યતાઓ અને કુરિવાજો પણ દૂર થઈ રહ્યાં છે.લોકો પોતાના સ્વાસ્થ્યની પણ કાળજી લઈ રહ્યા છે. જેના ભાગરૂપે તેઓએ શરૂ કરેલા વ્યસનને છોડી શારૂ જીવન જીવના માર્ગ પર આગળ વધી રહ્યાં છે.
બનાસકાંઠા જિલ્લાનાં લાખાણી તાલુકાનાં જસરા ગામનાં લોકોએ વ્યસનને તિલાંજલિ આપી છે. જસરા ગામમાં અવૈદ સાર્વધિક ટ્રસ્ટ કાર્યરત છે. આ ટ્રસ્ટ દ્વારા વિવિધ જાગૃતિનાં કાર્યક્રમ કરવામાં આવે છે. ટ્રસ્ટ દ્વારા આરોગ્ય, શિક્ષણ,નશાબંધી, નશામુક્તિ સહિતનાં કાર્યક્રમ કરવામો કરવામાં આવે છે.
20 વર્ષ પહેલા ગામમાં વ્યસન પર પ્રતિબંધ મુકવાનો નિર્ણય કરાયો
આજથી 20 વર્ષ પહેલા દરેક ગામમાં વ્યસન મુક્તિનાં કાર્યક્રમ ચાલાવવામાં આવ્યું હતું.જેના ભાગરૂપે 20 વર્ષ પહેલા ગામમાં વ્યસન ઉપર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.ગામમાં ભગવાન શિવજીની સાક્ષીમાં ગુટકાનાં વેચાણ ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.
આજે છેલ્લા 20 વર્ષથી ગામમાં ગુટકા ઉપર પ્રતિબંધ છે.ગામમાં કોઈ પણ દૂકાન કે સ્ટોલ પર ગુટકા મળતી નથી. આવા ઉત્તમ નિર્ણયના કારણે આજે ગામમાં વ્યસન કરતા લોકોનું પ્રમાણ પણ ઓછું છે.
ઉલ્લેખનીય છે કે આ ગામના લોકોથી કઈ શિખવુ જોઈએ. આસપાસના ગામના લોકો પણ આ નિર્ણયને બિરદાવે છે.અને પાલન પણ કરે છે.