કેન્દ્ર સરકાર બનાસકાંઠાના પશુપાલકો અને ખેડૂતોને ધ્યાને લઇ બજેટ રજૂ કરવામાં માંગ
2023 -24 માં કેન્દ્ર સરકાર દ્વારા જે બજેટ રજૂ કરવામાં આવી રહ્યું છે.જેમાં બનાસકાંઠાના ખેડૂતો અને પશુપાલકોએ વિવિધ માંગણીઓ કરી છે. ખાસ કરીને ખેડૂતોન ડિઝલમાં સબસીડી આપવામાં આવે તેવી માંગ કરાઇ છે.
Nilesh Rana, Banaskantha: બનાસકાંઠા જિલ્લો મોટાભાગે ખેતી અને પશુપાલન પર નિર્ભર જિલ્લો છે અને આ જિલ્લામાં કોઈ બીજો ઉદ્યોગથી જિલ્લાના ખેડૂતો અને અને પશુપાલકો ખેતી અને પશુપાલનના વ્યવસાયથી નભી રહ્યા છે.અત્યારે ખેડૂતો ખેતીમાં ઉપયોગી સાધનમા ડીઝલની ખૂબ જ જરૂરિયાત હોય છે.આજે દિન પ્રતિદિન મોંઘવારી વધી રહી છે અને ખેતી ટ્રેક્ટર આધારિત બની ગઇ છે. ડીઝલનો ભાવ વધી રહ્યા છે. ખેતી ખર્ચાળ બની રહી છે.તેમજ જમીનના તળ ઉંડા જઈ રહ્યા છે.જેથી ખેતીમાં ઉત્પાદન સારું થયું નથી.જેથી બજેટમાં સરકાર ખેડૂતોને રાહત આપે તેવી માંગ કરી રહ્યા છે.
કેન્દ્ર સરકારનું વર્ષ 2023 -24 નું બજેટ બુધવારે સંસદમાં રજૂ થવાનું છે. ત્યારે ખેડૂતોએ સરકાર દ્વારા અનેક મુદ્દે રાહત આપવામાં આવે તેવી માંગ કરી છે.કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારામન બુધવારે સંસદમાં વર્ષ 2023 -24 નું વાર્ષિક બજેટ રજૂ કરશે. ત્યારે બજેટને લઈને દરેક નાગરિક સરકાર દ્વારા કંઈક રાહત અપાય તેવી અપેક્ષા રાખતા હોય છે ત્યારે જગતનો તાત ખેડૂત પણ સરકાર પાસે કેટલીક અપેક્ષાઓ રાખી રહ્યો છે.
ખેડૂતોને બજેટમાં ડિઝલમા સબસિડી આપવા કરી માંગ
આ અંગે ખેડૂતોએ જણાવ્યું હતું કે, ખેડૂતોની મુખ્ય માંગણી છે કે, સરકાર દ્વારા ખેત ઓજારો પર જે જીએસટી લગાવવામાં આવે છે, તે જીએસટી નાબૂદ થાય તેમ જ ખેતીમાં ટ્રેક્ટર, ડિઝલ, પંપ સહિતના ઓજારોમાં ડિઝલની ખૂબ જ જરૂરિયાત રહેતી હોય તેમજ ડીઝલના ભાવ ખૂબ જ ઊંચા હોવાથી ખેતી મોંઘી થઈ રહી છે.
જેથી ડિઝલમાં ભાવ સરકાર દ્વારા ઘટાડવામાં આવે.કેમકે સરકાર માછીમારોને ડિઝલમાં જે રીતે સબસીડી આપે છે. તે રીતે ખેડૂતોને ખેતીમાં પણ ડિઝલમાં સબસીડી આપવામાં આવે તેવી ખેડૂતોની માંગ છે.જેથી ડિઝલમાં સબસીડી મળે તો ખેતીમાં ફાયદો થાય તેમ છે.
બજેટમાં જોગવાઇ કરવા માંગ કરાઇ
પશુપાલકોએ જણાવ્યું હતું કે, પાક નુકસાની થાય છે. ત્યારે ખેડૂતને પૂરતી સહાય મળતી નથી અને આખરે ખેડૂતને નુકસાન વેઠવાનો વારો આવે છે.જેથી ખેડૂતો ખેતી ઓછી કરીને પશુપાલક તરફ વળ્યા છે.પરંતુ પશુપાલકો ને પશુઓને નિભાવવા મુશ્કેલી સર્જાઈ રહી છે. કારણકે ઘાસ ચારા ખૂબજ મોંઘો થઈ રહ્યો છે.તેમજ દાણ અને ખાણ માં પણ ભાવ વધી રહ્યો છે.જેથી આગામી બજેટમાં ખેડૂતોને અને પશુપાલકોને ધ્યાને રાખી બજેટ રજૂ કરાય તેવી બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો અને પશુપાલકો માંગ કરી રહ્યા છે.