Home /News /banaskantha /પાલનપુર: બસમાં ગાંજાની હેરાફેરી કરતા બે શખ્સો ઝડપાયા, 5.335 કિલો ગાંજો ઝડપાયો
પાલનપુર: બસમાં ગાંજાની હેરાફેરી કરતા બે શખ્સો ઝડપાયા, 5.335 કિલો ગાંજો ઝડપાયો
ગાંજાની હેરફેર કરતાં બે ઝડપાયા..
બનાસકાંઠામાં પાલનપુર પાસેથી આજે વધુ એક વાર ગાંજાનાં જથ્થા સાથે બે શખ્સોની અટકાયત કરી હોવાની ઘટના સામે આવી છે. અંબાજીથી નારાયણ સરોવર તરફ જતી બસ માંથી 5 કિલો ગાંજા સાથે દિયોદરના બે શખ્સોની અટકાયત કરી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે
આનંદ જયસ્વાલ, બનાસકાંઠા: પાલનપુરમાં બસમાં ગાંજાની હેરાફેરી કરતા બે શખ્સો ઝડપાયા દિયોદરનાં રૈયા ગામનાં બે શખ્સો પાસેથી 5.335 કિલો ગાંજો ઝડપાયો. બનાસકાંઠામાં પાલનપુર પાસેથી આજે વધુ એક વાર ગાંજાનાં જથ્થા સાથે બે શખ્સોની અટકાયત કરી હોવાની ઘટના સામે આવી છે. અંબાજીથી નારાયણ સરોવર તરફ જતી બસ માંથી 5 કિલો ગાંજા સાથે દિયોદરના બે શખ્સોની અટકાયત કરી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે
પાલનપુર રામપુરા ચોકડી પાસેથી બસમાં ગાંજાની હેરાફેરી કરતા બે શખ્સો ઝડપાયા છે. એસ.ઓ.જી.ની ટીમને આજે વહેલી સવારે ખાનગી રાહે માહિતી મળતા જ રામપુરા ચોકડી પાસે વોચ ગોઠવી હતી, તે દરમિયાન અંબાજીથી નારાયણ સરોવર તરફ જતી શંકાસ્પદ બસ ને શોભાવી તેની તલાશી લીધી હતી.
જે બસમાં મુસાફરી કરતા દિયોદરનાં રૈયા ગામનાં પ્રકાશ બાબુભાઈ નાયી અને મનુ રાયમલભાઈ પરમાર પાસેથી 5.335 ગ્રામ ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો. જેથી પોલીસે 59 હજાર રૂપિયાનાં મુદ્દામાલ સાથે બંને શખ્સોની અટકાયત કરી હતી અને બંને સામે એનડીપીએસ એક્ટ મુજબ ગુનો નોંધી પાલનપુર પૂર્વ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે