Home /News /banaskantha /Banaskantha: સાચા ગરબા તો અહી થાય છે; તાળીઓના તાલબદ્ધ અવાજથી થઈ જાય છે લોકો ઘેલા

Banaskantha: સાચા ગરબા તો અહી થાય છે; તાળીઓના તાલબદ્ધ અવાજથી થઈ જાય છે લોકો ઘેલા

બનાસકાંઠા જિલ્લામાં પરંપરાગત અનોખા રમાય છે ગરબા.

બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકાના ઉચપા, રાછેણા સહિતના અનેક સરહદી પંથકના ગામે આજે પણ નવરાત્રી ના ગરબા ગ્રામજનો કોઈપણ પ્રકારના વાજિંત્ર વગર કે ઘોંઘાટીયા સંગીત ના શોરશરાબા વગર માત્ર ગરબીના શબ્દના તાલે લય બદ્ધ રીતે ગાવામાં આવે છે.

  Nilesh Rana, Banaskantha: શક્તિ અને ભક્તિની આરાધનાનું પર્વ નવરાત્રી દિવસે દિવસે આધુનિક થતું જાય છે.તેમ છતાં હજુ પણ અનેક ગામડાઓમાં ક્યાંક અસલી પરંપરા જીવંત રહી છે. ત્યારે બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકાના ઉચપા,રાછેણા સહિતના અનેક સરહદી પંથકના ગામે આજે પણ નવરાત્રીના ગરબા ગ્રામજનો કોઈપણ પ્રકારના વાજિંત્ર વગર કે ઘોંઘાટીયા સંગીતના શોરશરાબા વગર માત્ર ગરબીના શબ્દના તાલે લય બદ્ધ રીતે રમીને નવરાત્રીની આધુનિકતા વચ્ચે અસલ પરંપરાનેજીવંત રાખી છે.

  નવરાત્રિના ગરબા તમે કોઈ ઓરકેસ્ટ્રા પાર્ટી, ડીજે સાઉન્ડ, ઢોલ નગારા કે ભજન મંડળીઓના વાજિંત્રો વગર રમવાની કલ્પના કરી શકો નહીં પરંતુ આ તમામ પ્રકારના વાજિંત્રો કે કોઈપણ ઘોંઘાટીયા સંગીતના શોર શરાબા વગર બનાસકાંઠા જિલ્લાના સરહદી પંથકના વાવ તાલુકાના ઉપચા રાછેણા સહિત અનેક ગામે કંઈક અનોખા પ્રકારની જ નવરાત્રી ઉજવાય છે.  ગામના યુવાનો વૃદ્ધ પુરુષો અને નાના ટાબરીયાઓ તમામ લોકો માત્ર ગરબીના શબ્દના તાલે ગરબા રમે છે.ગરબા રમતી વખતે માત્ર તમને તાળીનો જ અવાજ સંભળાય. અને જે તાળીનો અવાજએ જ લય બદ્ધ સાથે ગવાતી ગરબી સાથે તાલમેલ બેસાડી મોજથી ગરબા રમવામાં આવે છે.ગામના ભજનીક માતાજીની ગરબી અને રાસડા ગાય છે.તેની સાથે-સાથે ખેલૈયાઓ પોતાની તાળીઓના તાલથી તાલ મિલાવી ગરબે ઝુમી ઉઠે છે.આ પરંપરા વર્ષોથી ચાલી આવી છે.  બનાસકાંઠા જિલ્લાના સરહદી પંથકના વાવ તાલુકાના ઉચપા ગામે વર્ષોથી નવરાત્રીના 9 દિવસ ગામના ભજનીક માતાજીની ગરબી અને રાસડા ગાતા પ્રજાપતિ ભેમાભાઈએ જણાવ્યું હતું કે છેલ્લા 40 વર્ષથી અમારા ગામમાં પરંપરાગત સંસ્કૃતિ જાળવી રાખી છે.અને અમારા ગામમાં દેશી ગરબા રમાય છે.જેમાં કોઈ ડીજે કે કોઈ વાજિંત્રો હોતા નથી અમે જાતે દેશી ગરબા ગાઈએ છીએ હાથની તાળી પર દેશી ગરબા રમીએ છીએ.આ દેશી ગરબા રમવાની મજા કઈક અલગ છે.  તેમજ વધુમાં તેમને જણાવ્યું હતું કે ડીજે જેવા સાઉન્ડ પર અમને ફાવતું નથી અને વર્ષોથી અમે દેશી ગરબા ગાવી ગરબાની રમઝટ બોલાવીએ છીએ.અમારા બાપ દાદા આ પરંપરાગત ગરબા રમતા હતા.અને અમે પણ આરીતે ગરબા રમીએ છીએ અમારી આવનારી પેઢી પણ અમારા પરંપરાગત ગરબા જાળવી રાખશે તેવું જણાવ્યું હતું.
  First published:

  Tags: Banaskantha, Navratri 2022, Navratri celebration

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन