જસરામાં લાખોની કિંમતના પાડા ને જોવા માટે લોકોની ભારેભીર જોવા મળી હતી.
બનાસકાંઠાનાં જસરા ગામમાં શિવરાત્રીનાં અશ્વ મેળાનું આયોજન કરવામાં આવે છે. અહીં લાખ અને કરોડની કિંમતનાં અશ્વ જોવા મળે છે. તેમજ પંજાબ અને હરિયાણાની નસલનાં પાડાનું બચ્ચુ અહીં જોવા મળ્યું હતું.
Nilesh Rana, Banaskantha: બનાસકાંઠા જિલ્લાના લાખણીના જસરા ગામે મહાશિવરાત્રીના પર્વ પર પાંચ દિવસીય અશ્વ મેળાનું આયોજન કરવામાં આવે છે. જેમાં ગુજરાત સહિત અનેક રાજ્યોમાંથી અશ્વ આવે છે. જેમાં જુદીજુદી નસલનાં અશ્વ હોય છે જેની કિંમત લાખોમાં હોય છે. ત્યારે લાખણી તાલુકાના લવાણા ગામે પંજાબ, હરિયાણાની નસલનો લાખો રૂપિયાની કિંમતનો યુવરાજ પાડો મેળામાં આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો.
મેળામાં વિવિધ સ્પર્ધા યોજાઇ
ગુજરાતમાં સૌથી મોટો અશ્વ મેળો બનાસકાંઠાના લાખણી તાલુકાના નાનકડા ગામ જસરા ગામે દર મહાશિવરાત્રી પર્વ પર પાંચ દિવસીય અશ્વ મેળો યોજાય છે.
જેમાં અનેક નસલના ગુજરાત સહિત અનેક રાજ્યોના લાખો અને કરોડોની કિંમતના અશ્વ મેળામાં પોતાની કરતબ બતાવવા આવે છે.
આ અશ્વ મેળામાં અલગ અલગ સ્પર્ધા યોજાય છે. જેમાં 600 થી વધુ અશ્વો અલગ અલગ સ્પર્ધામાં ભાગ લે છે.
પાડાના બચ્ચાની કિંમત પાંચ લાખ સુધીની છે
મહાશિવરાત્રીના પર્વ પર લાખણી તાલુકાના લવાણા ગામ ખાતે રહેતા રાજપૂત પ્રેમાભાઈ એ પંજાબ હરિયાણાની નસલનો યુવરાજ પાડો જેની કરોડોની કિંમત છે. આ પાડાની નસલનો યુવરાજ પાડાનું બચ્ચું લાવ્યા હતા. અને તેને પોતાના પરિવારની જેમ સાચવે છે.
આ યુવરાજ પાડાનો ઓલાદ દરરોજનું 10 લીટર દૂધ આપે છે. પ્રેમાભાઇ રાજપૂત બનાસકાંઠામાં લાવ્યા છે. પાડાની કિંમત 3 થી 5 લાખની હોય છે.આ જસરા મેળામાં લાખોની કિંમતના અલગ અલગ નસલના પડા જસરા મેળા ખાતે આવ્યા હતા.