Home /News /banaskantha /Banaskantha: ડીસામાં ધર્મ પરિવર્તન માટે યોજાયેલી રેલીમાં લાઠીચાર્જ, વીડિયો આવ્યો સામે

Banaskantha: ડીસામાં ધર્મ પરિવર્તન માટે યોજાયેલી રેલીમાં લાઠીચાર્જ, વીડિયો આવ્યો સામે

પોલીસ દ્વારા લાઠીચાર્જ કરાતો હોવાનો વીડિઓ સોશિયલ મીડિયામાં થયો વાયરલ.

Banaskantha News: યુવતીના પિતાએ આત્મહત્યાની કોશિશ કરતા પોલીસ ફરિયાદ નોંધાતા પાલનપુર પૂર્વ પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપી એજાજ મુસ્તુફા શેખ અને સતાર અબ્દુલ કાજીને ઝડપી પાડયા છે.

કિશોર તુવર, બનાસકાંઠા: બનાસકાંઠા જિલ્લાના ડીસા પંથકમાં ધર્મ પરિવર્તનનો કિસ્સો સામે આવ્યો છે. ડીસાના માલગઢ ગામની એક યુવતીને ડીસાના ગવાડી વિસ્તારમાં રહેતા વિધર્મી યુવકે પોતાની પ્રેમ જાળમાં ફસાવી યુવતી સહિત તેની માતા અને ભાઈનું બ્રેન વોસ કરી ધર્મપરિવર્તન કરાવતા તેમજ યુવતીના પિતાને પણ ધર્મ પરિવર્તન કરવાનું દબાણ કરી 25 લાખ રૂપિયા માંગતા યુવતીના પિતાએ ઝેર ગટગટાવી આપઘાતનો પ્રયાસ કર્યો છે. જો કે સમગ્ર મામલે યુવતીના કાકાએ પાલનપુર પૂર્વ પોલીસ મથકે પહોંચી પરિવારનું ધર્મપરિવર્તન કરાવી રૂ.25 લાખની ખંડણી માગવા મામલે વિધર્મી યુવક સહિત 5 લોકો સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

સમગ્ર રાજ્યમાં ધર્મ પરિવર્તનના કિસ્સાઓમાં દિવસેને દિવસે વધારો થઇ રહ્યો છે. ત્યારે ધર્મ પરિવર્તનનો વધુ એક કિસ્સો બનાસકાંઠાના ડીસા પંથકમાં સામે આવ્યો છૅ. જેમાં ડીસાના માલગઢ ગામની એક યુવતીને ડીસાના ગવાડી વિસ્તારમાં રહેતા એઝાઝ મુસ્તુફા શેખ નામના યુવકે પોતાની પ્રેમજાળમાં ફસાવી યુવતી સહીત તેની માતા અને ભાઈનું બ્રેન વોસ કરી ધર્મ પરિવર્તન કરાવ્યું હતું.



જો કે તે બાદ યુવતીના ભાઈ આકાશનું બ્રેન વોશ કરી હાઇકોર્ટમાં પીટીશન દાખલ કરાવી અને હાઈકોર્ટના આદેશ અનુસાર આકાશ તેની માતા અને બહેન પિતાથી અલગ રહેવા જતા રહેતા પરિવારથી વિખુટા પડેલા પિતા હરેશભાઈએ એઝાઝ પાસે તેમના પત્ની અને સંતાનો પરત માંગવા ગયા તો એઝાઝ સહીત 5 લોકોએ યુવતીના પિતા હરેશભાઈને પણ ધર્મપરિવર્તન કરાવવાનું કહી જો પરિવાર પરત જોઈતો હોય તો રૂ.25 લાખની માંગ કરતા યુવતીના પિતા હરેશ ભાઈ છેલ્લા કેટલાક દિવસોથી ડિપ્રેશનમાં રહેતા હતા.

આ પણ વાંચો- રાજકોટમાં કેજરીવાલનો હુંકાર, ભાજપને કહ્યુ- અમે કોંગ્રેસ નથી, તમારો વ્યવહાર બદલી નાંખજો

જો કે બે દિવસ અગાઉ પિતા હરેશભાઈએ પાલનપુર પહોંચી કીર્તિસ્તંભ નજીક આવેલા પાતાળેશ્વર મંદિર નજીક પહોંચી ઝેર ગટગટાવી આત્મ હત્યાનો પ્રયાસ કર્યો હતો. જો કે ઘટનાની જાણ સ્થાનિકોને થતા સ્થાનિકોએ એમ્બ્યુલન્સનો સંપર્ક કરી પીડિત હરેશભાઈને સરવાર અર્થે હોસ્પીટલ ખસેડાયા હતા. જ્યાં તેમની હાલત ગંભીર હોવાથી અને તે બાદ સમગ્ર ઘટનાની જાણ પીડિત હરીશભાઇના ભાઇ રાજુભાઇને થતા રાજુભાઈ તાત્કાલીક હોસ્પિટલ દોડી આવ્યા હતા. અને સમગ્ર મામલાને લઇ પાલનપુર પૂર્વ પોલીસ મથકે પહોંચી તેમના ભાઇએ હરેશભાઇને ધર્મ પરિવર્તન કરાવવા ત્રાસ આપવા મામલે તેમજ જો પરિવાર પરત જતું હોય તો રૂ.25 લાખની ખંડણી માંગવા મામલે એજાઝ મુસ્તુફા શેખ સહિત 5 લોકો સામે ફરિયાદ નોંધાવી હતી.

આ પણ વાંચો- 'મારી એક ઇચ્છા હતી કે હું મરું ત્યારે મારા મોઢા પર સ્માઇલ હોય,' વ્યાખોરોના ત્રાસથી યુવકનો આપઘાત

યુવતીના પિતાએ આત્મહત્યાની કોશિશ કરતા પોલીસ ફરિયાદ નોંધાતા પાલનપુર પૂર્વ પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપી એજાજ મુસ્તુફા શેખ અને સતાર અબ્દુલ કાજીને ઝડપી પાડયા છે. જોકે  હજુ ત્રણ આરોપી પોલીસ પકડથી દૂર છે. જેને લઈ પોલીસે દૂર રહેલા આરોપીને ઝડપી પાડવા બે ટીમો કામે લગાડી છે. અને આ આરોપીઓએ કાવતરું શા કારણે ઘડ્યું અને આ કાવતરામાં અન્ય કોઈ સામેલ છે કે કેમ તે દિશામાં વધુ તપાસ હાથ ધરી છે.
First published:

Tags: Banaskantha Crime, Banaskantha Crime News, Banaskatha Police, ગુજરાત, બનાસકાંઠા

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો