Home /News /banaskantha /Ambaji Temple: અંબાજી મેળામાં જવાના હોય તો જોઈ લો એસટી નિગમનો પ્લાન, જાણો ક્યાંથી મળશે બસ

Ambaji Temple: અંબાજી મેળામાં જવાના હોય તો જોઈ લો એસટી નિગમનો પ્લાન, જાણો ક્યાંથી મળશે બસ

એસટી નિગમ દ્વારા એક એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે.

એસટી નિગમના સચિવ કે ડી દેસાઈએ ન્યૂઝ 18 ગુજરાતી સાથે વાત કરતા જણાવ્યું હતું કે, અંબાજી ભાદરવી પુનમનો મહામેળો ચાલુ વર્ષ 5 થી 10  સપ્ટેમ્બરના ભરાશે. મુસાફરોની સુવિધા માટે મેળામાં એસ.ટી. નિગમના 4 વિભાગો દ્વારા એકસ્ટ્રા સંચાલન કરવામાં આવે છે.

વધુ જુઓ ...
Ambaji: ગુજરાતનું સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીમાં ભાદરવી પૂનમનો મેળો યોજાય છે અને લાખોની સંખ્યામાં ભક્તો માં અંબાના દર્શન માટે આવે છે. ખાસ કરીને ભાદરવી પૂનમ ભરવા માટે લોકો ચાલી અને અંબાજી જાય છે પરંતુ જ્યારે પરત ફરે છે ત્યારે તેમને ઘર સુધી પહોંચાડવા માટે એસટી નિગમ દ્વારા એક એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે.

અંબાજી ગબ્બર ખાતે 51 શક્તિપીઠની સ્થાપના થતા આ જગ્યા વિશ્વમાં પ્રસિધ્ધ થયેલ છે. અંબાજી ખાતે ભાદરવા માસમાં દર વર્ષે આઠમથી લઈ પુનમ સુધી મહામેળો ભરાય છે. મેળામાં આવતા દર્શનાર્થીઓ તેમજ યાત્રાળુઓને પોતાના વતનમાં આવવા-જવા માટે એસટી નિગમ દ્વારા બસની વ્યવસ્થા કરવામાં આવે છે.

(તસવીર: ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ પાલનપુર વિભાગ)


એસટી નિગમના સચિવ કે ડી દેસાઈએ ન્યૂઝ 18 ગુજરાતી સાથે વાત કરતા જણાવ્યું હતું કે, અંબાજી ભાદરવી પુનમનો મહામેળો ચાલુ વર્ષ 5 થી 10  સપ્ટેમ્બરના ભરાશે. મુસાફરોની સુવિધા માટે મેળામાં એસ.ટી. નિગમના 4 વિભાગો દ્વારા એકસ્ટ્રા સંચાલન કરવામાં આવે છે. ગુજરાતના જુદા-જુદા વિસ્તારમાંથી આવતા યાત્રાળુઓને અનુકુળ સુવિધા મળી શકે તેને ધ્યાને રાખી અંબાજી ખાતે હંગામી બુથો ઉભા કરી કુલ 1000 થી 1100 બસો દ્વારા એસ.ટી. બસોનું સંચાલન હાથ ધરવામાં આવશે. અંબાજી ભાદરવી પૂનમ મહામેળા દરમિયાન એસ.ટી. તંત્ર દ્વારા યાત્રિકોને વાહન વ્યવહારની સંપૂર્ણ સુવિધા મળી શકે તે હેતુથી એક્શન પ્લાન તૈયાર કરવામાં આવેલ છે.

આ પણ વાંચો- અમદાવાદની 'સૂરત' બગાડનાર રાજકીય પક્ષોની હવે ખેર નથી! AMC વસૂલશે ખર્ચ

મેળા માટે સુવિધા

એસ.ટી. બસોની પુરતી સુવિધા. હંગામી પેસેન્જર શેડ, પીવાના પાણીની વ્યવસ્થા, માર્ગદર્શન માટે સતત માઈક એનાઉન્સ વ્યવસ્થા દરેક બૂથ ઉપર મોબાઇલથી સંપર્ક, ક્રેઈન તથા મીકેનીકગેંગની વ્યવસ્થા, એમ્બ્યુલન્સની વ્યવસ્થા, ડેપો ખાતે ફાયર ફાયટરની વ્યવસ્થા, બેનરો હોર્ડિંગ્સ તથા યાત્રિકાઓ દ્વારા યાત્રાળુઓને માર્ગદર્શનની વ્યવસ્થા, અગત્યના સ્થલો ઉપર એસ.ટી. સહાયતા કેન્દ્રો સંચાલન અંગેનું માર્ગદર્શન અને સુવિધા યાત્રાળુઓને મળી રહે તે માટે દરેક બુથ ઉપરનાં બુથ ઇન્ચાર્જ, સંકલન વ્યવસ્થા જી.પી.એસ. પદ્ધતિથી વાહનોનું મોનીટરીંગ થશે.

આ પણ વાંચો- વર્ષ 2017 ની ચૂંટણીમાં ઓછા મતોથી થયેલી હારજીતવાળી 33 બેઠકો પર ભાજપ-કોંગ્રેસનું ઘમાસાણ

એસટી નિગમ પાલનપુર, મહેસાણા, હિંમતનગર, અમદાવાદ વિભાગો દ્વારા પરિવહન સેવા પુરી પાડવામાં આવે છે. જેના ભાગરૂપે ગત વર્ષે એસ.ટી. નિગમે દૈનિક શિડ્યુલ સંચાલન ઉપરાંત વધારાની 900 થી 1000 બસો દ્વારા 18,47,349  કિ.મીનું . સંચાલન કરી 9,20,238 મુસાફરોને સુવિધા આપી હતી.
Published by:rakesh parmar
First published:

Tags: અંબાજી, અંબાજી મંદિર, અંબાજી મેળો

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन