Home /News /banaskantha /20 દિવસમાં 3 કરોડના ખર્ચે બનેલા લોખંડના બ્રિજ પરથી બે મહાકાય રીએક્ટર્સ પસાર થયા, જુઓ વીડિયો

20 દિવસમાં 3 કરોડના ખર્ચે બનેલા લોખંડના બ્રિજ પરથી બે મહાકાય રીએક્ટર્સ પસાર થયા, જુઓ વીડિયો

દહેજ થી એચપીસીએલ કંપનીની રિફાઇનરી માટે મેગા રિએક્ટર બનાવાયા છે.

20 દિવસની ભારે જહમત બાદ થરાદની મુખ્ય નર્મદા કેનાલ ઉપર હંગામી બનાવેલા નવા લોખંડના બ્રિજ ઉપરથી આજે બે ભારે વાહન પસાર કરાતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો.

  દહેજ સ્થિત કંપનીમાં બનાવેલ બે મોટા ભારેખમ રીએક્ટર્સ (Reactors)ને રાજસ્થાન (Rajasthan)ના બાડમેર (Badmer)ની પંચપદ્રા રિફાઇનરી કંપની (Panchapadra Refinery Co)માં બાયરોડ લઈ જવામાં આવી રહ્યા છે. જે ભારેખમ રીએક્ટર્સ (Reactors) થરાદ ખાતે પહોંચતા થરાદના નર્મદા કેનાલ (Tharad Narmada Canal) પરથી પસાર ન થઈ શકતા થરાદની નર્મદા કેનાલમાં 12 દિવસ પાણી બંધ રખાઈ કેનાલ ઉપર 3 કરોડના ખર્ચે 300 ટનનો લોખંડના સ્ટ્રક્ચરનો ફોલ્ડિંગ બ્રિજ બનાવવામાં આવ્યો છે. જે બ્રિજ બન્યા બાદ બે રીએક્ટર્સને તેના ઉપરથી પસાર કરીને રાજસ્થાન લઈ જવાયા છે. જોકે આજે મહાકાય રીએક્ટર સાથેના વિકરાળ વાહનો થરાદની મુખ્ય નર્મદા કેનાલ પરના બ્રિજ ઉપરથી પસાર થયા અને સાથે જ તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો.  20 દિવસની ભારે જહમત બાદ થરાદની મુખ્ય નર્મદા કેનાલ ઉપર હંગામી બનાવેલા નવા લોખંડના બ્રિજ ઉપરથી આજે બે ભારે વાહન પસાર કરાતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો. આ વાહનો પસાર થતા આતુરતાનો અંત આવ્યો છે. ડિસેમ્બર 2021માં દહેજથી મહાકાય રિએક્ટરો રોડ માર્ગે રાજસ્થાનના પંચપદ્રા રિફાઇનરી માટે નીકળ્યા હતા. બંને ભારે વાહનો નર્મદાની મુખ્ય કેનાલમાં દૂધ શીતલ કેન્દ્ર પાસે કેનાલ પરના લોખંડના બ્રીજ પસાર થયા ત્યારે તેને જોવા માટે હજારોની સંખ્યામાં લોકો ઉમટ્યા હતા.  7 મહિના અગાઉ મુન્દ્રાથી બાય રોડ બે રિએક્ટરને રવાના કરવામાં આવ્યા હતા. 200 કિલોમીટરમાં 28 બાયપાસ રોડ બનાવી રિએક્ટરને થરાદ લવાયા હતા. 500 માણસોની ટીમ સાથે બે રિએક્ટરોને નર્મદાની મુખ્ય કેનાલ પરથી પસાર કરાયા હતા. નર્મદાની મુખ્ય કેનાલ પરથી રિએક્ટરો પસાર કરવા માટે અંદાજિત 3 કરોડના ખર્ચે હંગામી બ્રીજ બનાવવામાં આવ્યા હતા. એક રિએક્ટરનું વજન 760 મેટ્રિક ટન અને બીજાનું 1148 મેટ્રિક ટન છે. દહેજ થી એચપીસીએલ કંપનીની રિફાઇનરી માટે મેગા રિએક્ટર બનાવાયા છે.

  આ પણ વાંચો- ગુજરાતીઓ રાજસ્થાન જવાનો પ્લાન હોય તો જાણી લેજો, રાજસ્થાન સરકારે લગાવ્યો પ્રતિબંધ

  દહેજ સ્થતિ ઇઝેક હીટાચી જોશન લિમિટેડ કંપની દ્વારા નિર્માણ પામેલા આ બે મહાકાય રીએક્ટર્સને રાજસ્થાનના બાડમેરમાં આવેલી પચપદરાની રિફાઇનરીમાં મોકલવામાં આવી રહ્યા છે. જેને લઈને આ બે મહાકાય મશીનરીની ટ્રાન્સપોર્ટેશન જર્ની ખૂબ જ ચેલેન્જ ભરી રહી છે. આ મહાકાય રીએક્ટર્સને અત્યાર સુધી 200 કિમીનું અંતર કાપતા 7 મહિના લાગ્યા છે.  આ રીએક્ટર્સને ડિસેમ્બર 2021માં દહેજથી શીપ દ્વારા રવાના કરી મુન્દ્રા લાવવામાં આવ્યા હતા. જ્યાંથી 7 મહિના પહેલા મુદ્રાથી બાયરોડ રવાના કરાયા હતા જેને મુંદ્રાથી થરાદ આવતા 7 મહિના લાગ્યા છે જેના માટે અલગથી 28 બાયપાસ રોડ બનાવવામાં આવ્યા હતા.

  આ પણ વાંચો- મોજશોખ પૂરા કરવા વાહનોની ચોરી કરતા ત્રણ ચોર ઝડપાયા, કબૂલ કર્યા આટલા ગુના

  જે રીએક્ટર્સ સાથે 500 માણસોની ટીમ મોજૂદ છે. જેમાં કંપનીના એન્જીનિયરો, મિકેનિકલ, લોજીસ્ટિક તેમજ ક્વોલિટી કંટ્રોલ ટીમના સભ્યો સામેલ છે. જો કે હવે આ હેવી મશીનરી થરાદ ખાતે પહોંચતા થરાદનો નર્મદા પુલ પસાર કરવા માટે કંપનીના એન્જીનિયરો અને ટેક્નિશનો માટે એક મોટો પડકાર સામે આવીને ઉભો રહેતા આ મહાકાય મશીનોને અહીં જ રોકી દેવામાં આવ્યા હતા.  થરાદના નર્મદા કેનાલ પરના પુલની ક્ષમતા 400 ટન વજન વહન કરવાની છે. જ્યારે આ એક રીએક્ટરનું વજન 760 મેટ્રિક ટન અને બીજાનું 1148 મેટ્રિક ટન વજન છે, જેથી નર્મદાનો પુલ તેનું વજન ન સહન કરી શકે તેવી પરિસ્થિતિનું નિર્માણ થતા એન્જિનિયરો દ્વારા 4 કરોડના ખર્ચે નર્મદા કેનાલ ઉપર 300 ટન વજનનો લોખંડનો ફોલ્ડિંગ પુલ બનાવવામાં આવ્યો છે જેને લઈને નર્મદા કેનાલનું પાણી 12 દિવસ માટે બંધ કરવામાં આવ્યું હતું અને લોખંડના બ્રિઝનું કામ રાતદિવસ કરાયું હતું.
  Published by:rakesh parmar
  First published:

  Tags: Banaskantha, Gujarati news, ગુજરાત, બનાસકાંઠા

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन