Home /News /banaskantha /

બનાસકાંઠા: ધાનેરામાં એક કલાકમાં એક ઇંચ વરસાદ, સમગ્ર શહેર પાણી પાણી

બનાસકાંઠા: ધાનેરામાં એક કલાકમાં એક ઇંચ વરસાદ, સમગ્ર શહેર પાણી પાણી

ધાનેરામાં વરસાદ

Gujarat Rainfall Data: સાબરકાંઠા જિલ્લામાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો છે. મોતીપુરા નેશનલ હાઇવે પર પાણી ભરાતા વાહનચાલકોએ હાલકીની સામનો કરવો પડ્યો છે. ખુલ્લી ગટરો હોવાને પગલે વાહનો ફસાવાના અનેક બનાવો બન્યા છે.

    બનાસકાંઠા: ગુજરાતમાં વરસાદી માહોલ (Gujarat rain) જામ્યો છે. આજે 15મી ઓગસ્ટના દિવસે રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદ નોંધાયો છે. ખાસ કરીને ઉત્તર ગુજરાત (North Gujarat rain) અને દક્ષિણ ગુજરાતમાં નોંધપાત્ર વરસાદ વરસ્યો છે. બનાસકાંઠાના ધાનેરામાં એક કલાકમાં એક ઇંચ વરસાદ ખાબકી ગયો છે. એક ઇંચ વરસાદ ખાબકી જતાં સમગ્ર શહેર પાણી પાણી થઈ ગયું હતું. ધાનેરા શહેરના અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. ધાનેરા ડીસા રોડ પર પાણી ભરાતા વાહન ચાલકો મુશ્કેલીમાં મૂકાયા છે. બનાસકાંઠાના ધાનેરા અને દાંતીવડા પંથકમાં ધોધમારે વરસાદ પડ્યો છે.

    સાબરકાંઠામાં વરસાદ


    સાબરકાંઠા જિલ્લામાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો છે. મોતીપુરા નેશનલ હાઇવે પર પાણી ભરાતા વાહનચાલકોએ હાલકીની સામનો કરવો પડ્યો છે. ખુલ્લી ગટરો હોવાને પગલે વાહનો ફસાવાના અનેક બનાવો બન્યા છે. રોડ પર પાણી અને ખુલ્લી ગટરોને લઈને સ્થાનિકોમાં રોષ ફાટી નીકળ્યો છે.

    સુરતમાં વરસાદ


    સુરત જિલ્લાના બારડોલી પંથકમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે. ગત મોડી રાતથી જ પંથકમાં ધીમીધારે વરસાદ પડી રહ્યો છે. સોમવારે સવારથી ધોધમાર વરસાદ વરસી દરહ્યો છે. બારડોલી ઉપરાંત પલસાણા અને કડોદરા પંથકમાં વરસાદી માહોલ છે.

    કામરેજ તાલુકામાં વરસાદ


    સુરત જિલ્લાના કામરેજ તાલુકામાં ધોધમાર વરસાદ વરસ્યો છે. વરસાદને કારણે જન જીવન પ્રભાવિત થયું છે. કામરેજ ચાર રસ્તા પાસેના સર્વિસ રોડ પર વરસાદી પાણી ભરાયા છે. રોડ પર પાણી ભરાતા લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે.

    આ પણ વાંચો: સુરતમાં સ્લેબ તૂટી પડતાં 25 વાહનનો કચ્ચરઘાણ, જાણો ક્યાં બન્યો બનાવ

    ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં પડેલો વરસાદ


    સોમવારે સવારે પુરા થતા 24 કલાક દરમિયાન રાજ્યના 194 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધારે છ ઇંચ વરસાદ સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકામાં નોંધાયો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 33 તાલુકામાં એક ઇંચ કરતા વધારે વરસાદ પડ્યો છે.


    રાજ્યમાં સરેરાશ વરસાદ


    રાજ્યમાં પડેલા સરેરાશ વરસાદની વાત કરીએ તો અત્યારસુધી 85.56 ટકા વરસાદ પડ્યો છે. કચ્છમાં સૌથી વધારે 137.76 ટકા સરેરાશ વરસાદ પડ્યો છે. ઉત્તર ગુજરાતમાં 76.73 ટકા, પૂર્વ-મધ્ય ગુજરાતમાં 73.23 ટકા, સૌરાષ્ટ્રમાં 79.58 ટકા અને દક્ષિણ ગુજરાતમાં 95.36 ટકા વરસાદ પડ્યો છે.

    સરદાર સરોવર ડેમની જળ સપાટી 135.29 મીટરે પહોંચી


    દેશ આઝાદીના 75માં વર્ષની ઉજવણી કરી રહ્યો છે ત્યારે કેવિડયા ખાતેથી ગુજરાતીઓ માટે આનંદના સમાચાર આવ્યા છે. ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમ (Sardar Sarovar Dam)ની જળ સપાટી 135.29 મીટર પર પહોંચી છે. બીજી તરફ સરદાર સરોવર ડેમમાંથી 23 ગેટ ખોલી 1 લાખ 50 હજાર ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. વીજ મથક 24 કલાક કાર્યરત કરાતા 45 હજાર ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. આ રીતે ડેમમાંથી કુલ 1 લાખ 95 હજાર ક્યુસેક પાણી નર્મદા નદી (Narmada River)માં છોડવામાં આવી રહ્યું છે. સતત પાણી છોડવામાં આવી રહ્યું હોવાથી નર્મદા નદીના કાંઠાના ભરુચ, નર્મદા, વડોદરા જિલ્લાના ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. ડેમમાં હાલ 1,82,900 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે.


    નવસારી જિલ્લામાં વરસાદ


    સુરત ઉપરાંત નવસારી જિલ્લામાં પણ વહેલી સવારથી ધોધમાર વરસાદ પડી રહ્યો છે. જિલ્લાના અનેક વિસ્તારોમાં ધોધમાર વારસાદ પડ્યો છે. નવસારી શહેરમાં પણ ધોધમાર વરસાદ પડી રહ્યો છે. જિલ્લામાં સારો વરસાદ પડતાં ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો છે.
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: Banaskantha, Sabarkantha, ગુજરાત, ચોમાસુ, વરસાદ

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन