Home /News /banaskantha /Holi 2023: હોળીમાં હારડાનું ધૂમ વેચાણ, ખાંડમાંથી બને છે હારડા, જાણો તેનું મહત્વ?

Holi 2023: હોળીમાં હારડાનું ધૂમ વેચાણ, ખાંડમાંથી બને છે હારડા, જાણો તેનું મહત્વ?

X
ડીસામાં

ડીસામાં હોળી પર્વ પર હારડાના સ્પેશિયલ કારીગરો બોલાવી હારડા બનાવાય છે.

હોળી પર્વમાં હારડાનું વિશેષ મહત્વ છે. ખાંડમાંથી હારડા બને છે. ખાંડની ચાસણીમાંથી બનેલા હારડા હાર જેવા લાગે છે. હારડાની કિંમત 40થી 45 રૂપિયા છે. ડીસામાં વેપારી હારડા બનાવે છે.

Nilesh Rana, Banaskantha:  બનાસકાંઠા જિલ્લો રાજસ્થાનની સરહદને અડીને આવેલો જિલ્લો છે અને પરિણામે બનાસકાંઠા જિલ્લાના લોકો પણ રાજસ્થાન કલચર સાથે જોડાયેલા છે. હોળીના તહેવાર પ્રસંગે વર્ષોથી બનાસકાંઠા જિલ્લામાં હારડાનું ખૂબ જ મહત્વ છે. ડીસામાં એકમાત્ર વેપારી હોળીના પર્વ પર હારડાનું ઉત્પાદન કરે છે. આ હારડાનું રાજસ્થાન અને બનાસકાંઠામાં મારવાડી સમાજમાં ખૂબજ માંગ રહેતી હોય છે.

હોળીનાં બે મહિના પહેલા હારડા બનાવવાનું શરૂ કરે

હિન્દુઓના પવિત્ર તહેવાર દિવાળી બાદ હોળીના પર્વ પર વિશેષ મહત્વ હોય છે. હોળીનો પર્વ એ રાજસ્થાનમાં મહત્વનો તહેવાર માનવામાં આવે છે અને લોકો ધામધૂમ પૂર્વક હોળીના પર્વની ઉજવણી કરતા હોય છે.હોળીના પર્વ પર મારવાડી સમાજમાં હારડાનું વિશેષ મહત્વ હોય છે.



બનાસકાંઠાના ડીસામાં વર્ષોથી એક વેપારી હોળીના પર્વને બે મહિના બાકી હોય છે, ત્યારથી યુપી અને બિહારથી સ્પેશિયલ હારડા બનાવવાના કારીગરોને બોલાવી હારડા બનાવવાનું શરૂ કરે છે.



આવી રીતે હારડા બને? આટલી કિંમત

હોળી પર બનતા હરડા ડીસાના એક વેપારી દ્વારા બનાવવામાં આવે છે. ડીસાના વેપારી ખાંડને ઉકાળી તેની ચાસણી બનાવવામાં આવે છે. લાકડાનાં ફરમામાં દોરી પરોવી ખાંડની ચાસણી નાખવામાં આવે છે.



બાદ હારડા તૈયાર કરાય છે. તૈયાર થયેલા હારડા બનાસકાંઠા જિલ્લાના દરેક ગામડા અને રાજસ્થાનમાં વેચાણ માટે મોકલે છે. હારડાની કિંમત 40 થી 45 રૂપિયા છે.



વેવાઇના ઘરે હારડા મોકલવામાં આવે છે

સમગ્ર દેશમાં રંગોના તહેવાર માનવામાં આવતા હોળીના પર્વ પર રંગોનું જેટલું મહત્વ હોય છે. તેટલું જ મહત્વ હોળીના પર્વ પર હારડાનું રહેલું છે.



રાજસ્થાનમાં હોળીના તહેવારનો ખૂબ જ મોટો તહેવાર માનવમાં આવે છે. અને હોળી વખતે થતી ઢૂંઢમાં હારડાનો ઉપયોગ થતો હોય છે.આદિ અનાદિ કાળથી હોળીની ઢૂંઢ પર હારડાનો ઉપયોગ થતો આવ્યો છે.



સાથે સૌથી વધુ મારવાડી સમાજમાં દીકરાની સગાઈ કરેલ હોય તો વેવાઈને ત્યાં હારડા મોકલવાની પરંપરા આજે પણ ચાલે છે.જેથી હોળી પર્વ પર હારડાનું વિશેષ મહત્વ રહેલું છે.
First published:

Tags: Banaskanatha, Holi 2023, Holi celebration, Local 18

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો